Gujarat Richest Minister : ગુજરાતના અમીર મંત્રી છે રિવાબા જાડેજા, સંપતિનો આંકડો તમે નહીં જાણતા હોવ..
રીવાબા જાડેજા, રવિન્દ્ર જાડેજાના પત્ની મોટી નેટવર્થ સાથે ગુજરાતના અમીર મંત્રીઓમાંના એક છે. મોતભાગના લોકો તેમની નેટવર્થ વિશે જાણતા નહીં હોય.

રવિન્દ્ર જાડેજાના પત્ની રીવાબા જાડેજાની સંપત્તિ કેટલી છે? 70, 80 કે 90 કરોડ નહીં, પરંતુ હકીકતમાં તેમનું કુલ નેટવર્થ આશરે ₹100 કરોડ (લગભગ $1 મિલિયન) છે, જેમાં રવિન્દ્ર જાડેજાની સંપત્તિ પણ સામેલ છે.

રીવાબા જાડેજા ગુજરાત સરકારમાં મંત્રી તરીકે નિયુક્ત થયા છે. તેમણે 17 ઓક્ટોબરે ગાંધીનગરમાં શપથ લીધા. રીવાબા જામનગરના ધારાસભ્ય છે અને 2019માં ભાજપમાં જોડાયા હતા.

રીવાબા મિકેનિકલ એન્જિનિયર છે અને મહિલા સશક્તિકરણ માટે કાર્યરત છે. તેમના આ કાર્ય અને સમર્પણને કારણે તેઓ જામનગરથી જીત્યા અને હવે મંત્રી તરીકે સેવા આપી રહ્યા છે.

ટીમ ઈન્ડિયાના ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા મેદાન પર એક શક્તિશાળી ખેલાડી છે, જ્યારે તેમની પત્ની રીવાબા રાજકીય અને સામાજિક ક્ષેત્રમાં નોંધપાત્ર પ્રભાવ ધરાવે છે.

તેઓ ઘણીવાર મેદાન પર રવિન્દ્ર જાડેજાને સપોર્ટ કરતા જોવા મળે છે, ખાસ કરીને IPL અને ચેમ્પિયન્સ ટ્રોફી દરમિયાન.

રીવાબા જાડેજા હવે ગુજરાતના સૌથી ધનિક મંત્રીમાં ના એક છે અને તેમના કારકિર્દી અને કુટુંબ માટે લોકોમાં વધુ જાણીતી બની રહી છે. સરકારે તેમણે શિક્ષણ વિભાગ આપ્યું છે.
ભારતના અમીર બિઝનેસમેનો કયા અને શું ભણ્યા છે, જાણો
