જામનગરમાં રિવાબાનું ધામધૂમપૂર્વક સ્વાગત, ઢોલ-નગારા અને આતશબાજી સાથે કરી ઉજવણી
રાજ્યકક્ષાના શિક્ષણ મંત્રી બન્યા બાદ, સૌ પ્રથમવાર જામનગર પહોચેલા રિવા બા જાડેજાનું ધામધૂમપૂર્વક સ્વાગત કરવામાં આવ્યું. શહેરના વિવિધ વિસ્તારોમાં ભાજપના આગેવાનો અને કાર્યકરો ઢોલ-નગારા સાથે ઉમટ્યા હતા. ફૂલહાર અને ફટાકડાની આતશબાજી વચ્ચે રિવાબાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું.
જામનગરના ધારાસભ્ય રિવાબા જાડેજાને ભૂપેન્દ્ર પટેલ સરકારમાં રાજ્યકક્ષાના શિક્ષણ મંત્રી બનાવવામાં આવ્યા છે. શિક્ષણ પ્રધાન બન્યા બાદ સૌ પ્રથમવાર જામનગર પહોચેલા રિવા બા જાડેજાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. શહેરના વિવિધ વિસ્તારોમાં ભાજપના આગેવાનો અને કાર્યકરો ઢોલ-નગારા સાથે ઉમટ્યા હતા. ફૂલહાર, આતશબાજી અને નારાના ગુંજારા વચ્ચે રિવાબાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું.
શહેરના વિકાસ માટે આશા વ્યક્ત કરી હતી
જામનગર શહેરમાં ઉત્સવ જેવો માહોલ જોવા મળ્યો હતો. લોકો એકઠા થયા હતા અને રિવાબાને શુભેચ્છા પાઠવી હતી. ભાજપના કાર્યકરોએ રિવાબાના નેતૃત્વને લઈને ગૌરવ વ્યક્ત કર્યું અને શહેરના વિકાસ માટે આશા વ્યક્ત કરી હતી. રિવાબાએ પણ લોકોનો આભાર વ્યક્ત કરતાં કહ્યું કે લોકોનો પ્રેમ અને વિશ્વાસ જ તેમની શક્તિ છે. જામનગરમાં આ પ્રસંગે રાજકીય તેમજ સામાજિક સ્તરે ઉત્સાહની લહેર ફેલાઈ ગઈ હતી.
સૌથી નાની વયના મંત્રી
રિવાબા જાડેજા માત્ર 34 વર્ષની વયે ગુજરાતની સૌથી નાના વયના મંત્રી બન્યા છે. એન્જિનિયરિંગમાં ડિગ્રી ધરાવતી રિવાબાએ 2022માં જામનગરથી પ્રથમવાર વિધાનસભા જીતેલી. પ્રથમ ટર્મમાં જ તેમને મંત્રીપદ મળ્યું છે, જે મહિલાઓ માટે પ્રેરણારૂપ બની રહ્યું છે. તેમને રાજ્યકક્ષાના શિક્ષણમંત્રીનો પદભાર સોંપવામાં આવ્યો છે, જેમા પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણની જવાબદારી હવે રિવાબાના શિરે આવી છે.
રીવાબા જાડેજા ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય છે. તેમનો જન્મ 2 નવેમ્બર 1990 ના રોજ રાજકોટમાં થયો હતો. તેમના પિતાનું નામ હરદેવસિંહ સોલંકી છે. રીવાબા જાડેજાએ બેચલર ઓફ એન્જિનિયરિંગનો અભ્યાસ, ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીમાંથી કર્યો છે. રીવાબા જાડેજાએ 2016માં ઓલ રાઉન્ડર ક્રિકેટર રવિન્દ્ર જાડેજા સાથે લગ્ન કર્યો છે. જેમને એક પુત્રી છે. રીવાબા જાડેજા 8 ડિસેમ્બર 2022ના રોજ જામનગર મતવિસ્તારમાંથી વિધાનસભામાં ચૂંટાયા હતા. વધુ ન્યૂઝ વાંચવા માટે અહીં ક્લિક કરો.
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ

