Morbi : વાંકાનેર નગરપાલિકામાં ભાજપને બહુમતી, 25માંથી 15 બેઠક પર મળી ભવ્ય જીત, જુઓ Video
મોરબી વાંકાનેર નગરપાલિકામાં ભાજપને બહુમતી મળી છે. 11 બેઠક પર ભાજપની બિનહરિફ જીત થઈ હતી. જ્યારે વોર્ડ નંબર 2ની ચાર બેઠરો પર ભાજપની જીત થતા 28માંથી 15 બેઠકો પર ભાજપનો ભગવો લહેરાયો છે.
રવિવારે યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની મતગણતરી આજે હાથ ધરવામાં આવી છે. જેના પગલે કેટલીક બેઠકો પર પરિણામ જાહેર પણ થઈ ગયા છે. મોરબી વાંકાનેર નગરપાલિકામાં ભાજપને બહુમતી મળી છે. 11 બેઠક પર ભાજપની બિનહરિફ જીત થઈ હતી. જ્યારે વોર્ડ નંબર 2ની ચાર બેઠરો પર ભાજપની જીત થતા 28માંથી 15 બેઠકો પર ભાજપનો ભગવો લહેરાયો છે.
વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણીની પ્રતિક્રિયા પણ સામે આવી છે. ધારાસભ્યએ જણાવ્યું છે કે છેલ્લા 25 વર્ષથી ભાજપની જીત થાય છે.સરકાર દ્વારા મોકલવામાં આવતા રુપિયા મોકલે તો તેનો યોગ્ય ઉપયોગ કરવામાં આવે છે. આ સાથે જ તેમણે જણાવ્યું કે જે દિવસ મારી હાજરીમાં ભાજપની હાર થશે તે દિવસે રાજકારણ છોડી દઈશ.
જામનગર-કાલાવડ નગરપાલિકામાં કોંગ્રેસનો ગઢ તૂટ્યો
જામનગર-કાલાવડ નગરપાલિકામાં કોંગ્રેસનો ગઢ તૂટ્યો છે, આઝાદી પછી પ્રથમ વખત વોર્ડ નંબર 5 માં ભાજપનો વિજય થયો છે. લઘુમતી બહુમતી વિસ્તારમાં ભાજપની પેનલનો વિજય થયો.

Rajkot : દિવાલની આરપાર જોઈ શકાય તેવા ચશ્મા આપવાનું કહી પડાવ્યા 70 લાખ

ખનીજ માફિયાઓ સાથે DySPનો સંપર્ક સામે આવતા ચકચાર

કુડસદ GIDCમાં ઓઈલ ટેન્કમાં આગ લાગ્યા બાદ થયો બ્લાસ્ટ

Kutch : 7 લાખની લૂંટના કેસમાં ફરિયાદી જ આરોપી હોવાનો ઘટસ્ફોટ !
