AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : ગુજરાતમાં ઉનાળાની ગરમીનો પ્રકોપ શરુ, અમદાવાદમાં તાપમાન 38 ડિગ્રીને પાર પહોંચી શકે, હવામાન વિભાગની આગાહી

Breaking News : ગુજરાતમાં ઉનાળાની ગરમીનો પ્રકોપ શરુ, અમદાવાદમાં તાપમાન 38 ડિગ્રીને પાર પહોંચી શકે, હવામાન વિભાગની આગાહી

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 03, 2026 | 11:05 AM
Share

રાજ્યભરમાં ઉનાળાની ગરમીનો પ્રકોપ શરૂ થઈ ગયો છે. અત્યાર સુધી સવારે ઠંડી અને બપોરે થોડી ગરમી અનુભવાતી હતી. જો કે હવે તાપમાનનો પારો ઉંચકાતા અનેક જિલ્લાઓમાં મહત્તમ તાપમાનમાં વધારો નોંધાયો છે. દિવસ દરમિયાન ગરમીની સાથે રાત્રિ દરમિયાન પણ ઉકળાટ અનુભવાતો હોય છે. 

ડીસા સૌથી ગરમ શહેર

ગઇકાલે 36.9 ડિગ્રી સાથે ડીસા રાજ્યનું સૌથી ગરમ શહેર રહ્યું છે, જ્યારે અમદાવાદનું મહત્તમ તાપમાન 36.5 ડિગ્રી નોંધાયું છે. આગામી બે દિવસમાં તાપમાન વધીને અમદાવાદમાં 38 ડિગ્રીને પાર પહોંચી શકે છે. હવામાન વિભાગે માર્ચમાં આકરી ગરમી પડવાની આગાહી કરી છે.

ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં ઉનાળાની આકરી ગરમી સામાન્ય રીતે માર્ચ મહિનાના બીજા કે ત્રીજા અઠવાડિયાથી શરૂ થાય છે. ગયા વર્ષે 2025માં પણ માર્ચ મહિનામાં અમદાવાદનું તાપમાન 41.5 ડિગ્રી સુધી પહોંચી ગયું હતું. ગુજરાતમાં ઋતુની પેટર્ન અનુસાર, માર્ચની શરૂઆતથી ઉનાળાની ગરમી પડતી શરૂ થાય છે, એપ્રિલ અને મે મહિનામાં સૌથી વધુ ગરમી અનુભવાય છે, જ્યારે જૂન મહિનામાં બફારો અને ઉકળાટ વધુ જોવા મળે છે.

સામાન્ય રીતે રોજબરોજના તાપમાનને હવામાન કહેવાય છે. જ્યારે આબોહવામાં થતા ફેરફારને પણ આપણે હવામાન તરીકે ઓળખીએ છે. ભારતમાં શિયાળો, ઉનાળો અને ચોમાસુ આ રીતે ત્રણ પ્રકારની ઋતુઓ હોય છે. રોજના ગુજરાત અને દેશના હવામાનના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">