BSNLની હોળી-ધૂળેટી ધમાકા ઓફર ! 2GB ડેટા સાથે 14 મહિનાની વેલિડિટી, જાણો કિંમત
BSNL 12 મહિનાની વેલિડિટીના ઘણા પ્લાન ઓફર કરે છે હવે તે જ પ્લાનમાં વધારો કરીને 14 મહિનાની વેલિડિટી વાળો પ્લાન લોન્ચ કર્યો છે. આ પ્લામાં 14 મહિના એટલે કે 425 દિવસની વેલિડિટી અમર્યાદિત કોલિંગ અને ફ્રી નેશનલ રોમિંગ તેમજ ડેટા અને મેસેજનો પણ લાભ મળશે.

BSNL એ તેના 9 કરોડથી વધુ યુઝર્સ માટે હોળી-ધૂળેટીની ધમાકા ઓફરની જાહેરાત કરી છે. આ ઓફર હેઠળ કંપનીએ રિચાર્જ પ્લાનમાં પહેલા કરતા વધુ વેલિડિટી આપશે. આ સિવાય BSNL હોળીના અવસર પર વધુ ઑફર્સ આપી શકે છે.

છેલ્લા કેટલાક મહિનામાં, સરકારી ટેલિકોમ કંપનીએ ખાનગી ઓપરેટરોને સખત પડકાર આપ્યો છે અને લાંબી માન્યતા સાથે સસ્તા રિચાર્જ પ્લાન ઓફર કર્યા છે. ત્યારે હવે 14 મહિનાની વેલિડિટી વાળો સૌથી સસ્તો પ્લાન કંપની લઈને આવી છે.

BSNL 12 મહિનાની વેલિડિટીના ઘણા પ્લાન ઓફર કરે છે હવે તે જ પ્લાનમાં વધારો કરીને 14 મહિનાની વેલિડિટી વાળો પ્લાન લોન્ચ કર્યો છે. આ પ્લાનમાં 14 મહિના એટલે કે 425 દિવસની વેલિડિટી અમર્યાદિત કોલિંગ અને ફ્રી નેશનલ રોમિંગ તેમજ ડેટા અને મેસેજનો પણ લાભ મળશે.

BSNLના આ રિચાર્જ પ્લાનમાં યુઝર્સને દરરોજ 2GB હાઇ સ્પીડ ડેટા અને 100 ફ્રી SMS મળે છે. આ પ્લાનમાં કુલ 850GB ડેટા આપવામાં આવી રહ્યો છે, જે સમગ્ર વેલિડિટી સમયગાળા દરમિયાન યુઝર્સને ઉપલબ્ધ રહેશે. આ સિવાય કંપની BiTVનું ફ્રી સબસ્ક્રિપ્શન અને ઘણી OTT એપ્સની ફ્રી એક્સેસ પણ આપી રહી છે.

આ પ્લાન ખાસ કરીને એવા યુઝર્સ માટે બનાવવામાં આવ્યો છે જેઓ લાંબી વેલિડિટી, ડેટા અને મનોરંજન સુવિધાઓ એકસાથે ઇચ્છે છે. આ પ્લાનની કિંમતની વાત કરીએ તો તે રૂ. 2,399 છે એટલે કે તમને આટલા રુપિયામાં 14 મહિના કોઈ પણ જાતનું રિચાર્જ નહીં કરાવવું પડે.

BSNL એ તેના નેટવર્કને બહેતર બનાવવા માટે 1 લાખ નવા 4G ટાવર સ્થાપિત કરવાની યોજના બનાવી છે, જે વર્ષના પ્રથમ છ મહિનામાં સમગ્ર દેશમાં સ્થાપિત કરવામાં આવશે. અત્યાર સુધીમાં, કંપનીએ 65,000 થી વધુ 4G ટાવર્સને જીવંત કર્યા છે, અને બાકીના ટાવર પણ આગામી થોડા મહિનામાં સક્રિય થઈ જશે.
દરેક વ્યક્તિ પોતાના ફોનમાં રિચાર્જ પ્લાન કરાવે છે કારણ કે રિચાર્જ વગર ના તો તે કોઈ સાથે ફોન પર વાત કરી શકે છે ના તે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી શકે છે ત્યારે યુઝર્સ સસ્તા અને બજેટ ફ્રેન્ડલી પ્લાન વિશે જાણવા માંગતા હોય છે ત્યારે આવા સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

































































