AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : વિવાદથી ઘેરાયેલી કીર્તિ પટેલ, હવે સંતસમાજ સામે નમવું પડ્યું? ગુરુની હાજરીમાં લીધો મોટો વળાંક

મૃગીકુંડમાં સ્નાન મુદ્દે શરૂ થયેલો વિવાદ વીડિયો આક્ષેપો અને પોલીસ કેસ સુધી પહોંચ્યો હતો. કીર્તિ પટેલ સામે ત્રણ ગુનાઓ નોંધાયા હતા, જેના કારણે મામલો ચર્ચાનો વિષય બન્યો હતો. હવે ભારતીઆશ્રમમાં થયેલા સમાધાનથી સંતસમાજમાં શાંતિનો સંદેશ આપવામાં આવ્યો છે.

Breaking News :  વિવાદથી ઘેરાયેલી કીર્તિ પટેલ, હવે સંતસમાજ સામે નમવું પડ્યું? ગુરુની હાજરીમાં લીધો મોટો વળાંક
controversial kirti patel ends dispute with saints in presence of indrabharati bapu
| Updated on: Mar 03, 2026 | 10:06 AM
Share

જૂનાગઢમાં છેલ્લા કેટલાક દિવસોથી ચર્ચાના કેન્દ્રમાં રહેલા કીર્તિ પટેલ અને ઈન્દ્રભારતી બાપુ વચ્ચે અંતે સમાધાન થઈ ગયું છે. ભારતી આશ્રમમાં સોમવારે યોજાયેલી બેઠકમાં કીર્તિ પટેલના ગુરુ હરિહરાનંદ ભારતીની હાજરીમાં આ મામલો સમાપ્ત કરાયો હતો. બેઠક દરમિયાન ઈન્દ્રભારતી બાપુ અને મહેન્દ્રાનંદ બાપુ પણ ઉપસ્થિત રહ્યા હતા.

ઉલ્લેખનીય છે કે મૃગીકુંડમાં સ્નાન મુદ્દે સર્જાયેલા વિવાદ બાદ ઈન્દ્રભારતી બાપુએ કીર્તિ પટેલને બહાર કાઢી મુક્યા હતા. ત્યારબાદ કીર્તિ પટેલે સોશિયલ મીડિયા પર ઈન્દ્રભારતી બાપુ વિરુદ્ધ આક્ષેપોના વીડિયો જાહેર કર્યા હતા, જેને કારણે સંત સમાજમાં ભારે ચકચાર મચી હતી. વિવાદ દરમિયાન કીર્તિ પટેલ સામે ત્રણ ગુનાઓ પણ નોંધાયા હતા, જેના કારણે તેમની ભૂમિકા પર અનેક પ્રશ્નો ઊભા થયા હતા.

હરિહરાનંદ ભારતી બાપુએ સમાધાનની પુષ્ટિ કરી

વિવાદની ગરમી વચ્ચે કીર્તિ પટેલ દ્વારા ઈન્દ્રભારતીના “ચીઠ્ઠા ખોલવાની” ધમકી આપવામાં આવી હોવાના દાવાઓ પણ સામે આવ્યા હતા. પરંતુ અચાનક જ સોમવારે સાંજે મહેન્દ્રાનંદ બાપુ કીર્તિ પટેલને લઈને ભારતી આશ્રમ પહોંચ્યા હોવાની માહિતી બહાર આવી. ત્યારબાદ હરિહરાનંદ ભારતી બાપુએ સમાધાનની પુષ્ટિ કરી અને સમગ્ર વિવાદનો અંત આવ્યાનું જણાવ્યું.

બેઠક દરમિયાન કીર્તિ પટેલે ઈન્દ્રભારતી બાપુ સહિત અન્ય સંતોને સાલ ઓઢાડી માન આપ્યું, જેને સમાધાનનું પ્રતિક માનવામાં આવી રહ્યું છે. તેમ છતાં આ અચાનક થયેલા ફેરફારને લઈને શહેરમાં અનેક અટકળો ચાલી રહી છે. સોશિયલ મીડિયા પર કડક નિવેદનો અને આક્ષેપો બાદ સમાધાન સુધીનો આ સફર અનેક સવાલો ઊભા કરે છે.

હાલમાં બંને પક્ષો વચ્ચે થયેલા સમાધાનથી સંતસમાજ અને ભક્તોમાં રાહતનો માહોલ છે. આશા છે કે ભવિષ્યમાં આવી ગેરસમજો ફરી ન ઊભી થાય અને ધાર્મિક પરંપરાઓ સાથે શાંતિ અને સૌહાર્દ જળવાઈ રહે. હાલ તો આશ્રમ તરફથી વિવાદ પૂર્ણ થયાનું કહેવામાં આવી રહ્યું છે, પરંતુ સમગ્ર ઘટનાક્રમને લઈને ચર્ચાઓ યથાવત છે.

જૂનાગઢમાં કીર્તિ પટેલ Vs ઇન્દ્રભારતી બાપુ, કીર્તિ પટેલે લગાવ્યા આક્ષેપ, વીડિયોથી વિવાદ આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો

Follow Us
નોકરીમાં સહકર્મીઓનો સહયોગ મળશે, નવી તકો સામે આવશે
નોકરીમાં સહકર્મીઓનો સહયોગ મળશે, નવી તકો સામે આવશે
પાલનપુરના હોટલ માલિકનો ડોગ મળતાં અંબાજીની પગપાળા યાત્રા શરૂ
પાલનપુરના હોટલ માલિકનો ડોગ મળતાં અંબાજીની પગપાળા યાત્રા શરૂ
બનાસકાંઠામાં બે બાળકોના મોતથી આરોગ્ય વિભાગ એલર્ટ
બનાસકાંઠામાં બે બાળકોના મોતથી આરોગ્ય વિભાગ એલર્ટ
વિરમગામમાં વરસાદ બંધ થયાના 48 કલાક બાદ પણ નથી ઓસર્યા પૂરના પાણી- Video
વિરમગામમાં વરસાદ બંધ થયાના 48 કલાક બાદ પણ નથી ઓસર્યા પૂરના પાણી- Video
જામનગરમાં ફૂડ વિભાગની લાલ આંખ, 38 વેપારીઓને ત્યાં 'આકસ્મિક દરોડા'
જામનગરમાં ફૂડ વિભાગની લાલ આંખ, 38 વેપારીઓને ત્યાં 'આકસ્મિક દરોડા'
ઈંચમાં નહીં ફૂટમાં મપાય છે આ કેળું, વીડિયો જોઈ લોકો ચોંક્યા
ઈંચમાં નહીં ફૂટમાં મપાય છે આ કેળું, વીડિયો જોઈ લોકો ચોંક્યા
વરસાદ પછી રસ્તા ધોવાયા, મનપા સામે લોકોનો ભારે આક્રોશ
વરસાદ પછી રસ્તા ધોવાયા, મનપા સામે લોકોનો ભારે આક્રોશ
અમદાવાદથી મુંબઈ જતી ટ્રેન સાથે બની ઘટના, અનેક ટ્રેનો થઈ પ્રભાવિત, જુઓ
અમદાવાદથી મુંબઈ જતી ટ્રેન સાથે બની ઘટના, અનેક ટ્રેનો થઈ પ્રભાવિત, જુઓ
દીકરીઓની છેડતી કરવી પડી ભારે, ગ્રામજનોએ આ રીતે ઉતાર્યો પારો
દીકરીઓની છેડતી કરવી પડી ભારે, ગ્રામજનોએ આ રીતે ઉતાર્યો પારો
અંબાલાલ પટેલની મોટી આગાહી , વરસાદનો ફરી એક રાઉન્ડ શરુ થશે
અંબાલાલ પટેલની મોટી આગાહી , વરસાદનો ફરી એક રાઉન્ડ શરુ થશે
g clip-path="url(#clip0_868_265)">