Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad: 500 વર્ષથી વધારે જુનો ‘હસ્તી બીબીનો ગોખલો’, જાણો તેનો રોચક ઈતિહાસ, જુઓ Photos

Hasti Bibi No Gokhlo Photos: કહેવાય છે કે અંદાજે 500 વર્ષથી પણ વધારે જુના આ ગોખલાની અંદર દિવસ અને રાત એક દીવો ચાલતો જોવા મળશે. અહીં ગુરુવારના દિવસનું વિશેષ મહત્વ છે.

Divyang Bhavsar
| Edited By: | Updated on: May 29, 2023 | 7:43 PM

આજે આપણે વાત કરીશું એક એવી જગ્યા વિશે જે જગ્યા પર જો બિમાર બાળક જાય તો તે વગર દવા કે સારવાર વગર સાજુ થઈ જાય છે તેવી માન્યતા છે આ સ્થળને "હસ્તી બીબી ના ગોખલા" તરીકે ઓળખવામાં આવે છે. અમદાવાદ કાલુપુર સ્વામિનારાયણ મંદિર રોડ પર આવેલો છે, આ હસ્તી બીબીનો ગોખલો, તમે આ રસ્તા પરથી પસાર થાવ ત્યારે તમારી નજર લીલા રંગની દીવાલ અને સફેદ પથ્થરથી બનાવેલા નાના એવા ગોખલા પર જરૂર જશે.

1 / 5
કહેવાય છે કે અંદાજે 500 વર્ષથી પણ વધારે જુના આ ગોખલાની અંદર દિવસ અને રાત એક દીવો પ્રજ્વલિત રહે છે. અહીં ગુરુવારના દિવસનું વિશેષ મહત્વ છે. હિન્દુ મુસ્લિમ બધા જ સાથે મળી હસ્તી બીબીને ઈબાદત કરે છે, ગુરૂવારના દિવસે જલેબી ચડાવવાનો મહિમા રહેલો છે, સાથે ડમરો અને ગુલાબના ફૂલ અને અગરબત્તી પણ લોકો ચઢાવે છે.

2 / 5
આ હસ્તી બીબી કોણ હશે તેમનું નામ હસ્તી બીબી કેમ હશે, અહીંની દેખરેખ કરતા કાસમ ભાઈએ કહ્યું કે હસ્તી બીબી "હજરત શેખ બિન અબુદુલ્લાહ" કેજે એક સૂફી સંતના પરિવારના સભ્ય હતા. માન્યતા અનુસાર તેમને અલ્લાહ દ્વારા વરદાન મળેલું કે જે કોઈ પણ ચિંતા લઈને તેમની પાસે આવશે, તેની બધી જ ચિંતા દૂર થઈ જશે.

3 / 5
હસ્તી બીબીના ચહેરા પર હંમેશા સ્મિત રહેતું, તેમનો પવિત્ર સ્વભાવ અને તેમની શક્તિના કારણે તેઓ જે પણ બાળક બિમાર આવે તેના માથે હાથ મુકતા અને થોડાક જ દિવસોમાં તે બાળક હસતું રમતું થઈ જતું, તેમણે ક્યારેય પણ ધર્મમાં ભેદભાવ નહોતો રાખ્યો, હિન્દુ હોય કે મુસ્લિમ બધા જ તેમની પાસે જતા.

4 / 5
માતા પિતા બિમાર બાળકને લઈ અહીં આવે છે, બિમાર બાળક ગોખલાની અંદર એક દીવો હોય છે જેને જોવે છે અને થોડાક જ દિવસમાં તેની તકલીફ ઠીક થઈ જાય છે. હસ્તી બીબીનું નામ તો તેમના સ્મિતના કારણે જ પડ્યું છે પણ તેમનું આ સ્મીત અસંખ્ય બાળકોના સ્મિતનું કારણ છે જેમની બાધા પૂરી થાય છે તેઓ અહીં જલેબી ચઢાવે છે સાથે ડમરો અને ગુલાબના ફૂલ અને અગરબત્તી પણ ધરાવે છે. હસ્તી બીબીના ગોખલાની શ્રદ્ધાની વાત કરીએ તો આજે પણ લોકો અહીં આવે છે અને તેમનું કહેવું છે કે હસ્તી બીબી આજે પણ તેમના કામ પૂરા કરે છે.

5 / 5
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">