AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs ZIM: જોરદાર બર્થડે કનેક્શન… ભારતીય ક્રિકેટમાં પહેલીવાર આવું બન્યું, બે બોલરોનો અનોખો રેકોર્ડ

ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચેની T20 શ્રેણીની પહેલી મેચમાં એક અનોખી સિદ્ધિ જોવા મળી હતી. યુવા ફાસ્ટ બોલર મયંક યાદવ અને અશોક શર્માએ એક ખાસ સિદ્ધિ હાંસલ કરી હતી. ખાસ વાત એ છે કે આવું ક્રિકેટ ઈતિહાસમાં માત્ર ત્રીજી વાર અને ભારતીય ક્રિકેટમાં પહેલીવાર થયું હતું.

IND vs ZIM: જોરદાર બર્થડે કનેક્શન... ભારતીય ક્રિકેટમાં પહેલીવાર આવું બન્યું, બે બોલરોનો અનોખો રેકોર્ડ
Ashok Sharma & Mayank YadavImage Credit source: PTI
| Updated on: Jul 24, 2026 | 6:08 PM
Share

ટીમ ઈન્ડિયાએ ઝિમ્બાબ્વે સામેની ત્રણ મેચની T20I શ્રેણીની શાનદાર જીત સાથે શરૂઆત કરી. શ્રેણીની પહેલી મેચ ભારતીય ક્રિકેટ માટે મહત્વપૂર્ણ રહી. આ મેચમાં ફાસ્ટ બોલર મયંક યાદવ લગભગ બે વર્ષની રાહ જોયા પછી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પાછો ફર્યો, જ્યારે યુવા ફાસ્ટ બોલર અશોક શર્માને તેની ડેબ્યૂ કેપ મેળવવાની સુવર્ણ તક મળી. જોકે, મેચ દરમિયાન, બંને બોલરોએ મેદાનમાં ઉતરતા જ એક અનોખો રેકોર્ડ બનાવ્યો, જે ભારતીય ક્રિકેટ ઇતિહાસમાં પહેલાં ક્યારેય જોવા મળ્યો ન હતો.

17 જૂન, 2002 અને જન્મદિવસનું કનેક્શન

ઝિમ્બાબ્વે સામેની આ T20 મેચમાં મયંક યાદવ અને અશોક શર્માએ નવા બોલથી ઈનિંગની શરૂઆત કરી. આ જોડીનું સૌથી ખાસ કનેક્શન એ હતું કે બંને બોલરોનો જન્મ એક જ દિવસે, 17 જૂન, 2002 ના રોજ થયો હતો. ભારતીય આંતરરાષ્ટ્રીય ક્રિકેટના ઈતિહાસમાં આ પહેલીવાર છે કે એક જ તારીખે અને એક જ વર્ષમાં જન્મેલા બે બોલરોએ એક જ ઈનિંગમાં નવા બોલથી ભારત માટે બોલિંગની શરૂઆત કરી હોય.

વિશ્વ ક્રિકેટમાં આવું ફક્ત ત્રીજી વખત બન્યું

આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પણ આવું ફક્ત ત્રીજી વખત બન્યું હતું. આ પહેલા 2023 માં, સમોઆ અને ફિજી વચ્ચેનીમાં સમોઆના ટાઇમજેન રાપી અને મેથ્યુ ફાટિયાએ આ મેચમાં બોલિંગની શરૂઆત કરી હતી અને આ બંને બોલરોનો જન્મ 30 ઓગસ્ટ, 2003 ના રોજ થયો હતો. ચિલીના એડવર્ડ ટેલર અને ગિલેર્મો અબુર્ટોએ પણ 2023 માં આવી જ સિદ્ધિ હાંસલ કરી હતી. બંનેની જન્મ તારીખ 29 ફેબ્રુઆરી, 1984 હતી.

બંને ખેલાડીઓનું પ્રદર્શન કેવું રહ્યું?

આ મેચમાં મયંક યાદવે શાનદાર બોલિંગ કરી હતી. તેણે પોતાની ચાર ઓવરમાં માત્ર 18 રન આપ્યા અને બે બેટ્સમેનોને આઉટ કર્યા હતા. તેણે મેચના પહેલા જ બોલ પર એક વિકેટ પણ લીધી હતી. જ્યારે અશોક શર્માએ પોતાની ચાર ઓવરમાં માત્ર 29 રન આપ્યા પણ તેણે વિકેટ ન મળી. બોલરોના દમદાર પ્રદર્શનના દમ પર ભારતે ઝિમ્બાબ્વેને 20 ઓવરમાં 125 રન પર રોકી દીધું અને બાદમાં ભારતે 13.2 ઓવરમાં લક્ષ્ય હાંસલ કરી મેચ જીતી લીધી હતી.

IND vs ZIM: ફિફ્ટી બાદ વૈભવ સૂર્યવંશીએ કેમ બનાવ્યો ‘A’ સાઈન? જાણો આ ખાસ સેલિબ્રેશનનું રહસ્ય

Follow Us
g clip-path="url(#clip0_868_265)">