AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શ્રાવણ માસ

શ્રાવણ માસ

હિંદુ ધર્મમાં શ્રાવણ માસને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. ભગવાન શિવની ઉપાસના અને તેમના આશીર્વાદ મેળવવા માટે શ્રાવણ મહિનો શ્રેષ્ઠ માનવામાં આવે છે. ભગવાન મહાદેવની ઉપાસના માટે શ્રાવણ મહિનો ખૂબ જ ફળદાયી છે. એવી ધાર્મિક માન્યતા છે કે ભગવાન શિવજીને શ્રાવણ મહિનો સૌથી પ્રિય છે, તેથી શિવભક્તો આતુરતાથી રાહ જુએ છે. આ મહિનામાં કરવામાં આવેલી પૂજાથી વ્યક્તિને વિશેષ ફળ મળે છે.

ધાર્મિક માન્યતાઓ અનુસાર ભગવાન શિવ રુદ્ર રૂપમાં સમગ્ર સૃષ્ટિનું સંચાલન કરે છે. એવું માનવામાં આવે છે કે માતા પાર્વતીએ ભગવાન શિવને તેમના પતિ તરીકે મેળવવા માટે કઠોર તપસ્યા કરી હતી. તેથી શ્રાવણ મહિનામાં જ ભગવાન શિવે માતા પાર્વતીને પત્ની તરીકે સ્વીકારવાનું વરદાન આપ્યું હતું. તેથી આ મહિનો ભગવાન શિવને ખૂબ જ પ્રિય માનવામાં આવે છે.

શ્રાવણ મહિનામાં મહાદેવની વિશેષ પૂજા કરવામાં આવે છે. આ મહિનામાં ભગવાન શિવને જળ અર્પણ કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે શ્રાવણ મહિનામાં ભોલેનાથ પોતાના ભક્તો પર માત્ર એક ઘડા પાણીથી પ્રસન્ન થઈ જાય છે અને તેમના ભક્તોની તમામ મનોકામનાઓ પૂર્ણ કરે છે. પવિત્ર કાવડ યાત્રા દર વર્ષે શ્રાવણ માસમાં કરવામાં આવે છે. એવું કહેવાય છે કે શિવલિંગ પર કાવડ યાત્રા દરમિયાન લાવવામાં આવેલા જળનો અભિષેક કરવાથી કાવડીઓના તમામ દુ:ખનો નાશ થાય છે અને તેમને ઈચ્છિત ફળ મળે છે.

Read More

Jamnagar Shravani Mela: શ્રાવણી મેળામાં સલામતી સર્વોપરી, ફાયર વિભાગે રાઈડ્સમાં ફાયર સેફ્ટીની ચકાસણી કરી

જામનગરના શ્રાવણી મેળામાં ફાયર વિભાગે 13 રાઈડ્સમાં ફાયર સેફ્ટી વ્યવસ્થાની તપાસ હાથ ધરી છે. પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે રાઈડ્સ સંચાલકોને જરૂરી ફાયર સેફ્ટીના સાધનો રાખવા અને ફાયર NOC મેળવવા સૂચના અપાઈ છે.

પવિત્ર શ્રાવણ માસમાં રસ્તા પર પડેલા પૈસા મળવા શુભ કે અશુભ ? જાણો તેને ખર્ચવા કે શું કરવા . . .

પવિત્ર શ્રાવણ માસ દરમિયાન રસ્તે ચાલતી વખતે અચાનક પડેલા સિક્કા કે નોટો દેખાઈ જાય ત્યારે મનમાં અનેક સવાલો ઊભા થાય છે. શું આ માતા લક્ષ્મી અને ભગવાન શિવની કૃપાનો સંકેત છે કે પછી કોઈ બીજો ઈશારો?

Sanatan Sanskruti: મહાભારત કાળના 5 રહસ્યમી શિવ મંદિર, જે કળિયુગ આજે પણ છે જાગૃત

Sanatan Sanskruti: મહાભારત કાળના 5 એવા રહસ્યમય શિવ મંદિરો વિશે જાણો, જે પાંડવો દ્વારા સ્થાપિત કરવામાં આવ્યા હતા અને આજે પણ જાગૃત અવસ્થામાં છે. શ્રાવણ માસમાં વિશેષ મહત્વ ધરાવતા આ મંદિરો સાથે જોડાયેલા અદ્ભુત ચમત્કારો વિજ્ઞાન માટે પણ એક કોયડો છે. પાંડવોએ અજ્ઞાતવાસ અને વનવાસ દરમિયાન શિવજીની આરાધના કરી યુદ્ધવિજય માટે અને ગુમાવેલુ રાજ્ય પરત મેળવવા માટે જપ-તપ અને અનુષ્ઠાન કર્યા હતા.

શ્રાવણ માસમાં શા માટે બંધ થઈ જાય છે નોન-વેજ ? જાણો ચિકન-મટન છોડવા પાછળનું શું છે અસલી સત્ય અને ધાર્મિક માન્યતાઓ!

શું શ્રાવણમાં માસ ખાવાથી ખરેખર બીમાર પડીવાય છે કે પછી આ માત્ર એક જૂની ધાર્મિક માન્યતા છે? ભગવદ્ ગીતા, શિવપૂજાથી લઈને ચોમાસામાં ફૂડ પોઈઝનિંગના વિજ્ઞાન સુધી - નોન-વેજ છોડવા પાછળનું સાચું કારણ જાણીને તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો!

શિવલિંગ પર આવેલા 7 પ્રમુખ સ્થાન શું દર્શાવે છે? દરેક સ્થાનનું જાણો મહત્વ

શિવલિંગના વિવિધ અંગો અને સ્થાનોનું સુંદર વર્ણન ભગવાન શિવના પરિવાર અને બ્રહ્માંડીય સ્વરૂપને દર્શાવે છે. આ પવિત્ર સંરચનામાં માતા પાર્વતી, શ્રીગણેશ, શ્રીકાર્તિકેય અને અન્ય દેવી દેવતાનો વાસ હોય છે.

ભગવાન શંકરજીના ત્રીજી આંખનું શું છે રહસ્ય! શા માટે ત્રીજી આંખ ખુલતાં જ થાય છે વિનાશ? જાણો કારણ

ભગવાન શંકરજીના ત્રીજા નેત્ર વિશે ઘણી વાતો કહેવામાં આવે છે. મહાભારતની કથા અનુસાર, ભગવાન શિવજીનું ત્રીજું નેત્ર શક્તિ અને ઉર્જાનું પ્રતીક છે. જે તેમની ભૌતિક આંખો કરતાં ઘણું ઊંચું છે. શંકરનું ત્રીજું નેત્ર જ્ઞાન અને સત્યનું નેત્ર છે. જે તમામ પ્રકારના અસત્યનો નાશ કરે છે.

નંદીનો જન્મ કેવી રીતે થયો, શિવ મંદિરમાં નંદીની મૂર્તિ શા માટે હોય છે? જાણો શું છે માન્યતા

શિવ મંદિરમાં શિવલિંગની સામે નંદી મહારાજની મૂર્તિ શા માટે હોય છે અને નંદીના કાનમાં પોતાની ઈચ્છા શા માટે કહેવામાં આવે છે? જાણો નંદી મહારાજના જન્મ અને તેઓ ભગવાન શિવના વાહન કેવી રીતે બન્યા તેની શિવપુરાણમાં વર્ણવાયેલી રસપ્રદ કથા.

પુત્રદા એકાદશી સંતાન પ્રાપ્તિ અને સુખ-સમૃદ્ધિ માટે કેમ ખાસ છે ? જાણો ધાર્મિક મહત્ત્વ અને ઉપવાસના નિયમો !

શ્રાવણ પુત્રદા એકાદશી 23 ઓગસ્ટ, 2026 ના રોજ છે. આ ઉપવાસ સંતાન પ્રાપ્તિ, સુખ, શાંતી, સમૃદ્ધિ અને ઉત્તમ સ્વાસ્થ્ય માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે. માન્યતા છે કે, ભગવાન શ્રી હરિ વિષ્ણુની પૂજા કરવાથી દુઃખો દૂર થાય છે.

Breaking News : શ્રાવણના પ્રથમ સોમવારે સોમનાથમાં ભક્તોનું ઘોડાપૂર, ‘હર હર મહાદેવ’ના નાદથી ગૂંજ્યું મંદિર પરિસર

સોમનાથ મંદિરે દર્શન માટે સવારથી જ ભક્તોની લાંબી કતારો જોવા મળી હતી. મંદિર પરિસર ‘હર હર મહાદેવ’ અને ‘જય સોમનાથ’ના નાદથી ગૂંજી ઉઠ્યું હતું. શ્રાવણના પ્રથમ સોમવારને લઈને ભક્તોમાં વિશેષ ઉત્સાહ જોવા મળ્યો હતો.

ભારતમાં ક્યાં આવેલુ છે ‘તાળાવાળા મહાદેવ’ નું મંદિર? શ્રાવણમાં દર્શન માટે ઉમટે ભક્તોની ભીડ

ભારતમાં એક એવુ શિવ મંદિર આવેલુ છે, જ્યાં મંદિરની દીવાલો, જાળીઓ અને આસપાસના પરિસરમાં આપને લાખો તાળા લગાવેલા જોવા મળશે. અહીં લગાવેલુ દરેક તાળુ કોઈને કોઈ શ્રદ્ધાળુની આસ્થા અને વિશ્વાસનું પ્રતિક છે. અનેક ભાવિકો અહીં તાળા પર પોતાનું નામ, સરનામુ અને પોતાની એક વિશિષ્ટ ઓળખ હોય તો એ જરૂર લખાવે છે. જેથી કરીને મનોકામના પૂર્ણ થયા બાદ તેઓ તેના લગાવેલા તાળાને સરળતાથી શોધી શકે.

Nag Panchami 2026: નાગ પંચમીના દિવસે નાગદેવતાની પૂજા શા માટે કરવામાં આવે છે? જાણો પૂજાની વિધિ અને શુભ મુહૂર્ત

હિંદુ પંચાગ અનુસાર પાંચમની તિથિની શરૂઆત 16 ઓગસ્ટે સાંજે 4.51 વાગ્યા થી થશે અને તેનું સમાપન 17 ઓગસ્ટના સાંજે 5 વાગ્યે થશે. હવે આજે આપને જણાવશુ કે હિંદુ ધર્મમાં શા માટે કરવામાં આવે છે નાગદેવતાની પૂજા અને શું હોય છે તેના માટેની પૂજા વિધિ..

શેષનાગથી લઈને વાસુકી સુધી, નાગ પંચમી પર પૂજાતા 8 દિવ્ય નાગ અને તેમના અદ્ભુત રહસ્યો જાણો !

શ્રાવણ માસમાં નાગ પંચમી પર ભગવાન શિવ અને નાગ દેવતાની પૂજા કરવાનું વિશેષ મહત્વ હોય છે. માન્યતા અનુસાર, આ દિવસે આઠ પવિત્ર નાગ દેવતાની પૂજા કરવાથી કુંડળીમાં હાજર કાલસર્પ દોષ દૂર થઈ શકે છે.

કેમ શરૂ થઈ નાગ પંચમી ઉજવવાની પરંપરા ? જાણો તક્ષક નાગ, રાજા પરીક્ષિત અને જન્મેજયના ‘સર્પ યજ્ઞ’ની રોચક કથા

શ્રાવણ માસના શુક્લ પક્ષની પંચમી તિથિએ દર વર્ષે નાગ પંચમી ઉજવવામાં આવે છે. આ પર્વ નાગ દેવતાને સમર્પિત હોય છે અને સમગ્ર દેશમાં શ્રદ્ધા સાથે મનાવવામાં આવે છે. નાગ પંચમી સાથે જોડાયેલી એક પૌરાણિક કથા રાજા પરીક્ષિત, તક્ષક નાગ અને જન્મેજય સાથે સંબંધિત છે.

સોમનાથથી લઈ ઘૃષ્ણેશ્વર સુધી… જાણો 12 પવિત્ર જ્યોતિર્લિંગના પ્રગટ થવા પાછળની પૌરાણિક કથા !

સોમનાથથી લઈ ઘૃષ્ણેશ્વર સુધીના 12 પવિત્ર જ્યોતિર્લિંગ પાછળ અનેક અદ્ભુત પૌરાણિક કથાઓ જોડાયેલી છે. જાણો ભગવાન શિવજીના આ પવિત્ર સ્વરૂપો કેવી રીતે પ્રગટ થયા અને તેમનું ધાર્મિક મહત્ત્વ શું છે.

બીલીપત્રની અદ્ભુત મહિમા, શિવલિંગ પર માત્ર 1 પાંદડું અર્પણ કરવાથી કેમ મળે છે અનંત પુણ્ય? જાણો શું કહે છે જ્યોતિષ

જ્યોતિષ શ્રદ્ધા પંડ્યાના અનુસાર, બિલ્વવૃક્ષને શિવભક્તિમાં વિશેષ પવિત્ર માનવામાં આવેલું છે. જ્યોતિષ અનુસાર, બિલ્વવૃક્ષ નીચે બ્રહ્મભોજન કરાવવાથી વિશેષ પુણ્ય પ્રાપ્ત થાય છે અને શિવભક્તોને ભોજન કરાવવાથી દરિદ્રતા દૂર થવાની માન્યતા છે. આ કારણે શ્રાવણ માસમાં બિલ્વવૃક્ષની પૂજા અને તેની આસપાસ ધાર્મિક અનુષ્ઠાનનું વિશેષ મહત્વ માનવામાં આવેલું છે.

આસારામને 'મોટો ઝટકો', ગુજરાત હાઈકોર્ટે હંગામી જામીન અરજી ફગાવી
આસારામને 'મોટો ઝટકો', ગુજરાત હાઈકોર્ટે હંગામી જામીન અરજી ફગાવી
આજનું રાશિફળ : આજે કઈ રાશિના જાતકને મળશે બિઝનેસમાં મોટા ઓર્ડર
આજનું રાશિફળ : આજે કઈ રાશિના જાતકને મળશે બિઝનેસમાં મોટા ઓર્ડર
વડોદરા સ્વચ્છતા અભિયાન: ₹1.12 કરોડનો દંડ, 121 એકમો સીલ,VMCનો નવો પ્લાન
વડોદરા સ્વચ્છતા અભિયાન: ₹1.12 કરોડનો દંડ, 121 એકમો સીલ,VMCનો નવો પ્લાન
રાજકોટ જેતપુર ખેડૂતોનો જેટકો સામે વિરોધ, પાક નુકસાની સામે વળતરની માંગ
રાજકોટ જેતપુર ખેડૂતોનો જેટકો સામે વિરોધ, પાક નુકસાની સામે વળતરની માંગ
TV9 અહેવાલની અસર: જસદણ રાજકોટ-ભાવનગર હાઈવે પર પૂરાયા ખાડા
TV9 અહેવાલની અસર: જસદણ રાજકોટ-ભાવનગર હાઈવે પર પૂરાયા ખાડા
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ એક્શન મોડમાં, 4 નવા ડિટેક્શન યુનિટ્સ શરૂ કર્યા
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ એક્શન મોડમાં, 4 નવા ડિટેક્શન યુનિટ્સ શરૂ કર્યા
સુરત: નવરાત્રિ પંડાલો માટે ફાયર વિભાગના કડક નિયમો
સુરત: નવરાત્રિ પંડાલો માટે ફાયર વિભાગના કડક નિયમો
ગાંધીનગરના કલોલમાં પાણીની સમસ્યા, તંત્ર પાસે કાયમી ઉકેલની માંગ
ગાંધીનગરના કલોલમાં પાણીની સમસ્યા, તંત્ર પાસે કાયમી ઉકેલની માંગ
સુરત: બાર્બેક્યુ નેશનમાં વાસી ખોરાક મળતાં હોબાળો
સુરત: બાર્બેક્યુ નેશનમાં વાસી ખોરાક મળતાં હોબાળો
યુદ્ધના ફંડિંગ માટે યુક્રેનની સંસદ Porn Industryને કાયદેસર કરશે?
યુદ્ધના ફંડિંગ માટે યુક્રેનની સંસદ Porn Industryને કાયદેસર કરશે?
g clip-path="url(#clip0_868_265)">