AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: કુલદીપ યાદવે ભાવિ પત્ની સાથે કર્યો ડાન્સ, યુઝવેન્દ્ર ચહલે લૂંટી લીધી મહેફિલ

14 માર્ચે ભારતના સ્ટાર સ્પિનર કુલદીપ યાદવના લગ્ન થવાના છે. લગ્ન પહેલા 13 માર્ચે કુલદીપ યાદવના હલ્દી અને સંગીત સમારોહ યોજાયો હતો, જેમાં કુલદીપ-વંશિકાની સાથે ચહલ અને અન્ય મહેમાનોએ મજેદાર ડાન્સ કર્યો હતો. જેના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે.

Breaking News:  કુલદીપ યાદવે ભાવિ પત્ની સાથે કર્યો ડાન્સ, યુઝવેન્દ્ર ચહલે લૂંટી લીધી મહેફિલ
Kuldeep Yadav weddingImage Credit source: X/INSTAGRAM
| Updated on: Mar 13, 2026 | 8:22 PM
Share

કુલદીપ યાદવના લગ્ન સમારોહની શરૂઆત થઈ ચૂકી છે, અને તેના ઘણા મિત્રો અને ભારતીય ક્રિકેટરો હાજરી આપવા માટે દહેરાદૂન પહોંચ્યા છે. કુલદીપ યાદવ તેની બાળપણની મિત્ર વંશિકા સાથે લગ્ન કરી રહ્યો છે. કુલદીપ વંશિકાના લગ્ન 14 માર્ચે થવાના છે. એ પહેલા હલ્દી અને સંગીત સમારોહ 13 માર્ચે યોજાયો હતો, જેના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે.

કુલદીપ-વંશિકાનો ડાન્સ

સંગીત સમારોહમાં કુલદીપ યાદવે તેની ભાવિ પત્ની વંશિકા સાથે ડાન્સ કર્યો. કુલદીપ અને વંશિકાતો દિલ ખોલીને નાચ્યા, સાથે યુઝવેન્દ્ર ચહલ અને લગ્નના અન્ય મહેમાનોએ પણ લગાવ્યા ઠુમકા. કુલદીપ યાદવે માત્ર તેની ભાવિ પત્ની સાથે જ નહીં, પરંતુ તેના મિત્ર ચહલ સાથે પણ કર્યો ડાન્સ.

ચહલે કુલદીપના ચરણ સ્પર્શ કર્યા

સંગીત ઉપરાંત, હલ્દી સમારંભનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં યુઝવેન્દ્ર ચહલ કુલદીપ યાદવ અને વંશિકાને હલ્દી લગાવતો જોવા મળી રહ્યો છે. ચહલે કુલદીપ યાદવ અને વંશિકા બંનેના ચહેરા અને હાથ પર હલ્દી લગાવી હતી. હલ્દી સમારંભ દરમિયાન, ચહલે કુલદીપ યાદવના પગ પણ સ્પર્શ કર્યા અને હાથ જોડી નમસ્તે કર્યું.

લગ્નમાં પહોંચ્યા ભારતીય ક્રિકેટના જાણીતા ચહેરાઓ

યુઝવેન્દ્ર ચહલ ઉપરાંત, ઘણા અન્ય ભારતીય ક્રિકેટરોએ પણ કુલદીપ યાદવ અને વંશિકાના લગ્નમાં હાજરી આપી છે, જેમાં રિંકુ સિંહ, ભુવનેશ્વર કુમાર અને પીયૂષ ચાવલા જેવા નામોનો સમાવેશ થાય છે. ટીમ ઈન્ડિયાના ફિલ્ડિંગ કોચ ટી. દિલીપ પણ કુલદીપના લગ્ન માટે દેહરાદૂન પહોંચ્યા છે.

Breaking News: અજિંક્ય રહાણેએ છોડી KKR ની કપ્તાની? IPL 2026 પહેલા રાજીનામાની પોસ્ટ વાયરલ

Follow Us
દ્વારકા: ખંભાળિયાના વોર્ડ નંબર 2 માં પાણીની સમસ્યા બની વિકરાળ
દ્વારકા: ખંભાળિયાના વોર્ડ નંબર 2 માં પાણીની સમસ્યા બની વિકરાળ
સુરતમાં લક્ઝરી બસો પર RTOનો સપાટો, 55 ચલણ, 5 બસ ડિટેન
સુરતમાં લક્ઝરી બસો પર RTOનો સપાટો, 55 ચલણ, 5 બસ ડિટેન
ઉત્તર ગુજરાતની જીવાદોરી ગણાતા ધરોઈ ડેમમાં માત્ર 51% પાણી- જુઓ Video
ઉત્તર ગુજરાતની જીવાદોરી ગણાતા ધરોઈ ડેમમાં માત્ર 51% પાણી- જુઓ Video
અમદાવાદમાં બેફામ ડમ્પરો બન્યા 'યમદૂત', 5 વર્ષમાં લીધા 270 લોકોના જીવ
અમદાવાદમાં બેફામ ડમ્પરો બન્યા 'યમદૂત', 5 વર્ષમાં લીધા 270 લોકોના જીવ
ટ્રેન પર કરોળિયાની જેમ ચોંટેલા મુસાફરોનો વીડિયો આવ્યો સામે
ટ્રેન પર કરોળિયાની જેમ ચોંટેલા મુસાફરોનો વીડિયો આવ્યો સામે
મહેસાણા: વરસાદે વિરામ લીધાના એક મહિના બાદ પણ અંડરપાસ પાણીમાં ગરકાવ
મહેસાણા: વરસાદે વિરામ લીધાના એક મહિના બાદ પણ અંડરપાસ પાણીમાં ગરકાવ
અમરેલીમાં ₹634 કરોડના સાયબર કૌભાંડનો પર્દાફાશ - જુઓ Video
અમરેલીમાં ₹634 કરોડના સાયબર કૌભાંડનો પર્દાફાશ - જુઓ Video
જૂનાગઢ જિલ્લા શિક્ષણ તાલીમ ભવનમાં દીપડાના આંટાફેરા
જૂનાગઢ જિલ્લા શિક્ષણ તાલીમ ભવનમાં દીપડાના આંટાફેરા
આસારામની જામીન અરજી ના મંજૂર કરતી હાઈકોર્ટ
આસારામની જામીન અરજી ના મંજૂર કરતી હાઈકોર્ટ
Breaking News : અમદાવાદ એરપોર્ટ પર કસ્ટમ વિભાગના 4 અધિકારી સસ્પેન્ડ
Breaking News : અમદાવાદ એરપોર્ટ પર કસ્ટમ વિભાગના 4 અધિકારી સસ્પેન્ડ
g clip-path="url(#clip0_868_265)">