BSNL લાવ્યું 180 દિવસનો સૌથી સસ્તો પ્લાન ! ખાનગી કંપનીઓના ઉડ્યા હોશ, જાણો અહીં કિંમત
હવે BSNL એ 180 દિવસ સુધી ચાલતો પ્લાન લાવીને હલચલ મચાવી દીધી છે. જો તમે લાંબી વેલિડિટી સાથેનો પ્લાન શોધી રહ્યા છો તો આ તમારા માટે શ્રેષ્ઠ વિકલ્પ બની શકે છે.

ભારત સંચાર નિગમ લિમિટેડ એટલે કે BSNL ટેલિકોમ ઉદ્યોગમાં સૌથી સસ્તી રિચાર્જ પ્લાન પ્રદાન કરતી કંપની છે. જો તમે પણ તમારા મોબાઈલમાં BSNL સિમનો ઉપયોગ કરો છો તો તમારા માટે સારા સમાચાર છે. ખાનગી કંપનીઓના મોંઘા રિચાર્જ પ્લાનમાંથી ગ્રાહકોને રાહત આપવા માટે BSNL સતત નવા પ્લાન લાવી રહ્યું છે. હવે કંપનીએ લાંબી વેલિડિટી સાથે વધુ એક શાનદાર પ્લાન રજૂ કર્યો છે.

Jio, Airtel અને Viના ભાવ વધારા પછી BSNL સતત ચર્ચામાં છે. તેની પાછળનું એક મુખ્ય કારણ કંપનીના રિચાર્જ પ્લાન છે જે ઓછી કિંમતે લાંબી વેલિડિટી ઓફર કરે છે. અને તેના કારણે માત્ર થોડા મહિનામાં લાખો લોકો BSNL સાથે જોડાયા છે. ત્યારે હવે કંપની 180 દિવસની લાંબી વેલિડિટી વાળો પ્લાન લાવી છે

તમને જણાવી દઈએ કે BSNL પાસે લાંબી વેલિડિટીવાળા ઘણા પ્લાન છે. BSNL પાસે તેના વપરાશકર્તાઓ માટે ઉત્તમ રિચાર્જ પ્લાન છે જે 70 દિવસ, 90 દિવસ, 150 દિવસ, 160 દિવસ, 336 દિવસ, 365 દિવસ અને 425 દિવસ સુધી ચાલે છે. હવે BSNL એ 180 દિવસ સુધી ચાલતો પ્લાન લાવીને હલચલ મચાવી દીધી છે. જો તમે લાંબી વેલિડિટી સાથેનો પ્લાન શોધી રહ્યા છો તો આ તમારા માટે શ્રેષ્ઠ વિકલ્પ બની શકે છે.

તમને જણાવી દઈએ કે BSNLના પોર્ટફોલિયોમાં 180 દિવસ એટલે કે સંપૂર્ણ 6 મહિનાની વેલિડિટી ઓફર કરી રહી છે. માત્ર એક રિચાર્જ કરાવી તમે 180 દિવસ માટે રિચાર્જના ટેન્શનમાંથી મુક્ત થઈ જશો. BSNL તેના વપરાશકર્તાઓને તમામ સ્થાનિક અને STD નેટવર્ક માટે અમર્યાદિત કૉલિંગ ઑફર કરે છે.

તમને જણાવી દઈએ કે આ પ્લાનમાં ફ્રી કોલિંગ અને ડેટાની સાથે તમને દરરોજ 100 ફ્રી SMS પણ મળે છે. તે સાથે 90GB ડેટા મળે છે. ડેટા લિમિટ પૂરી થયા પછી પણ તમે ઇન્ટરનેટનો ઉપયોગ કરી શકશો, પરંતુ આ દરમિયાન તમને 40Kbpsની સ્પીડ મળશે. હવે આ પ્લાનની કિંમતની વાત કરીએ તો 897 રુપિયા છે, ત્યારે 900થી પણ ઓછી કિંમતમાં માત્ર BSNL કંપની છે જે 6 મહિનાનો રિચાર્જ પ્લાન ઓફર કરી રહ્યું છે
દરેક વ્યક્તિ પોતાના ફોનમાં રિચાર્જ પ્લાન કરાવે છે કારણ કે રિચાર્જ વગર ના તો તે કોઈ સાથે ફોન પર વાત કરી શકે છે ના તે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી શકે છે ત્યારે યુઝર્સ સસ્તા અને બજેટ ફ્રેન્ડલી પ્લાન વિશે જાણવા માંગતા હોય છે ત્યારે આવા સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

































































