શ્રાવણમાં કયાં 8 શુભ કાર્યો કરવા જોઈએ? જાણો શિવપૂજાની પાછળના વૈજ્ઞાનિક અને આધ્યાત્મિક કારણ
શ્રાવણ મહિનો આધ્યાત્મિક વિકાસ માટે અનુકુળ છે. આ લેખમાં, નકારાત્મકતા દૂર કરવાના 7 ઉપાયો આપ્યા છે. જે દરેક લોકોએ જાણવા જરૂરી છે.

હમણા શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે, જે ધાર્મિક અને આધ્યાત્મિક દ્રષ્ટિએ ખૂબ જ મહત્વનો ગણાય છે. આ સમયે ભક્તો ભગવાન શિવની આરાધના કરે છે, ઉપવાસ કરે છે અને જલાભિષેક દ્વારા દુઃખો દૂર થાય એ માટે પ્રાર્થના કરે છે. પરંતુ આ મહિનો ફક્ત ધાર્મિક વિધિઓ માટે જ નથી, પણ આંતરિક શુદ્ધિના સંકેતરૂપે પણ જોવાય છે. શ્રાવણમાં નકારાત્મકતાથી મુક્તિ માટે કેટલાક કર્યો કરવા પડશે..

1. વિચારોનો ઉપવાસ : શ્રાવણમાં ઉપવાસ ફક્ત ખાવા-પીવા સુધી મર્યાદિત હોવો જોઈએ નહીં. નકારાત્મક, અસંતુલિત વિચારોમાંથી પણ મુક્તિ લેવી જરૂરી છે. મૌન, ધ્યાન અને સંકલ્પના માધ્યમથી મનને શાંતિભર્યું બનાવો.

2. સાત્વિક આહાર અપનાવો : વરસાદી મોસમમાં પાચનશક્તિ નબળી પડી શકે છે. એવામાં તળેલું, લસણ-ડુંગળીયુક્ત અથવા માંસાહાર ટાળવો યોગ્ય છે. બદલેમાં ફળો, ગાયનું દૂધ અને ઘરમાં બનેલું હલકું ભોજન લેવો વધુ લાભદાયી રહે છે.

3. શિવલિંગ પર જળ ચઢાવવું : શિવલિંગ પર જળ અર્પણ કરવું ક્રોધ, ઈર્ષ્યા, લોભ જેવા દુર્ગુણોનો ત્યાગ કરવાનું પ્રતીક છે. એ સમયે મનમાં સકારાત્મક સંકલ્પ કરવો ખૂબ જ લાભદાયી રહે છે.

4. મંત્ર જાપ અને ધ્યાન : "ૐ નમઃ શિવાય" મંત્રનો જાપ કરવાથી મનમાં એકાગ્રતા અને શાંતિ મળે છે. રોજના જીવનમાં ભલે થોડી મિનિટ માટે, પણ આ મંત્રના જાપ દ્વારા તમે તણાવમુક્ત બની શકો છો.

5. શિવમંત્ર લખવાની પ્રવૃત્તિ : દિવસમાં થોડો સમય કાઢીને શિવમંત્ર લખવાથી પણ તમારું ચિત્ત શાંત બને છે અને નકારાત્મક વિચારો દૂર થાય છે. લેખન દરમ્યાન ભક્તિભાવ રાખવો અને શિવનો સ્મરણ કરવો શ્રેષ્ઠ માનવામાં આવે છે.

6. મૌન ધારણ કરો : શ્રાવણમાં મૌન ધારણ કરવું આવશ્યક છે. તાત્કાલિક પ્રતિક્રિયા આપવાના બદલે વિચારવેલું બોલવું વધુ શ્રેયસ્કારક છે. મૌન તમારા આત્મવિશ્વાસ અને શાંતિ બંનેમાં વૃદ્ધિ કરે છે.

7. સેવા ભાવ પાળવો : ભગવાન શિવ તેમને વધુ પ્રસન્ન થાય છે જેઓ નિઃસ્વાર્થ ભાવથી બીજાની મદદ કરે છે. ગરીબો માટે ભોજન અથવા કપડાની વ્યવસ્થા કરો, વૃક્ષોને પાણી આપો અને પર્યાવરણ માટે પણ સંવેદનશીલ રહો.

8. સવારે વહેલા ઉઠવાની ટેવ બનાવો : આ માસમાં સવારે બ્રહ્મમુહૂર્તમાં ઉઠીને સ્નાન કર્યા પછી ભગવાનની પૂજા કરવી શુભ માનવામાં આવે છે. વહેલું ઉઠવાથી દિવસભર ઉર્જા રહે છે અને મન સ્વસ્થ રહે છે.
આ ટ્રેનના ચમત્કાર બાદ જ નીમ કરોલી બાબા પડ્યું હતું નામ, રસપ્રદ કહાની જાણવા અહીં ક્લિક કરો..
