AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : રવિન્દ્ર જાડેજાની પત્ની રીવાબાએ ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ પર લગાવ્યા ગંભીર આરોપ, જાણો શું કહ્યું

શું ટીમ ઈન્ડિયાના બાકીના ખેલાડીઓ ખોટા કામ કરે છે? રવિન્દ્ર જાડેજાની પત્ની રીવાબાએ જાહેરમાં પોતાના પતિના વખાણ કરતી વખતે ગંભીર આરોપ લગાવ્યો છે.આઈપીએલ 2026માં હવે ચેન્નાઈ સુપર કિંગ્સ નહી પરંતુ રાજસ્થાન રોયલ્સની જર્સીમાં જોવા મળશે.

Breaking News : રવિન્દ્ર જાડેજાની પત્ની રીવાબાએ ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ પર લગાવ્યા ગંભીર આરોપ, જાણો શું કહ્યું
| Updated on: Dec 11, 2025 | 10:01 AM
Share

Rivaba Jadeja-Ravindra Jadeja : રવિન્દ્ર જાડેજાની પત્ની રિવાબા જાડેજા પોતાના નિવેદનને લઈ ચર્ચામાં છે. આ નિવેદન તેમણે પોતાના પતિને લઈ આપ્યું છે. જેમાં તેમણે તેના ખુલ્લેઆમ વખાણ કર્યા છે. હવે પતિન વખાણ કરવા તો યોગ્ય છે પરંતુ તેમણે ટીમના અન્ય ખેલાડીઓ વિશે જે કહ્યું તે ખોટું છે. તેમણે ટીમના અન્ય ખેલાડીઓ પર ખોટા કામ કરવાનો આરોપ લગાવ્યો છે. જ્યારે તેમણે તેના પતિને લઈ કહ્યું કે, તે પોતાની જવાબદારી સમજે છે આ માટે ખોટું કામ કરતા નથી.

રવિન્દ્ર જાડેજાના વખાણમાં રીવાબાએ શું કહ્યું?

રિવાબા જાડેજાએ પોતાના પતિના વખાણ કરીને કહ્યું તેના વિશે જાણીએ. એક રાજકીય કાર્યક્રમ દરમિયાન સ્ટેજ પર બોલતા, તેમણે કહ્યું કે, તેના પતિ રવિન્દ્ર જાડેજાને ક્રિકેટ રમવા માટે લંડન, દુબઈ, ઓસ્ટ્રેલિયા જેવા ઘણા દેશોમાં જવું પડે છે. પરંતુ તેમ છતાં આજ સુધી તેને કોઈ વ્યસન નથી એટલે કે, તે કોઈ ખોટું કામ કર્યું નથી.

રિવાબાએ ટીમ ઈન્ડિયા પર મોટો આરોપ લગાવ્યો

રિવાબાએ પોતાના પતિ રવિન્દ્ર જાડેજાના વખાણ કર્યા પરંતુ તેની આગળ ટીમ ઈન્ડિયાના અન્ય ખેલાડીઓ પર આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે, ટીમ ઈન્ડિયાના અન્ય ખેલાડીઓ ખોટું કામ કરી રહ્યા છે. રિવાબાએ કઈ રીતે ખોટા કામ કરે છે તેની તરફ ઈશારો કર્યો હતો. આ વિશે સ્પષ્ટ થયું નથી.

રિવાબા જાડેજાએ આગળ કહ્યું કે,એવું નથી કે, તેનો પતિને આવા ખોટા કામ કરવાની કોઈ રોક-ટોક છે. તે ઈચ્છે તો કરી શકે છે પરંતુ તે કરતા નથી. કારણ કે, તે પોતાની જવાબદારીઓ સારી રીતે સમજે છે.

ગુજરાત સરકારમાં શિક્ષણ મંત્રી છે રિવાબા જાડેજા

રવિન્દ્ર જાડેજાની પત્ની રિવાબા જાડેજા હાલમાં ગુજરાત સરકારમાં શિક્ષા મંત્રી છે. રવિન્દ્ર જાડેજા ટેસ્ટ સીરિઝ ચાલતી હોવાથી ક્રિકેટથી દુર છે. આઈપીએલ 2026માં હવે ચેન્નાઈ સુપર કિંગ્સ નહી પરંતુ રાજસ્થાન રોયલ્સની જર્સીમાં જોવા મળશે. જાડેજાએ પોતાના આઈપીએલ કરિયરની શરુઆત પણ રાજસ્થાન રોયલ્સ સાથે કરી હતી અને હવે તે ફરી એક વખત આ ફ્રેન્ચાઈઝી સાથે રમતો જોવા મળી શકે છે.

‘દાદા’ ના મંત્રીમંડળમાં મળ્યુ સ્થાન, રાજકોટમાં પિયરીયું અને જામનગરમાં છે સાસરિયું, પતિ ઓલરાઉન્ડર, આવો છે રીવાબાનો પરિવાર અહી ક્લિક કરો

આટકોટમાં બાળકી સાથે દુષ્કર્મના પ્રયાસના આરોપીનું એન્કાઉન્ટર, પગમાં ઈજા
આટકોટમાં બાળકી સાથે દુષ્કર્મના પ્રયાસના આરોપીનું એન્કાઉન્ટર, પગમાં ઈજા
આ રાશિના જાતકોને સાસરિયાઓ તરફથી આર્થિક લાભ મળવાની શક્યતા, જુઓ Video
આ રાશિના જાતકોને સાસરિયાઓ તરફથી આર્થિક લાભ મળવાની શક્યતા, જુઓ Video
ગુજરાતમાં ઉત્તર-પૂર્વથી પૂર્વના પવન ફૂંકાય તેવી આગાહી
ગુજરાતમાં ઉત્તર-પૂર્વથી પૂર્વના પવન ફૂંકાય તેવી આગાહી
ગુજરાતના આ જિલ્લામાં ગર્ભવતી બનેલી કિશોરીઓના આંકડા જાણી ચોંકી જશો
ગુજરાતના આ જિલ્લામાં ગર્ભવતી બનેલી કિશોરીઓના આંકડા જાણી ચોંકી જશો
અમદાવાદનાં સુભાષ બ્રિજની હાલની સ્થિતિએ ફરી ચર્ચા ગરમાવી
અમદાવાદનાં સુભાષ બ્રિજની હાલની સ્થિતિએ ફરી ચર્ચા ગરમાવી
પેટલાદ, બોરસદ, ખંભાત નગરપાલિકાને GPCBએ ફટકારી નોટિસ
પેટલાદ, બોરસદ, ખંભાત નગરપાલિકાને GPCBએ ફટકારી નોટિસ
અમદાવાદમાં 35 સ્થળો પર ITનું સર્ચ ઓપરેશન
અમદાવાદમાં 35 સ્થળો પર ITનું સર્ચ ઓપરેશન
રાજકોટના જસદણમાં બાળકી સાથે દુષ્કર્મ મામલે એક આરોપીની ધરપકડ
રાજકોટના જસદણમાં બાળકી સાથે દુષ્કર્મ મામલે એક આરોપીની ધરપકડ
દાહોદમાં એક જ પરિવારના 5 ભાઈના મકાનમાં લાગી આગ
દાહોદમાં એક જ પરિવારના 5 ભાઈના મકાનમાં લાગી આગ
ગુજરાતી પ્રવાસીઓની બસને રાજસ્થાનમાં નડ્યો અકસ્માત, 3ના મોત, 28ને ઈજા
ગુજરાતી પ્રવાસીઓની બસને રાજસ્થાનમાં નડ્યો અકસ્માત, 3ના મોત, 28ને ઈજા
g clip-path="url(#clip0_868_265)">