Breaking News : બનાસકાંઠાના ભાભરમાં મેઘતાંડવ ! 10 ઈંચ વરસાદથી અનેક વિસ્તારો પાણીમાં ડૂબ્યા
ભાભર શહેરમાં સતત વરસી રહેલા ભારે વરસાદને કારણે જનજીવન પ્રભાવિત બન્યું છે. અંદાજે 10 ઈંચ જેટલો વરસાદ નોંધાતા શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે.
બનાસકાંઠા જિલ્લાના ભાભર શહેરમાં સતત વરસી રહેલા ભારે વરસાદને કારણે જનજીવન પ્રભાવિત બન્યું છે. અંદાજે 10 ઈંચ જેટલો વરસાદ નોંધાતા શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે. નગરપાલિકા પરિસર સહિત વિવિધ વિસ્તારોમાં જળભરાવની સ્થિતિ સર્જાતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
બનાસકાંઠાનું ભાભર શહેર થયું પાણી પાણી
તંત્રનો દાવો છે કે પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને પાણીના નિકાલ માટે ગટરના ઢાંકણા ખોલીને પાણી વહેતું કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. છતાં, તંત્રના આ દાવાઓ વચ્ચે ભાભરના ખાડિયા વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા યથાવત જોવા મળી રહી છે.
એક જ દિવસમાં 10 ઈંચ વરસાદ નોંધાયો
સ્થાનિક રહિશોમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિકોનું કહેવું છે કે સતત વરસાદને કારણે વિસ્તાર પાણીમાં ગરકાવ થઈ ગયો છે, પરંતુ પાણીના નિકાલ માટે કોઈ અસરકારક વ્યવસ્થા કરવામાં આવી નથી. જેના કારણે રહેણાંક વિસ્તારોમાં પાણી ભરાતા દૈનિક જીવન મુશ્કેલ બન્યું છે.
પાણીના નિકાલ માટે અસરકારક પગલાં ભરવાની માંગ કરી
સ્થાનિકોએ તંત્રને તાત્કાલિક પાણીના નિકાલ માટે અસરકારક પગલાં ભરવાની માંગ કરી છે, જ્યારે વહીવટી તંત્ર દ્વારા પરિસ્થિતિ પર સતત નજર રાખી જરૂરી કાર્યવાહી કરવામાં આવી રહી હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
Breaking News : ખેડાના નડિયાદમાં 15 ઈંચથી વધુ વરસાદ, શહેરના અનેક વિસ્તારો જળબંબાકાર, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો
બનાસકાંઠાના ભાભરમાં મેઘતાંડવ! 10 ઈંચ વરસાદથી પાણીમાં ગરકાવ થયું ગામ
દક્ષિણ-મધ્ય બાદ હવે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રનો વારોઃ અંબાલાલ પટેલ
વિકાસને નામે AMC-સરકારે શહેરીજનો માટે સમસ્યા સર્જીઃ સ્થાનિક રહીશો
છાપરા પર ફસાયેલા લોકોને હેલિકોપ્ટરથી બચાવવામાં આવ્યા

