Breaking News: Adani Groupના આ શેરમાં 20%નો મોટો ઉછાળો, જાણો શું છે કારણ
અદાણી પાવરનો શેર 20% વધીને તેની ઉપરની સર્કિટ પર પહોંચ્યો. આ તેજીનું સૌથી મોટું કારણ સેબી (સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા) દ્વારા હિન્ડનબર્ગ કેસમાં અદાણી ગ્રુપને ક્લીન ચીટ આપવામાં આવી હતી.

સોમવારે અદાણી ગ્રુપના શેરમાં જોરદાર તેજી જોવા મળી, જેમાં અદાણી પાવરનો શેર 20% વધીને તેની ઉપરની સર્કિટ પર પહોંચ્યો આ સાથે અદાણી ટોટલ ગેસના શેરમાં પણ શેરમાં 20%નો ઉછાળો જોવા મળ્યો છે. આ તેજીનું સૌથી મોટું કારણ સેબી (સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા) દ્વારા હિન્ડનબર્ગ કેસમાં અદાણી ગ્રુપને ક્લીન ચીટ આપવામાં આવી હતી.

PTI અનુસાર, સેબીની તપાસમાં સ્ટોકમાં હેરાફેરી કે અનિયમિતતાનો કોઈ પુરાવો મળ્યો નથી, જેના કારણે રોકાણકારોના સેન્ટિમેન્ટમાં નોંધપાત્ર ફેરફાર થયો છે. ચાલો જોઈએ કે કયા શેરમાં કેટલો વધારો થયો અને બજાર આગળ શું અપેક્ષા રાખે છે.

જાન્યુઆરી 2023માં અમેરિકી શોર્ટસેલર રિસર્ચ કંપની હિન્ડનબર્ગની અદાણી ગ્રુપને લઈને રિપોર્ટ જાહેર કરાયો હતો ત્યારથી લઈને અત્યાર સુધી 2.5 વર્ષ બાદ પણ આદાણી ગ્રુપની કોઈ કંપનીમાં એક જ દિવસમાં 20%નો અપર સર્કિટ કદાચ લાગ્યો હશે. આજે પહેલી વાર અડાણી ટોટલ ગેસ લિમિટેડ આજે 20%નો અપરક સર્કિટ લાગ્યો 3,34,00000થી વધ રનું વોલ્યુમ ડ્રેટ થયું અને પ્રાઈસ 656 રુ ખુલી 3 વાગ્યા સુધી ને 781ની પાર જતો રહ્યો છે.

એક જ દિવસમા કરોડોની સંખ્યામાં ATGLના શેર ખરીદવાનો મતલબ છે આ કંપનીમાં હવે અગાળવા થોડો દિવસોમાં ભારે તેજી જોવા મળી શકે છે કેમ કે 781ના ભાવ પર 3 કરોડથી વધારેના શેર ખરીદવા માટે અરબો રુપિયા ઈન્વેસ્ટ કર્યા હશે જે FII કે DII લગાવી શકે છે અને FII કે DII કોઈ કંપનીમાં એક જ દિવસમાં અરબો રુપિયા ત્યારે જ લગાવે છે જ્યારે થોડા દિવસોમાં આ કંપનીના શેરમાં મોટી રેલીની સંભાવના જણાતી હોય .

અદાણી ગ્રુપની કંપનીઓમાં અદાણી પાવરમાં સૌથી મોટો ઉછાળો જોવા મળ્યો, જે 20% વધીને ₹170.15 થયો. આ ઉપરાંત, અન્ય કંપનીઓએ પણ સારું પ્રદર્શન કર્યું

અદાણી ટોટલ ગેસ આજે 20 % વધ્યો, અદાણી ગ્રીન એનર્જી 8.12% વધ્યો, અદાણી એનર્જી સોલ્યુશન્સ: 5.67% વધ્યો જ્યારે અદાણી એન્ટરપ્રાઇઝ 4% વધ્યો, NDTV 3.51% વધ્યો તેમજ અંબુજા સિમેન્ટ અને એસીસી 2% વધ્યો.

તેના તપાસ રિપોર્ટમાં, સેબીએ હિન્ડનબર્ગ દ્વારા લગાવવામાં આવેલા આરોપોને પાયાવિહોણા ગણાવ્યા. સેબીએ જણાવ્યું હતું કે સ્ટોક મેનીપ્યુલેશન અને નાણાકીય અનિયમિતતાના આરોપોને સમર્થન આપવા માટે કોઈ નક્કર પુરાવા મળ્યા નથી.

તાંબુ એક મહત્વપૂર્ણ ધાતુ છે જેનો ઉપયોગ ઇલેક્ટ્રોનિક્સ, નવીનીકરણીય ઉર્જા અને કૃત્રિમ બુદ્ધિમત્તા જેવા ક્ષેત્રોમાં વ્યાપકપણે થાય છે. માંગ મજબૂત રહી, પરંતુ પુરવઠાના આંચકાને કારણે ભાવમાં વધારો થયો.
Gold Price Today: નવરાત્રીની શરુઆતની સાથે જ સોનાનો ભાવ વધ્યો, જાણો 22 અને 24 કેરેટની કિંમત, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો
