Mouni Roy એ બ્લેક કલરની શોર્ટ ડ્રેસમાં મચાવ્યો કેર, ફોટોઝ જોઈને નજર હટાવવી મુશ્કેલ
બોલિવૂડ એક્ટ્રેસ મૌની રોય (Mouni Roy) ઘણીવાર પોતાના ફોટો શેર કરીને લાઈમલાઇટમાં રહે છે. તાજેતરમાં, અભિનેત્રી બ્લેક કલરના શોર્ટ ડ્રેસમાં જોવા મળી હતી. ફોટામાં મૌની ખૂબ જ બોલ્ડ અને આકર્ષક લાગી રહી છે.

મૌની રોય સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે, તે હંમેશાં તેમના ફોટા અને વીડિયો શેર કરતી રહે છે. અભિનેત્રીએ તાજેતરમાં ઇન્સ્ટાગ્રામ પર કેટલાક ફોટા શેર કર્યા છે. અભિનેત્રી આ ફોટોઝમાં ખૂબ જ હોટ અને ગ્લેમરસ લાગી રહી છે. આ તસ્વીરોમાં મૌની બ્લેક કલરના શોર્ટ ડ્રેસમાં જોવા મળી રહી છે.

મૌનીએ ઘણા પોઝ આપ્યા છે. આ શોર્ટ ડ્રેસમાં મૌની તેમની સ્લિમ અને ફીટ બોડીને ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે. આ ડ્રેસમાં વેલ્વેટ ફેબ્રિકનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જેને સિક્વિન્સ અને મેટલિક થ્રેડ્સની એમ્બ્રોઇડરી કરવામાં આવી છે. આ આઉટફિટમાં ડીપ નેકલાઇન આપવામાં આવી છે જે આ ડ્રેસના સ્ટાઇલ સ્ટેટમેન્ટને સંપૂર્ણ રીતે કોમ્પ્લીમેન્ટ કરે છે.

મૌનીએ આ ડ્રેસ સાથે બ્લેક કલરની સ્ટ્રેપી હીલ્સ કૈરી કરી છે. ઓલ બ્લેક લુકમાં મૌની જબરદસ્ત સુંદર લાગી રહી છે.

અભિનેત્રીએ આ ડ્રેસ સાથે ગ્લેમ ટોન્ડ મેકઅપ કરતી વખતે આંખોમાં બોલ્ડ લુક આપ્યો છે. આની સાથે ન્યુડ લિપસ્ટિક લગાવી અને વાળ ખુલ્લા રાખ્યા છે.

મૌની આજકાલ દુબઈમાં છે. અભિનેત્રી ઘણીવાર સોશિયલ મીડિયા પર બોલ્ડ અને બ્યૂટીફુલ તસ્વીરો શેર કરતી રહે છે.