Breaking News: અમદાવાદ-બગોદરા હાઈવે પાણીમાં ગરકાવ, સૌરાષ્ટ્ર તરફ જતા વાહનચાલકોને અપાયુ ડાયવર્ઝન- Video
ભારે વરસાદને કારણે અમદાવાદ-બગોદરા હાઈવે પાણીમાં ગરકાવ થયો છે, જેનાથી વાહનવ્યવહાર સંપૂર્ણપણે ઠપ્પ થયો છે. બગોદરા-સનાથલ હાઈવે બંને તરફથી બંધ કરાયો છે. વાહનચાલકોને ધોલેરા એક્સપ્રેસ વે અથવા વિરમગામ-સુરેન્દ્રનગર થઈને વૈકલ્પિક માર્ગ અપનાવવાની અપીલ કરાઈ છે
અમદાવાદ-બગોદરા હાઈવે પાણીમાં ગરકાવ થયો છે. ભારે વરસાદને કારણે બાવળા-સરખેજ હાઈવે પર વાહનવ્યવહાર પ્રભાવિત થયો છે. સરી પાટીયા નજીક રોડ પર પાણી ભરાતા અવરજવર અટકી છે. મેલડી માતા મંદિર પાસે ગેલોપ્સ ઈન્ડસ્ટ્રીયલ પાર્કમાં પાણી ભરાયા છે. બગોદરાથી અમદાવાદ જવા ધોલેરા એક્સપ્રેસ વે નો ઉપયોગ કરવા અપીલ કરાઈ છે. પોલીસે વાહનચાલકોને વૈકલ્પિક માર્ગ અપનાવવા સૂચન કર્યુ છે. પાણી ભરાયેલા રસ્તાઓ પર ન જવા પોલીસે અપીલ કરી છે. બિનજરૂરી મુસાફરી ટાળવા પણ લોકોને તાકીદ કરાઈ છે.
બગોદરા-સનાથલ હાઈવે બંને સાઈડ બંધ
બીજી તરફ રાજકોટથી અમદાવાદ આવતા કે અમદાવાદથી રાજકોટ જતા લોકોને સનાથલ સર્કલ થી એક્સપ્રેસ વે પકડીને વેજલકા થઈને જઈ શકશે. રાજકોટ જવા માટે વિરમગામ તરફનું પણ ડાયવર્ઝન અપાયુ છે. જે લોકો સીધા આગળ જવા માગતા હોય તેઓ વિરમગામ અને સુરેન્દ્રનગરનો રસ્તો પકડીને ત્યાંછી નીકળી શકશે. આ ડાયવર્ઝન ને કારણે વાહનચાલકોને 40 થી 50 કિલોમીટરનું અંતર વધુ કાપવુ પડશે. ભારે વરસાદને પગલે એકસાઈડ 6 થી 7 ફુટ જેટલા પાણી ભરાયા છે. જેના કારણે સનાથલ હાઈવે બંને તરફથી બંધ કરાયો છે.
અમદાવાદથી રાજકોટ જતાં- આવતા વાહનચાલકોને અપાયુ ડાયવર્ઝન
આ અંગે SP ઓમ પ્રકાશ જાટે જણાવ્યુ કે હાલ પૂરતો બગોદરાથી સનાથલ સુધીનો હાઈવે બંને બાજુથી બંધ કરાયો છે અને પાણીમાં ફસાયેલા વાહનોને બહાર કાઢવામાં આવી રહ્યા છે. જ્યાં સુધી પાણી ઓસરે નહીં ત્યાં સુધી વાહનવ્યવહાર માટે કામચલાઉ ડાયવર્ઝન અપાયુ છે.
Input Credit- Arvind Thakor- Bagodara
અમદાવાદના બિલિયોનેર સ્ટ્રીટ વિસ્તારમાં કમરસમા પાણીમાં ઉતરી મુખ્યમંત્રીએ સ્થિતિની કરી સમીક્ષા- જુઓ Video
Breaking News: અમદાવાદ-બગોદરા હાઈવે પાણીમાં ગરકાવ, અપાયુ ડાયવર્ઝન
વરસાદથી વલસાડની વરવી સ્થિતિ, DyCM હર્ષ સંઘવીએ કરી સમીક્ષા
પાટણમાં ચાલુ વરસાદે તંત્ર રોડ ખોદીને પાણીના નિકાલની વ્યવસ્થા કરવા બેઠુ
બનાસકાંઠાના ભાભરમાં મેઘતાંડવ! 10 ઈંચ વરસાદથી પાણીમાં ગરકાવ થયું ગામ

