AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

નિષ્ફળતાના ડરને મારો ગોળી: ઝિમ્બાબ્વે સામે શ્રેયસ અય્યરનો ટીમ ઇન્ડિયાને મોટો આદેશ, શું બદલાશે ભારતનું ભાગ્ય?

ઝિમ્બાબ્વે સામેની T20 સીરીઝ પહેલા ટીમ ઇન્ડિયાના કેપ્ટન શ્રેયસ અય્યરે ખેલાડીઓને નિષ્ફળતાનો ડર છોડીને મુક્તપણે રમવાનું લાઇસન્સ આપ્યું છે. આયર્લેન્ડ અને ઇંગ્લેન્ડ સામેની હાર બાદ શ્રેયસ અય્યરની કપ્તાનીમાં ભારતીય ટીમ જીતના ટ્રેક પર પાછા ફરવા આતુર છે.

| Updated on: Jul 23, 2026 | 8:54 AM
Share
ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે T20 સીરીઝનો પહેલો મુકાબલો હરારે ખાતે શરૂ થવા જઈ રહ્યો છે. આ મહત્વપૂર્ણ સીરીઝ પહેલા ટીમ ઇન્ડિયાના કેપ્ટન શ્રેયસ અય્યરે ખેલાડીઓ માટે એક સ્પષ્ટ અને દમદાર સંદેશ આપ્યો છે. અય્યરે પોતાની ટીમના ખેલાડીઓને મનમાંથી નિષ્ફળ જવાનો ડર કાઢી ફેંકીને મેદાન પર મુક્તપણે રમત દર્શાવવાનો આદેશ આપ્યો છે.

1 / 5
આયર્લેન્ડ અને ઇંગ્લેન્ડ પ્રવાસ પર T20 સીરીઝમાં થયેલી હાર બાદ ઝિમ્બાબ્વે સામેની આ સીરીઝ ભારત માટે ખૂબ જ મહત્વપૂર્ણ બની ગઈ છે. હરારે ખાતે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં શ્રેયસ અય્યરે જણાવ્યું હતું કે, કોઈ પણ ખેલાડીના મનમાં નિષ્ફળ જવાનો ડર ન હોવો જોઈએ. જો ખેલાડીઓ હારી જવાના ડરથી રમશે તો તેઓ માત્ર પોતાની રમતને બચાવવાનો પ્રયાસ કરશે, જે ટીમ માટે યોગ્ય નથી. પરંતુ જો એ ડરને મનમાંથી નીકાળી દેવામાં આવે તો જ દરેક ખેલાડી પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન આપી શકે છે.

2 / 5
અય્યરે વધુમાં ઉમેર્યું હતું કે, બહાર લોકો શું કહી રહ્યા છે કે ડ્રેસિંગ રૂમ બહાર શું ચર્ચાઓ ચાલી રહી છે તેનાથી તેમને કોઈ ફરક પડતો નથી. તેમના માટે સમગ્ર ટીમ એક થઈને શ્રેષ્ઠ ક્રિકેટ રમે તે જ સૌથી મહત્વપૂર્ણ છે અને આ જ વિચાર સાથે ટીમ સારો દેખાવ કરી શકે છે.

3 / 5
નોંધનીય છે કે, શ્રેયસ અય્યરની કપ્તાની હેઠળ ભારતે અત્યાર સુધીમાં 7 T20 મેચ રમી છે, પરંતુ તેમાંથી એક પણ મેચમાં ભારતને જીત મળી નથી. આયર્લેન્ડ સામેની સીરીઝમાં ભારતનો ક્લીન સ્વીપ થયો હતો, જ્યારે ઇંગ્લેન્ડ સામેની 5 મેચોની સીરીઝમાં ભારતે 0-4 થી હારનો સામનો કરવો પડ્યો હતો.

4 / 5
જોકે, ઝિમ્બાબ્વેના મેદાન પર ભારતનો ઇતિહાસ ખૂબ જ સારો રહ્યો છે. ભારતે આ પહેલાં ઝિમ્બાબ્વેના ચારેય પ્રવાસોમાં T20 સીરીઝ જીતી છે. હવે 5મા પ્રવાસમાં પણ ભારતીય ટીમ પોતાની વિજયી કૂચ ચાલુ રાખીને અય્યરની કપ્તાનીમાં પ્રથમ જીત નોંધાવવા માટે મેદાનમાં ઉતરશે.

5 / 5

રોહિત શર્માની વાત પર નહોતો ભરોસો, હવે માંગી માફી: સંજુ સેમસને હિટમેનને લઈને કર્યો મોટો ખુલાસો

Follow Us
મેન્સ સલૂનમાં પહોંચી 'રશિયન મહિલા'...! વીડિયો થયો વાયરલ

સુરતમાં ભારે વરસાદથી જળબંબાકાર: NDRF તૈનાત, NH-48 પર ટ્રાફિકજામ

'બંટવારા 1947'નું પહેલું ગીત 'કહાં ચલે ગયે હો રામ' રિલીઝ

ભારે વરસાદથી રેલવે વ્યવહાર ખોરવાયો, ટ્રેનો રદ થતાં મુસાફરો હેરાન

નવસારીમાં પાલિકા દ્વારા 2 હજાર ફૂડ પેકેટ બનાવવાની કામગીરી શરૂ

નવસારીમાં પૂર્ણાના પૂરનુ એલર્ટ, નદીકાંઠાના 10 વિસ્તારોને સાબદા કરાયા

બીલીમોરા શહેર પાણીમાં ગરકાવ, 25 થી વધુ લોકોનું રેસ્ક્યૂ - જુઓ Video

દક્ષિણ ગુજરાતની નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ

કોથળામાંથી બિલાડું નીકળ્યું, ઘુમામાં ગાડી નીચે દીપડો નહી પરંતુ બિલાડી

વલસાડમાં આભ ફાટ્યું! 24 કલાકમાં 15.63 ઇંચ વરસાદ, શહેર બન્યું જળમગ્ન

g clip-path="url(#clip0_868_265)">