આ 4 રાશિઓનું ભાગ્ય રાતોરાત ચમકશે અને થશે ધનવર્ષા ! 30 વર્ષ પછી શનિ દેવ કરશે ‘નીચ’ રાશિમાં પ્રવેશ!
વૈદિક જ્યોતિષ અનુસાર 30 વર્ષ બાદ શનિદેવ મેષ રાશિમાં પ્રવેશ કરવા જઈ રહ્યા છે! ભલે આ શનિની નીચ રાશિ હોય, પરંતુ 4 ભાગ્યશાળી રાશિઓ માટે આ ગોચર નસીબના બંધ દરવાજા ખોલી નાખશે. અચાનક ધનલાભ, પ્રોમોશન અને નવી પ્રોપર્ટીના યોગ બની રહ્યા છે. જાણો શું તમારી રાશિ પર પણ થશે શનિદેવની અપરંપાર કૃપા?

વૈદિક જ્યોતિષશાસ્ત્રમાં ન્યાયના દેવતા અને કર્મફળ દાતા શનિદેવનું સંક્રમણ અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે. હાલમાં મીન રાશિમાં બિરાજમાન શનિદેવ ટૂંક સમયમાં મોટો ઉલટફેર કરવા જઈ રહ્યા છે.

આવનારી 3 જૂન 2027ના રોજ શનિદેવ મંગળની માલિકીની મેષ રાશિમાં પ્રવેશ કરશે. જેથી શનિદેવ આ રાશિમાં પૂરા 30 વર્ષ પછી પ્રવેશ કરવા જઈ રહ્યા છે.

મેષ રાશિ એ શનિદેવની 'નીચ' રાશિ ગણાય છે. સામાન્ય રીતે નીચ રાશિમાં ગોચર અશુભ માનવામાં આવે છે, પરંતુ ગ્રહોની વિશેષસ્થિતિને કારણે આ ગોચર કેટલાંક જાતકો માટે વરદાન સાબિત થવાનું છે.

મિથુન રાશિના જાતકો માટે આ ફેરફાર આવકમાં અપ્રત્યાશિત ઉછાળો લાવશે. જૂના રોકાણોમાંથી અધધ નફો મળશે અને વિદેશ જવાના સપના સાકાર થવાના પ્રબળ યોગ બનશે.

સિંહ રાશિના જાતકોને અચાનક અપરંપાર ધનલાભ થઈ શકે છે. લાંબા સમયથી અટવાયેલા પૈસા પરત મળશે અને નવી મિલકત કે વાહન ખરીદવાની સુવર્ણ તક મળશે.

ધનુ રાશિવાળા માટે મનગમતી નોકરી અને બિઝનેસમાં મોટા રોકાણનો આ શ્રેષ્ઠ સમય રહેશે. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓને મોટી સફળતા મળી શકે છે.

કુંભ રાશિના જાતકોની નિર્ણય લેવાની ક્ષમતામાં સુધારો થશે. આવકના નવા સ્ત્રોતો ઊભા થશે, જેથી આર્થિક તંગી દૂર થશે અને બેંક બેલેન્સમાં સતત વધારો નોંધાશે.

એક તરફ જ્યાં આ ગોચર કેટલીક રાશિઓ માટે પડકારજનક રહેશે, તો બીજી તરફ આ 4 ભાગ્યશાળી રાશિઓ માટે આ સમયગાળો ગોલ્ડન પિરિયડ સાબિત થશે.
Disclaimer :અહીં આપેલી માહિતી ધાર્મિક આસ્થા અને લોક માન્યતાઓ પર આધારિત છે. આનું કોઈ વૈજ્ઞાનિક પ્રમાણ નથી. TV9Gujarati આના કોઈ પણ તથ્યની સત્યતાની પુષ્ટિ કરતું નથી
Blue Sapphire (Neelam) Benefits: શનિનું નીલમ રત્ન કઈ રાશિના લોકો માટે શુભ? જાણો ફાયદા અને પહેરવાના નિયમો
