AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : નોટબંધીના 9 વર્ષ બાદ અમદાવાદ શહેરમાંથી રૂ. 89 લાખના કિંમતની જૂની ચલણી નોટ ઝડપાઈ

અમદાવાદ શહેરમાંથી 500 અને 1,000ના દરની જૂની ચલણી નોટ ઝડપાઈ છે.નરોડા પોલીસે રૂ.89 લાખ કિંમતની જૂની ચલણી નોટો ઝડપી પાડી છે.તમને જણાવી દઈએ કે 8 નવેમ્બર 2016ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશમાં નોટબંધીની જાહેરાત કરી હતી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 03, 2026 | 12:08 PM
Share

અમદાવાદ શહેરમાં 500 અને 1,000ના દરની જૂની ચલણી નોટ ઝડપાઈ છે. નરોડા પોલીસે રૂ.89 લાખ કિંમતની જૂની ચલણી નોટો ઝડપી પાડી છે.જૂની 1,000ના દરની 4,350 અને 500ના દરની 9,100 નોટ જપ્ત કરવામાં આવી છે. જૂની 1,000ના દરની રૂ.43.50 લાખની જૂની ચલણી નોટ ઝડપાઈ છે. 500ના દરની બંધ થયેલી રૂ.45.50 લાખની જૂની ચલણી નોટ ઝડપી છે. પોલીસે ગેલેક્ષી ચાર રસ્તા પાસેથી જૂની ચલણી નોટ સાથે કાર જપ્ત કરી પોલીસે હાથ ધરી તપાસ હાથ ધરી છે.

નકલી નોટોનો જથ્થો મળી આવ્યો

તમને જણાવી દઈએ કે, થોડા દિવસ પહેલા જ વડોદરા શહેરના સાવલીના આસોજ ગામમાં નકલી નોટના રેકેટનો પર્દાફાશ થયો હતો.એલસીબીની ટીમે દરોડા પાડીને 2 આરોપીઓની ધરપકડ કરી હતી. આરોપીઓ ભાડે મકાન રાખીને દિવસ રાત નકલી નોટો છાપતા હતા. એટલું જ નહી આ આરોપીઓ 50,100 નહી પરંતુ 500 રુપિયાની નકલી નોટો છાપતા હતા. આરોપીઓ પાસેથી મોટી સંખ્યામાં નકલી નોટોનો જથ્થો મળી આવ્યો હતો.

નોટબંધીના 9 વર્ષ

8 નવેમ્બર 2016ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશમાં નોટબંધીની જાહેરાત કરી હતી. આજે 2026માં પણ હજુ જૂની ચલણી નોટો પોલીસ ઝડપી રહી છે. અમદાવાદ શહેરમાંથી 500 અને 1,000ના દરની જૂની ચલણી નોટ ઝડપાઈ છે.નરોડા પોલીસે રૂ.89 લાખ કિંમતની જૂની ચલણી નોટો ઝડપી પાડી છે. 9 વર્ષ પછી પણ પોલીસ જૂની ચલણી નોટો ઝડપી રહી છે.

તમને જણાવી દઈએ કે 8 નવેમ્બર 2016ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશમાં નોટબંધીની જાહેરાત કરી હતી.આ પછી, તે જ દિવસે મધ્યરાત્રિથી દેશમાં 500 અને 1000 રૂપિયાની ચલણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. જો કે આ પછી લોકોને બેંકમાંથી નોટો બદલવાની છૂટ આપવામાં આવી હતી.

અમદાવાદ શહેર ગુજરાત રાજ્યનું સૌથી મોટુ અને વસ્તી પ્રમાણે ભારતનું પાંચમા ક્રમનું શહેર છે. સાબરમતી નદીનાં કિનારે વસેલા અમદાવાદ શહેરની વિશેષતા પણ ખાસ છે.  અહી ક્લિક કરો

ચિંતામાં વધારો થવાની શક્યતા છે, તમારું સ્વાસ્થ્ય સારું રહેશે
ચિંતામાં વધારો થવાની શક્યતા છે, તમારું સ્વાસ્થ્ય સારું રહેશે
સિનેમાથી રિલ્સ સુધી: ગુજરાતી સ્ટાર્સનો ડિજિટલ અવતાર
સિનેમાથી રિલ્સ સુધી: ગુજરાતી સ્ટાર્સનો ડિજિટલ અવતાર
ગુમ બાળકોને લઈ વિમલ ચુડાસમાનો વિધાનસભામાં સરકાર પર પ્રહાર
ગુમ બાળકોને લઈ વિમલ ચુડાસમાનો વિધાનસભામાં સરકાર પર પ્રહાર
બ્રહ્મવિહારી સ્વામીએ નવા BAPS હિન્દુ મંદિરના લોકાર્પણની કરી જાહેરાત
બ્રહ્મવિહારી સ્વામીએ નવા BAPS હિન્દુ મંદિરના લોકાર્પણની કરી જાહેરાત
ગુજરાતમાં ગરમીનું ‘ટોર્ચર’ શરૂ, કાળઝાળ ગરમીમાં નાગરિકો બેહાલ
ગુજરાતમાં ગરમીનું ‘ટોર્ચર’ શરૂ, કાળઝાળ ગરમીમાં નાગરિકો બેહાલ
શરમજનક ! રસ્તા પર ડામર ઓગળતા લોકોના ચંપલ તૂટ્યા
શરમજનક ! રસ્તા પર ડામર ઓગળતા લોકોના ચંપલ તૂટ્યા
ફાઈનલ જીત્યા બાદ કેપ્ટન સૂર્યાએ અડાલજની વાવ ખાતે કરાવ્યુ ફોટોશૂટ
ફાઈનલ જીત્યા બાદ કેપ્ટન સૂર્યાએ અડાલજની વાવ ખાતે કરાવ્યુ ફોટોશૂટ
ગુજરાત સરકારે પ્લેન અને હેલિકોપ્ટર પાછળ કર્યો અધધધ ખર્ચ
ગુજરાત સરકારે પ્લેન અને હેલિકોપ્ટર પાછળ કર્યો અધધધ ખર્ચ
પાટીદાર સમાજને શિક્ષણનો લાભ ન મળતો હોવાનો અગ્રણીઓનો આક્ષેપ- Video
પાટીદાર સમાજને શિક્ષણનો લાભ ન મળતો હોવાનો અગ્રણીઓનો આક્ષેપ- Video
ગોંડલના ગુનેગારોમાં ફફડાટ, અસામાજિકોને ડામવા ગાંધીનગરનુ ગ્રીન સિગ્નલ!
ગોંડલના ગુનેગારોમાં ફફડાટ, અસામાજિકોને ડામવા ગાંધીનગરનુ ગ્રીન સિગ્નલ!
g clip-path="url(#clip0_868_265)">