આરોગ્ય ક્ષેત્રે ગુજરત સરકારનો મહત્વનો નિર્ણય, સૌરાષ્ટ્રની સૌથી મોટી સરકારી હોસ્પિટલનું કરોડોના ખર્ચે થશે નવીનીકરણ
સૌરાષ્ટ્રની સૌથી મોટી ગુરૂ ગોવિંદસિંહજી સરકારી હોસ્પીટલને નવીનીકરણ કરાશે. વર્ષો જુની ઈમારત પાડીને અંદાજેે રૂ. 550 કરોડથી વધુનો ખર્ચ કરીને નવી હોસ્પીટલ તૈયાર કરાશે. તબક્કાવાર વિભાગને પાડીને નવા બનાવાશે. સૌરાષ્ટ્રભરના દર્દીઓ માટે સવલતોમાં થશે વધારો. ગુજરાત સરકારનો આ એક મહાત્વનો નિર્ણય સાબિત થાય છે.


સૌરાષ્ટ્રની સૌથી મોટી હોસ્પીટલ ગુરૂ ગોવિંદસિંહજી હોસ્પીટલ જામનગરમાં આવેલી છે. આશરે 9 દાયકા જુની બીલ્ડીંગને પાડીને નવી બીલ્ડીંગ બનાવાશે. કચ્છથી ગીર-સોમનાથ સુધીના સૌરાષ્ટ્રના મોટાભાગના જીલ્લામાં દર્દીઓ જીજી હોસ્પીટલમાં સારવારનો લાભ મેળવે છે. હોસ્પીટલમાં દૈનિક અંદાજે 3 હજારથી વધુ દર્દીઓ આવે છે.

હોસ્પીટલમાં દર્દીઓને વર્ષોથી ન્યુરોલોજીસ્ટ ન હોવાથી દર્દીઓ પરેશાન થતા. તે માટે સ્થાનિક કક્ષાએ અનેક રજુઆત થતા સરકારે દ્રારા તેની ભરતી કરીને હોસ્પીટલમાં બાકી રહેતી સવલતો આપી. સાથે ધ્યાને આવ્યુ કે વર્ષો જુની ઈમારત જર્જરીત હાલતમાં છે. હોસ્પીટલની આધુનિકતા સાથે નવીનીકરણ કરવાની મંજુરી આપી છે. કુલ 550 કરોડનો પ્રોજેકટ મંજુર કર્યો છે.

દેવભુમિદ્રારકા, પોરબંદર, મોરબી, ક્ચ્છ, રાજકોટ, જુનાગઢ, ગીરસોમનાથી સહીતના જીલ્લાઓના દર્દીઓ જામનગરની સરકારી હોસ્પીટલમાં સારવાર લે છે. મોટી હોસ્પીટલમાં થતી નાની-મોટી અગવડતા અંગે ધારાસભ્ય દિવ્યેશ અકબરીએ રાજયસરકારને ધ્યાને મુકતા દર્દીઓના હિતમાં નિર્ણય લેવામાં આવ્યો. હોસ્પીટલમાં ધટતી સુવિધા આપવા અને નવીનીકરણ કરવાની મંજુુરી રાજયસરાકરે આપી.

જીજી હોસ્પીટલના વિવિધ વિભાગોને તબકકાવાર પાડીને ત્યાં નવી બીલ્ડીંગ બનાવશે. હાલ હોસ્પીટલની સાથે હોસ્ટેલ બનાવવાની કામગીરી ચાલુ છે. ટુંક સમયમાં બાળકોની હોસ્પીટલનો વિભાગની બીલ્ડીંગ પાડીને ત્યાં નવી બીલ્ડીંગ બનશે. રાજયસરકાર દ્રારા જામનગરની સરકારી હોસ્પીટલને નવીનીકરણ કરીને દર્દીઓની સવલતોમાં વધારો કરાશે.

જીજી હોસ્પીટલમાં છેલ્લા દોઢ વર્ષથી MRI મશીન ન હતુ. થોડા સમય પહેલા રાજય સરકાર દ્રારા 11 કરોડનુ આધુનિક MRI મશીન મુકવામાં આવ્યુ. તો લાંબા સમયથી ન્યુરો સર્જન તબીબ ના હોવાથી અન્ય શહેર કે ખાનગી હોસ્પીટલમાં દર્દીઓને જવુ પડતુ ખાસ ઈમરન્જસી વખતે દર્દીઓને મુશકેલી થતી. જે દુર થાય તે માટે ધારાસભ્ય દિવ્યેેશ અકબરી દ્રારા રાજય સરકારમાં રજુઆત કરાતા આ માટે રાજયસરકાર દ્રારા જીજી હોસ્પીટલમાં ન્યુરો સર્જન મુકીને તે દર્દીઓને સવલતો વધારી.

550 કરોડના ખર્ચે નવી હોસ્પીટલ બનાવવાની મંજુરી આપી. તબક્કાવાર તેનુ કામ શરૂ કરાયુ. હોસ્પીટલમાં પ્રથમમાં મેઈન બીલ્ડીંગની પાછળ આવેલી બાળકોની હોસ્પીટલ, પ્રસુતા વિભાગની બીલ્ડીંગ પાડીને નવી બનશે. બાદ અન્ય ભાગમાં કામગીરી કરાશે. લાલ બીલ્ડીંગથી ઓળખાતી ઈમારતને પ્રથમ તબકકામાં સમાવેશ કરાયો છે. જે માટે ટુંક સમયમાં ટેન્ડરની પ્રક્રિયા કરાશે. અને ટુંક સમયમાં તે માટેની કામગીરી શરૂ કરાશે.

































































