બ્રહ્મ મુહૂર્તમાં દરરોજ કરો આ ચમત્કારિક મંત્રોનો જાપ, ભાગ્ય બદલાઈ જશે
સનાતન ધર્મમાં બ્રહ્મ મુહૂર્તને અત્યંત પવિત્ર સમય ગણવામાં આવે છે, જે સવારે આશરે 4 થી 5:30 વચ્ચેનો સમય હોય છે. આ અવધિને 'અક્ષય મુહૂર્ત' તરીકે પણ ઓળખવામાં આવે છે, કારણ કે આ સમયે કરેલા સાધન-જાપ અને કાર્ય શુભ ફળ આપે છે.

બ્રહ્મ મુહૂર્તમાં જાગીને અને પૂજા કરવાથી તમને ધીમે ધીમે નાણાકીય સ્થિતિમાં સુધારો થવા લાગે છે અને માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થવાથી ઘરમાં ધન, સમૃદ્ધિ અને શાંતિનો પ્રવાહ ઉભો થાય છે. ( Credits: Getty Images )

સવારમાં આંખ ખોલતાની સાથે પોતાની હથેળીઓ જોવો, મનમાં ઈષ્ટદેવનું સ્મરણ કરો અને ત્યારબાદ ગાયત્રી મંત્રનો શાંતિપૂર્વક જાપ કરો, જેથી દિવસ શુભ અને સકારાત્મક ઊર્જાથી ભરેલો રહે. ( Credits: Getty Images )

બ્રહ્મ મુહૂર્ત દરમિયાન ગાયત્રી મંત્ર 'ૐ ભૂર્ભુવઃ સ્વઃ તત્ સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્' નો 11 અથવા 108 વાર જાપ કરવો ખાસ શુભફળદાયી માનવામાં આવે છે. ( Credits: Getty Images )

આ સમયે ભગવાન શિવનું ધ્યાન કરતા સમયે ‘ૐ’ મંત્રનો જાપ કરવાથી મન એકાગ્ર બને છે અને આત્મિક શાંતિ પ્રાપ્ત થાય છે, સાથે સાથે મહાદેવની કૃપા પણ મળે છે ( Credits: Getty Images )

આ શુભ સમયે, પ્રાણાયામ અને ધ્યાન દ્વારા મનને શાંત કરો અને માતા લક્ષ્મીના આ મંત્ર 'ઓમ શ્રીં હ્રીં શ્રીં કમલે કમલાલયે પ્રસીદ પ્રસીદ ઓમ શ્રીં હ્રીં શ્રીં મહાલક્ષ્મયે નમઃ ॥ નો મનથી જાપ કરો, જે તમને આર્થિક સમૃદ્ધિ અને દિવ્ય આશીર્વાદ આપે છે. ( Credits: Getty Images )

બ્રહ્મ મુહૂર્તમાં સંયમ અને સકારાત્મકતા જાળવવી અત્યંત મહત્વપૂર્ણ છે. આ સમયગાળા દરમિયાન ખાવાની અને અસંયમિત ભાષા કે વિચારો ટાળવાથી મન-શરીરમાં શાંતિ અને શુદ્ધિ રહે છે. આ સમયે બ્રહ્મચર્યનું પાલન કરો અને આળસથી દુર રહો. ( Credits: Getty Images )

બ્રહ્મ મુહૂર્ત દરમિયાન ભક્તિભાવથી પૂજા-પાઠ અને મંત્રોના જાપ દ્વારા વ્યક્તિને આત્મિક શાંતિ મળે છે, સાથે સાથે ધનસંપત્તિમાં વૃદ્ધિ અને આધ્યાત્મિક વિકાસ માટે અનુકૂળ પરિસ્થિતિ સર્જાય છે. ( નોંધ :ટીવી9 કોઈ પણ પ્રકારે અંધશ્રદ્ધાને પ્રોત્સાહન આપતુ નથી. આ અહેવાલ માત્ર ધાર્મિક માન્યતા અને લોકોમાં પ્રચલિત માન્યતા, રીત રિવાજને આધારે રજૂ કરવામાં આવેલ છે. ) ( Credits: Getty Images )
શ્રદ્ધા, નિષ્ઠા અને ભક્તિપૂર્વક જો નિયમિત રીતે હનુમાનજીના શરણે રહો, તો જીવનમાં જે કંઈ શક્ય છે તે હનુમાનજીના આશીર્વાદથી સરળ બની શકે છે. ભક્તિને લગતા અન્ય વધુ સમાચાર જાણવા માટે અહીં ક્લિક કરો.
