AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ભૂપેન્દ્ર પટેલની કેબિનેટમાં રિવાબા જાડેજાને મળી આ મોટી જવાબદારી, સૌથી નાની વયનાં બન્યા મંત્રી

ગુજરાતની કેબિનેટના વિસ્તરણ બાદ આજે તમામ 26 નવા મંત્રીઓએ શપથ લઈ લીધા છે અને ખાતાઓની ફાળવણી પણ કરી દેવાઈ છે. આ મંત્રીમંડળમાં સૌરાષ્ટ્રનું કદ પણ ઘણુ વધ્યુ છે અને સૌરાષ્ટ્રમાંથી 8 ધારાસભ્યોને મંત્રી બનાવવામાં આવ્યા છે. જેમા જામનગરના ધારાસભ્ય રીવાબા જાડેજાને પણ મહત્વપૂર્ણ જવાબદારી સોંપવામાં આવી છે.

ભૂપેન્દ્ર પટેલની કેબિનેટમાં રિવાબા જાડેજાને મળી આ મોટી જવાબદારી, સૌથી નાની વયનાં બન્યા મંત્રી
| Updated on: Oct 17, 2025 | 9:40 PM
Share

ગુજરાતની કેબિનેટનું આજે વિસ્તરણ થયુ છે અને 26 નવા મંત્રીઓએ પદ અને ગોપનિયતાના શપથ લીધા છે. ભૂપેન્દ્ર પટેલની સરકારમાં બનેલા આ નવા મંત્રી મંડળમાં ત્રણ મહિલાઓને સ્થાન અપાયુ છે. જેમા દર્શના વાઘેલા, મનિષા વકીલ અને રિવાબા જાડેજાનો સમાવેશ થાય છે. રિવાબા જાડેજાને રાજ્યકક્ષાના મંત્રીનો કાર્યભાર સોંપાયો છે. તેમને રાજ્યકક્ષાના શિક્ષણમંત્રીનો પદભાર સોંપવામાં આવ્યો છે, જેમા પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણની જવાબદારી હવે રિવાબાના શિરે આવી છે.

સૌથી નાની વયના મંત્રી

ઉલ્લેખનિય છે કે રિવાબાની ઉમર માત્ર 34 વર્ષ છે અને નવી કેબિનેટમાં તેઓ સૌથી નાની વયના મંત્રી છે. જો કે ઉમર ભલે નાની હોય પરંતુ રિવાબાને જવાબદારી ઘણી મોટી સોંપવામાં આવી છે. રિવાબા ખુદ ઉચ્ચ ડિગ્રી ધરાવે છે. તેમણે મિકેનિકલ એન્જિનિયરીંગનો કરેલુ છે અને એન્જિનિયરીંગ છોડીને રાજનીતિમાં આવ્યા છે. આ ઉપરાંત રિવાબા પ્રથમ એવા મહિલા મંત્રી છે જેમને તેમની પહેલી જ ટર્મમાં મંત્રીપદ મળ્યુ છે. રિવાબા 2022ની વિધાનસભાની ચૂંટણીમાં જામનગરથી ચૂંટાઈને પ્રથમવાર ધારાસભ્ય બન્યા છે અને હવે તેઓ રાજ્યકક્ષાના મંત્રી પણ બની ગયા છે.

સૌથી વધુ નેટવર્થ ધરાવતા મંત્રી

રિવાબાની નેટવર્થની જો વાત કરવામાં આવે તો ગુજરાતના નવા મંત્રીમંડળમાં સૌથી વધુ નેટવર્થ ધરાવતા મંત્રી પણ એ જ છે. તેમની નેટવર્થ 97.36 કરોડની છે.

રજપૂત, યુવા, શિક્ષિત અને લોકપ્રિય મહિલા ચહેરો

આપને જણાવી દઈએ કે રિવાબા જાડેજા (જામનગર ઉત્તર) ને મંત્રીપદ આપીને પક્ષે એક સાથે અનેક હેતુઓ પાર પાડ્યા છે. તેઓ એક યુવા, લોકપ્રિય અને મહિલા ચહેરો છે. આ ઉપરાંત, તેમના માધ્યમથી રાજપૂત સમાજને પણ પ્રતિનિધિત્વ મળ્યું છે.

ઉલ્લેખનીય છે કે ભાજપના કદાવર નેતા પરષોત્તમ રૂપાલાના નિવેદનને પગલે રાજપૂત સમાજમાં ભારે વિરોધ થયો હતો અને મહિનાઓ સુધી તેની અસર દેખાઈ હતી. જેને ઠારવામાં રિવાબા જાડેજાએ મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.

જામનગરમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી મુદ્દે ખેડૂતોએ નોંધાવ્યો આકરો વિરોધ- Video

આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
રાજકોટમાં પેંડા ગેંગને હથિયાર આપનારની ધરપકડ
રાજકોટમાં પેંડા ગેંગને હથિયાર આપનારની ધરપકડ
અંબાલાલ પટેલે આ તારીખ બાદ કમોસમી વરસાદની આગાહી કરી
અંબાલાલ પટેલે આ તારીખ બાદ કમોસમી વરસાદની આગાહી કરી
આ રાશિના જાતકોને નાણાકીય મુશ્કેલીઓમાંથી મુક્તિ મળશે, જુઓ Video
આ રાશિના જાતકોને નાણાકીય મુશ્કેલીઓમાંથી મુક્તિ મળશે, જુઓ Video
તલાટી મંત્રીઓની, રખડતા શ્વાન પકડવાની કામગીરીનો અમલ નહીં કરવાની ચીમકી
તલાટી મંત્રીઓની, રખડતા શ્વાન પકડવાની કામગીરીનો અમલ નહીં કરવાની ચીમકી
ઈન્ડિગોની ફ્લાઈટ મોડી પડતા-રદ થતા મુસાફરોએ મચાવ્યો હોબાળો
ઈન્ડિગોની ફ્લાઈટ મોડી પડતા-રદ થતા મુસાફરોએ મચાવ્યો હોબાળો
તથ્ય પટેલની 'સાપરાધ મનુષ્યવધ' કલમ દૂર કરવાની અરજી કોર્ટે ફગાવી
તથ્ય પટેલની 'સાપરાધ મનુષ્યવધ' કલમ દૂર કરવાની અરજી કોર્ટે ફગાવી
g clip-path="url(#clip0_868_265)">