Gold Fact : શું ભારતમાંથી ખરીદેલું સોનું પાકિસ્તાનમાં વેચી શકાય ? જાણો શું છે આને લગતા નિયમો
ભારત અને પાકિસ્તાનમાં સોનાના ભાવ આસમાને પહોંચી રહ્યા છે. પાકિસ્તાનમાં તો સોનાના ભાવ બમણાથી પણ વધુ છે. એવામાં ચાલો જાણીએ કે, શું ભારતીય સોનું પાકિસ્તાનમાં વેચી શકાય....

ભારત અને પાકિસ્તાન વચ્ચે સોનાનો ભાવ હંમેશા ચર્ચાનો વિષય રહ્યો છે. એવામાં સવાલ એ છે કે, શું ભારતમાં ખરીદેલું સોનું પાકિસ્તાનમાં વેચી શકાય?

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બુધવાર એટલે કે 8 ઓક્ટોબર, 2025 ના રોજ, પાકિસ્તાનમાં 24 કેરેટ સોનાનો ભાવ 10 ગ્રામ દીઠ 3,64,522 પાકિસ્તાની રૂપિયા સુધી પહોંચી ગયો.

આ દરમિયાન, ભારતમાં 24 કેરેટ સોનાના 10 ગ્રામનો ભાવ આશરે 1,26,600 રૂપિયા છે. આનો અર્થ એ છે કે, પાકિસ્તાનમાં સોનું ભારત કરતાં લગભગ ત્રણ ગણું મોંઘું છે. બીજું કે, ભારત અને પાકિસ્તાન વચ્ચે સોના અથવા કોઈપણ કિંમતી ધાતુની નિકાસ અને આયાત પર કડક નિયંત્રણો છે.

ભારતમાં ખરીદેલું સોનું સીધું પાકિસ્તાનમાં વેચવું કાયદાની વિરુદ્ધ છે. આમ કરવાથી કાનૂની કાર્યવાહી થઈ શકે છે, કારણ કે ભારત અને પાકિસ્તાન વચ્ચે સોનાના વ્યવહારો પર કડક નિયમો અને પ્રતિબંધો લાગુ પડે છે.


ભારતમાં સોનાની નિકાસ કરવા માટે ખાસ લાયસન્સ અને દસ્તાવેજોની પણ જરૂર પડે છે, જે સામાન્ય નાગરિકો પાસે જોવા મળતા નથી. પાકિસ્તાનમાં સોનાના ઊંચા ભાવને કારણે નફો કમાવવાની લાલચ સ્વાભાવિક છે પરંતુ વાસ્તવિકતા એ છે કે, કાનૂની અને સુરક્ષા જોખમ એટલા ઊંચા છે કે નુકસાન થવાની સંભાવના નફા કરતા વધુ છે.
ભારતના દરેક ઘરમાં સોનું અને ચાંદી અવશ્ય જોવા મળે છે લોકોનો સોના-ચાંદીને ઘરના દરેક શુભ પ્રસંગે ખરીદતા હોય છે, ત્યારે રોજનો સોના-ચાંદીનો ભાવ જાણવા અહીં ક્લિક કરો
