AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સોમનાથમાં બીચ વોલીબોલ સ્પર્ધા, ખેડા, ગાંધીનગર અને ગીર સોમનાથના ખેલાડીઓએ રંગ રાખ્યો

પ્રસિદ્ધ યાત્રાધામ સોમનાથમાં ચોપાટી પર અંડર 14, અંડર, 17 અને અંડર 19 બીચ વોલીબોલ સ્પર્ધા યોજાઈ હતી. સોમનાથ આવતા યાત્રિકોએ પણ બીચ વોલીબોલ સ્પર્ધાને રસપૂર્વક નિહાળી હતી. બીચ વોલીબોલ સ્પર્ધામાં ગુજરાતના વિવિધ જિલ્લાની ટીમોના ખેલાડીઓએ શ્રેષ્ઠ રમત દર્શાવી હતી. બહેનોમાં ગીર સોમનાથ, જૂનાગઢ અને ભાઈઓમાં ખેડા અને ગાંધીનગર ગ્રામ્યની ટીમ વિજેતા રહી હતી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 08, 2023 | 6:05 PM
Share
રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગરના સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત હસ્તકના જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, ગીર સોમનાથ દ્વારા તા.03 નવેમ્બર 2023 થી તા.07 નવેમ્બર 2023 સુધી રાજ્ય કક્ષાની બીચ વોલીબોલ સ્પર્ધાનું આયોજન સોમનાથ ચોપાટી પર કરવામાં આવ્યું હતું. જેમાં અલગ અલગ વયજૂથ મુજબ ભાઈઓ તેમજ બહેનોની સ્પર્ધામાં ગુજરાતના વિવિધ જિલ્લાની ટીમોએ પોતાની રમતનું શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું. સોમનાથ ફરવા આવતા યાત્રાળુઓએ પણ રસપૂર્વક ખેલાડીઓની રમત નિહાળી હતી.

1 / 5
આ બીચ વોલીબોલ સ્પર્ધામાં અન્ડર – 19 વયજૂથમાં  બહેનોમાં અનુક્રમે ગીર સોમનાથ પ્રથમ, ગાંધીનગર ગ્રામ્ય બીજા, જૂનાગઢ ગ્રામ્યની ટીમ ત્રીજા નંબરે વિજેતા થઇ છે. તેમજ ભાઈઓમાં ખેડા પ્રથમ, બીજા નંબરે સુરત શહેર અને કચ્છની ટીમ ત્રીજા નંબરે વિજેતા થઇ હતી.

2 / 5
અન્ડર – 14 વયજૂથમાં  બહેનોમાં અનુક્રમે જૂનાગઢ ગ્રામ્ય પ્રથમ, ગીર સોમનાથ બીજા, ગાંધીનગર ત્રીજા નંબરે વિજેતા થઇ છે. તથા ભાઈઓમાં ગાંધીનગર ગ્રામ્ય પ્રથમ, જૂનાગઢ ગ્રામ્ય બીજા નંબરે અને ભાવનગર શહેરની ટીમ ત્રીજા નંબરે વિજેતા થઇ હતી.

3 / 5
અન્ડર – 17 વયજૂથમાં  બહેનોમાં અનુક્રમે જૂનાગઢ ગ્રામ્ય પ્રથમ નંબરે, ગાંધીનગર ગ્રામ્ય બીજા નંબરે અને ગીર સોમનાથની ટીમ ત્રીજા નંબરે વિજેતા બની હતી.

4 / 5
આ સ્પર્ધાને સફળ બનાવવા ગુજરાત રાજ્ય વોલીબોલ એસોસીએશન, જિલ્લા વ્યાયામ શિક્ષક સંઘ, ગીર સોમનાથ વોલીબોલ એસોસિએશન તથા સોમનાથ ટ્રસ્ટનો ખુબ સહયોગ રહ્યો હતો અને જિલ્લા રમત ગમત અધિકારીનાં માર્ગદર્શન તથા જિલ્લા રમત વિકાસ અધિકારીનાં સહકારથી આ સ્પર્ધા સુપેરે સંપન્ન થઇ હતી.

5 / 5
g clip-path="url(#clip0_868_265)">