અભિનેતાએ 4 લાખમાં ખરીદેલા બંગલાની કિંમત આજે 500 કરોડ, વૈભવી બંગલામાં રહે છે જીતેન્દ્ર, જુઓ ફોટો
પીઢ ફિલ્મ અભિનેતા જીતેન્દ્ર તેમની પત્ની શોભા કપૂર, પુત્રી એકતા કપૂર અને પૌત્ર રવિ સાથે જુહુના ગુલમહોર ક્રોસ રોડ નંબર 5 પર સ્થિત આલીશાન કૃષ્ણા બંગલોમાં રહે છે. અભિનેતા પાસે એક બંગલો એવો છે. જેને 4 લાખમાં ખરીદ્યો હતો આજે આ બંગલાની કિંમત 500 કરોડ છે.

દાયકાઓ સુધી બોલિવૂડ પર રાજ કરનાર સુપરસ્ટાર જીતેન્દ્ર આજે ભલે કરોડોની સંપત્તિના માલિક હોય અને પોતાના પરિવાર સાથે 200 કરોડ રૂપિયાના બંગલામાં રહે છે, પરંતુ તેમની શરૂઆત ખૂબ જ સાધારણ હતી.

બોલીવુડના પીઢ અભિનેતા જીતેન્દ્ર પાસે તેમના બંગલા અને રિયલ એસ્ટેટ રોકાણો વિશે ઘણી રસપ્રદ વાતો આજે આપણે કરીશું. તેમનું મુખ્ય નિવાસસ્થાન, "કૃષ્ણ", મુંબઈના પોશ જુહુ વિસ્તારમાં આવેલું છે. તેમનો પાલી હિલ બંગલો, જે તેમણે એક સમયે માત્ર 4.25 લાખમાં ખરીદ્યો હતો, તે તાજેતરમાં ખૂબ ચર્ચાનો વિષય બન્યો છે.

મુંબઈના જુહ વિસ્તારમાં આવેલો કૃષ્ણા બંગલો બોલિવુડનો સૌથી આલીશાન અને સુંદર ઘરોમાંથી એક માનવામાં આવી રહ્યો છે. આ આલીશાન બંગલાની અંદર એક ભવ્ય સોનાથી સજેલું ભવ્ય મંદિર પણ છે. અહી આખો કપૂર પરિવાર વિશેષ રુપે ગણેશ ચતુર્થીનો તહેવાર સેલિબ્રેટ કરે છે.મીડિયા રિપોર્ટ મુજબ આ બંગલાની કીંમત અંદાજે 150 થી 200 કરોડ વચ્ચે છે.

અભિનેતા જીતેન્દ્ર કપુરે 70ના દશકમાં ફેમસ અભિનેતા ભરત ભૂષણ પાસેથી મુંબઈના પોશ વિસ્તારમાં પાલી હિલમાં એક બંગલો માત્ર 4.25 લાખ રુપિયામાં ખરીદ્યો હતો.

કેટલાક સમય પછી તેની ફિલ્મો ફ્લોપ થવા લાગી હતી. તો જીતેન્દ્ર અભિનેતાને લાગ્યું આ ઘર તેના માટે અનલકી છે. આ ઘરના લાંકડા વેચી તેમણે 11 લાખની કમાણી કરી હતી.

આ સુપરસ્ટારે પોતાનું બાળપણ મુંબઈની ચાર માળની ચાલમાં વિતાવ્યું હતુ. ત્યારબાદ તેમણે આ બંગલાને રી ડેવલપ કરવા ગૌતમ અપાર્ટમેન્ટ બનાવ્યું હતુ. આજે આ તેની કિંમત અંદાજે 450 થી 500 કરોડ રુપિયા છે.

Housing.com ના મતે, આ ઘરની કિંમત આશરે 200 કરોડ છે. પરંપરાગત ભારતીય સ્થાપત્ય સ્ટાઈલમાં બનેલો છે, આ ઘરમાં ઘણી મોટી બોલિવૂડ પાર્ટીઓનું આયોજન કરવામાં આવ્યું છે. ઘરની દિવાલો પર પરિવારના ફોટો પણ જોવા મળે છે.

આ બંગલા ઉપરાંત, એકતા અને તુષાર કપૂર પાસે બે અન્ય બંગલા છે. કૃષ્ણા 1 અને કૃષ્ણા 2. એકતા કૃષ્ણા 1 ની માલિકી ધરાવે છે, જ્યારે તુષાર કૃષ્ણા 2 ની માલિકી ધરાવે છે. બંને ભાઈ-બહેનો પાસે આ ઘરોમાં વૈભવી પેન્ટહાઉસ છે. રસપ્રદ વાત એ છે કે તુષારે પોતાનો ડુપ્લેક્સ ભાડે આપ્યો છે અને હવે તે એકતાના બિલ્ડિંગમાં એક એપાર્ટમેન્ટમાં રહે છે. (photo : PTI, insta)
દીકરી કરી રહી છે ટીવી પર રાજ, દીકરો અભિનેતા આવો છે જીતેન્દ્ર કપૂરનો પરિવાર અહી ક્લિક કરો
