AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

T20 WC Breaking : અમદાવાદમાં ધોનીની ધમાકેદાર એન્ટ્રી, ‘થાલા-થાલા’ના નાદથી ગુંજશે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ

T20 વર્લ્ડ કપ 2026ની ફાઇનલને હવે થોડા જ કલાકો બાકી છે અને ક્રિકેટ ચાહકોમાં ઉત્સાહ છે. ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં થનારી આ ટક્કર પહેલા મહેન્દ્ર સિંહ ધોની શહેરમાં પહોંચતા જ ચાહકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે. સોશિયલ મીડિયામાં ‘થાલા-થાલા’ના નાદ સાથેનો વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

T20 WC Breaking : અમદાવાદમાં ધોનીની ધમાકેદાર એન્ટ્રી, ‘થાલા-થાલા’ના નાદથી ગુંજશે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ
DhoniImage Credit source: X
| Updated on: Apr 02, 2026 | 5:38 PM
Share

T20 વર્લ્ડ કપ 2026ની ફાઇનલ પહેલા અમદાવાદમાં ક્રિકેટનો માહોલ ગરમાયો છે. ભારતીય ટીમ અને ન્યુઝીલેન્ડ વચ્ચે થનારી મહત્વપૂર્ણ મેચ પહેલા પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની અમદાવાદ પહોંચતા જ ચાહકોમાં અનોખો ઉત્સાહ જોવા મળ્યો છે. એરપોર્ટ અને શહેરના અલગ-અલગ સ્થળોએ ચાહકો ‘ધોની-ધોની’ અને ‘થાલા-થાલા’ના નાદ સાથે તેમનું સ્વાગત કરતા નજર આવ્યા હતા.

ધોનીનું અમદાવાદમાં આગમન

ધોનીનું અમદાવાદમાં આગમન થતાં જ તેનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયો છે. હજારો ચાહકો તેને એક ઝલક જોવા માટે ઉમટી પડ્યા હતા. ધોનીની લોકપ્રિયતા આજે પણ એટલી જ છે કે જ્યાં પણ તે દેખાય છે ત્યાં ફેન્સનો મોટો જમાવડો જોવા મળે છે. ‘થાલા ફોર અ રીઝન’ જેવા શબ્દો ફરી એકવાર સોશિયલ મીડિયામાં ટ્રેન્ડ બન્યા છે.

થાલા ફોર અ રીઝન

આ પહેલાં મુંબઈમાં રમાયેલી ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની સેમિફાઇનલ મેચ પણ સ્ટાર્સથી ભરપૂર રહી હતી. ધોની પોતાની પત્ની સાક્ષી સાથે સ્ટેડિયમમાં મેચ જોવા પહોંચ્યો હતો. મેચ દરમિયાન કેમેરો જ્યારે ધોની તરફ ગયો ત્યારે સ્ટેડિયમમાં બેઠેલા ચાહકો ‘ધોની-ધોની’ના નાદ સાથે ગુંજી ઉઠ્યા હતા.

સેલિબ્રિટીઓનો જમાવડો

સેમિફાઇનલ મેચમાં બોલીવૂડના અનેક જાણીતા ચહેરાઓ પણ હાજર રહ્યા હતા. અભિનેતા રણબીર કપૂર, આલિયા ભટ્ટ, વરુણ ધવન અને અનિલ કપૂર સહિત ઘણા સેલિબ્રિટીઓએ ટીમ ઇન્ડિયાને સપોર્ટ કર્યો હતો. ક્રિકેટ જગતમાંથી કેએલ રાહુલ અને રોહિત શર્મા પણ સ્ટેન્ડમાં હાજર રહી ટીમની જીતનો આનંદ માણતા નજર આવ્યા હતા.

ધોનીની કેપ્ટન્સીમાં પહેલો T20 વર્લ્ડ કપ જીત્યો

ભારત માટે T20 વર્લ્ડ કપનું ખાસ મહત્વ છે, કારણ કે 2007માં મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટન્સીમાં ટીમ ઇન્ડિયાએ પ્રથમ વખત આ ટૂર્નામેન્ટ જીતી હતી. પાકિસ્તાન સામેની એ ઐતિહાસિક ફાઇનલ આજે પણ ક્રિકેટ ચાહકોને યાદ છે. હવે સૂર્યકુમાર યાદવની આગેવાની હેઠળની ટીમ પર ફરી એકવાર ઇતિહાસ રચવાની જવાબદારી છે.

નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ફાઈનલ

જોકે આ ફાઇનલમાં ભારત સામે ન્યુઝીલેન્ડ છે અને આ ટીમ સામે T20 વર્લ્ડ કપમાં ભારતનો રેકોર્ડ સારો નથી. અત્યાર સુધી બંને ટીમો ત્રણ વખત સામસામે આવી છે અને ત્રણેય વખત ભારતને હાર મળી છે. તેમ છતાં ચાહકોને આશા છે કે ટીમ ઇન્ડિયા આ વખતે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ઇતિહાસ બદલીને ટ્રોફી પોતાના નામે કરશે.

T20 WC Breaking : ‘ઈચ્છું છું કે ભારત T20 વર્લ્ડ કપ ફાઇનલ હારી જાય’…દિગ્ગજ ખેલાડીનું ચોકાવનારું નિવેદન

Follow Us
અમદાવાદમા બ્રાન્ડેડ વસ્તુઓના નામે નકલી પ્રોડક્ટ્સ બનાવતુ ગોડાઉન ઝડપાયુ
અમદાવાદમા બ્રાન્ડેડ વસ્તુઓના નામે નકલી પ્રોડક્ટ્સ બનાવતુ ગોડાઉન ઝડપાયુ
ગુજરાતમાં હજુ એક સપ્તાહ સુધી ગરમીમાંથી નહીં મળે રાહત
ગુજરાતમાં હજુ એક સપ્તાહ સુધી ગરમીમાંથી નહીં મળે રાહત
ભાલ પંથકમાં બે- બે મહિનાથી પાણી નથી આવતુ , છતા તંત્ર નીંદ્રાધીન- Video
ભાલ પંથકમાં બે- બે મહિનાથી પાણી નથી આવતુ , છતા તંત્ર નીંદ્રાધીન- Video
મુંબઈમાં વરસાદનું આગમન, ગુજરાતમાં ક્યારે મળશે ગરમીથી રાહત!
મુંબઈમાં વરસાદનું આગમન, ગુજરાતમાં ક્યારે મળશે ગરમીથી રાહત!
મહિલા ખેલાડીઓ સાથે કબડ્ડી રમતા દેખાયા મંત્રી 'મનસુખ માંડવિયા'
મહિલા ખેલાડીઓ સાથે કબડ્ડી રમતા દેખાયા મંત્રી 'મનસુખ માંડવિયા'
અમદાવાદનો મેડિકલનો વિદ્યાર્થી જ્યોર્જિયામાં ગુમ થતા પરિવાર ચિંતિત
અમદાવાદનો મેડિકલનો વિદ્યાર્થી જ્યોર્જિયામાં ગુમ થતા પરિવાર ચિંતિત
છોટાઉદેપુર તાલુકા પંચાયતની જીતમાં ભાન ભૂલ્યા સાંસદ ?
છોટાઉદેપુર તાલુકા પંચાયતની જીતમાં ભાન ભૂલ્યા સાંસદ ?
દેવભૂમિ દ્વારકામાં ગેરકાયદે ડીઝલનો મોટો જથ્થો જપ્ત! જુઓ Video
દેવભૂમિ દ્વારકામાં ગેરકાયદે ડીઝલનો મોટો જથ્થો જપ્ત! જુઓ Video
CNG, પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાથી સ્કૂલ વર્ધીની રિક્ષા, વાન થશે મોંઘી ?
CNG, પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાથી સ્કૂલ વર્ધીની રિક્ષા, વાન થશે મોંઘી ?
વાલીઓને મોટો ઝટકો! સ્કૂલ વાન અને રિક્ષા ભાડા વધવાની શક્યતા-Video
વાલીઓને મોટો ઝટકો! સ્કૂલ વાન અને રિક્ષા ભાડા વધવાની શક્યતા-Video
g clip-path="url(#clip0_868_265)">