Sabudana Dhokla : શ્રાવણ મહિનામાં ઘરે બનાવો સાબુદાણાના ઢોકળા, એક વાર ખાશો તો વારંવાર યાદ કરશો
શ્રાવણ માસમાં મોટાભાગના લોકો ઉપવાસ કરતા હોય છે. ત્યારે ફરાળમાં શું ખાવુ તે પ્રશ્ન થતો હોય છે. ઘણી વાર વધારે પ્રમાણમાં ફ્રાય કરેલો ખોરાક ખાવાથી તબિયત લથડી જાય છે. તો આજે આપણે જોઈશું કે ઉપવાસમાં ખાવા લાયક સાબુદાણાના ઢોકળા સરળતાથી કેવી રીતે બનાવી શકાય.

ભારતમાં ઉપવાસમાં ખવાય તેવી વિવિધ વાનગીઓ બનાવી શકાય છે. ત્યારે સાબુદાણામાંથી પણ જુદાં-જુદાં પ્રકારની વાનગી બનાવાય છે.

સાબુદાણા ઢોકળા બનાવવા માટે સાબુદાણા, દહીં, સિંધવ મીઠું, લીલા મરચાં, આદુની પેસ્ટ, લીંબુનો રસ, મગફળીનો પાઉડર, કોથમીર, ઈનો, મીઠા લીમડાના પાન, જીરું સહિતની સામગ્રીની જરુર પડશે.

સાબુદાણાના ઢોકળા બનાવવા માટે સૌથી પહેલા સાબુદાણાને 4-5 કલાક અથવા આખી રાત પાણીમાં પલાળી રાખો. પછી તેને પાણીમાંથી ગાળી લો.

હવે સાબુદાણાને બરછટ બનાવવા માટે મેશ કરો. આ પછી એક વાસણમાં સાબુદાણા, છૂંદેલા બટાકા, દહીં, મગફળીનો પાવડર, લીલા મરચાં, આદુની પેસ્ટ ઉમેરો.

ત્યારબાદ તેમાં લીંબુનો રસ, સિંધવ મીઠું અને લીલા ધાણા ઉમેરો અને બધું બરાબર મિક્સ કરો. છેલ્લે આ મિશ્રણમાં ઈનો ઉમેરો અને તરત જ તેને ગ્રીસ કરેલા મોલ્ડમાં સરખી રીતે ફેલાવો.

ઢોકળાને સ્ટીમરમાં મધ્યમ તાપ પર 15-20 મિનિટ સુધી રાંધો. 20 મિનિટ પછી, ઢોકળાને ચેક કરો અને તેને બહાર કાઢો. આ પછી હવે એક કડાઈમાં તેલ ગરમ કરો. પછી તેમાં જીરું, મરચાં અને મીઠા લીમડાના પાન ઉમેરો.

હવે તૈયાર કરેલા ઢોકળાને ઠંડા કરો, તેને કાપીને લીલી ચટણી અથવા દહીં સાથે પીરસો.
Tv9 ગુજરાતી પર હેલ્ધી, ટેસ્ટી અને યુનિક વાનગીઓ બનાવવાની સરળ ટીપ્સ નિયમિત પ્રકાશિત કરવામાં આવે છે. તો વધુ રેસિપિની સ્ટોરી વાંચી તમે ઘરે જ વાનગીઓ બનાવી શકો છો.
