Gold Price Today: નવરાત્રીની શરુઆતની સાથે જ સોનાનો ભાવ વધ્યો, જાણો 22 અને 24 કેરેટની કિંમત
નવરાત્રીની શરુઆત થઈ છે અને સોનું ખરીદવા માંગતા લોકો એ ઘરની બહાર નીકળતા પહેલા સોનાનો ભાવ જાણી લેવો જોઈએ. આજે માર્કેટ ખુલતા જ સોનાના ભાવમાં થોડો વધારો નોંધાયો છે. ત્યારે ચાલો જાણીએ આજે તમારા શહેરમાં સોનાનો ભાવ કેટલો વધ્યો છે.

આજથી નવરાત્રીની શરુઆત થઈ છે અને સોનું ખરીદવા માંગતા લોકો એ ઘરની બહાર નીકળતા પહેલા સોનાનો ભાવ જાણી લેવો જોઈએ. આજે માર્કેટ ખુલતા જ સોનાના ભાવમાં થોડો વધારો નોંધાયો છે. ત્યારે ચાલો જાણીએ આજે તમારા શહેરમાં સોનાનો ભાવ કેટલો વધ્યો છે.

દિલ્હીમાં 22 સપ્ટેમ્બરના રોજ 10 ગ્રામ સોનાના ભાવમાં સહેજ વધઆો નોંધાયો છે. આજે દિલ્હીમાં 24 કેરેટ સોનાનો ભાવ 1,12,390 રૂપિયા પર છે. જ્યારે 22 કેરેટનો ભાવ 1,02,940 રૂપિયા પર છે.

હાલમાં, મુંબઈ, ચેન્નાઈ અને કોલકાતામાં 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 1,02,790 રૂપિયા છે, જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ 1,12,140 રૂપિયા છે.

આ સાથે અમદાવાદ, સુરત, રાજકોટ, અને વડોદરામાં 22 કેરેટ સોનાનો ભાવ ₹1,02,840 રૂપિયા છે. 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 1,12,140 પર પહોંચી ગયો છે.

અન્ય કિંમતી ધાતુ ચાંદીની વાત કરીએ તો આજે ચાંદીના ભાવમાં પણ વધારો નોંધાયો છે. આજે ચાંદીનો ભાવ 1,34,100 પ્રતિ કિલોના ભાવે પહોંચ્યો છે.

એકંદરે, સ્થાનિક બજારમાં ઓછી માંગને કારણે સોનાના ભાવમાં ઘટાડો થયો છે, જ્યારે વૈશ્વિક ભાવ ઊંચા સ્તરની નજીક રહ્યા. બીજી તરફ, સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય બંને બજારોમાં ચાંદીમાં વધારો જોવા મળ્યો છે.

નિષ્ણાતો કહે છે કે જે રીતે છેલ્લા કેટલાક દિવસોથી સોનાના ભાવ સતત ઘટી રહ્યા છે અને વધી રહ્યા છે, તે જોતાં એવો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે ટૂંક સમયમાં સોનાનો ભાવમાં ઘટાડો થઈ શકે છે.
ભારતના દરેક ઘરમાં સોનું અને ચાંદી અવશ્ય જોવા મળે છે લોકોનો સોના-ચાંદીને ઘરના દરેક શુભ પ્રસંગે ખરીદતા હોય છે, ત્યારે રોજનો સોના-ચાંદીનો ભાવ જાણવા અહીં ક્લિક કરો
