TVથી સીધા હોલીવુડમાં એન્ટ્રી ! મિશન ઈમ્પોસિબલ 8ના સેટ પરથી અવનીત કૌરે ટોમ ક્રૂઝ સાથેના શેર કર્યા ફોટો
હોલિવૂડમાં અવનીત કૌરની એન્ટ્રીના સમાચાર આવતા જ ચાહકો ખુશ થઈ ગયા હતા. લોકો અવનીત કૌરને સતત અભિનંદન આપી રહ્યા છે. લોકો કહી રહ્યા છે કે અવનીત કૌરે ટીવીની દુનિયામાં ગૌરવ અપાવ્યું છે.

મિશન ઈમ્પોસિબલ 8ને લઈને એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ટોમ ક્રૂઝની આ ફિલ્મના સેટ પરથી કેટલીક તસવીરો લોકોનું ધ્યાન ખેંચી રહી છે. આ તસવીરોમાં ટીવી એક્ટ્રેસ અવનીત કૌર ટોમ ક્રૂઝ સાથે પોઝ આપતી જોવા મળી રહી છે. તસવીરોમાં અવનીત કૌર બ્લેક એન્ડ વ્હાઇટ લુકમાં પરફેક્ટ લાગી રહી છે. આ ફિલ્મનો ભવ્ય સેટ અવનીત કૌરની પાછળ દેખાઈ રહ્યો છે, ચાહકો અવનીત કૌરની આ સિદ્ધિ જોઈ વખાણ કરી રહ્યા છે.

આ તસવીરમાં અવનીત કૌર ટોમ ક્રૂઝ સાથે પોઝ આપતી જોવા મળી રહી છે. તસવીરમાં ટોમ ક્રૂઝ બ્લેક લુકમાં જોવા મળી રહ્યો છે જ્યારે અવનીત કૌર પણ તેને ટક્કર આપી રહી છે. અવનીત કૌર સેટ પર ટોમ ક્રૂઝ સાથે ઘણી વાતો કરતી જોવા મળી હતી. અવનીત કૌરનો આત્મવિશ્વાસ જોઈને ચાહકો ચોંકી ગયા છે.

હોલિવૂડમાં અવનીત કૌરની એન્ટ્રીના સમાચાર આવતા જ ચાહકો ખુશ થઈ ગયા હતા. લોકો અવનીત કૌરને સતત અભિનંદન આપી રહ્યા છે. લોકો કહી રહ્યા છે કે અવનીત કૌરે ટીવીની દુનિયામાં ગૌરવ અપાવ્યું છે. એવું માનવામાં આવે છે કે અવનીત કૌરે ટીવીથી બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો અને હવે તે હોલીવુડ પર પ્રભુત્વ જમાવવા માટે સંપૂર્ણપણે તૈયાર છે.

અવનીત કૌરે તેની પોસ્ટ પર લખ્યું, હું હજી પણ મારી જાતને સમજાવવાનો પ્રયાસ કરી રહી છું કે મને મિશન ઈમ્પોસિબલ 8ના સેટ પર જવાનો મોકો મળ્યો. અહીં મારી મુલાકાત ટોમ ક્રૂઝ સાથે થઈ.અવનીત કૌરની પોસ્ટે હલચલ મચાવી દીધી છે. એટલું જ નહીં, વરુણ ધવને પણ અવનીત કૌરની પોસ્ટ પર પ્રતિક્રિયા આપી છે.

યુઝર્સ માની રહ્યા છે અવનિત આ ફિલ્મમાં કામ કરી રહી છે પણ સત્ય એ છે કે અવનિત ફિલ્મમાં કામ કરી રહી છે તેને લઈને હજુ સુધી કોઈ એવી માહિતી સામે આવી નથી. તેને તમામ સેટ પર જવાની તક મળી. તક મળતાની સાથે જ અવનીત કૌરે ટોમ ક્રૂઝ સાથે ક્લિક કરેલા ફોટોઝ શેર કર્યા છે.

































































