જાપાન
જાપાન તેની ટેક્નોલોજીના કારણે દુનિયાભરમાં જાણીતુ છે. તેની રાજધાની ટોક્યો છે. જાપાનમાં મુખ્યત્વે જાપાનીઝ ભાષા બોલાય છે. અમેરિકાએ 6 ઓગસ્ટ, 1945ના રોજ જાપાનના હિરોશિમા અને નાગાસાકી પર પરમાણુ બોમ્બ ફેંક્યા હતા. આ હુમલામાં લાખો લોકોના મોત થયા હતા. જાપાનમાં ઘણી ભયાનક આફતો આવી છે. જેમાં લાખો લોકોના મોત થયા છે અને ઘણા ઘરો બરબાદ થયા છે. જાપાનમાં 11 માર્ચ, 2011ના રોજ આવેલા ભૂકંપે દેશમાં તબાહી મચાવી હતી. ભૂકંપના કારણે આવેલી સુનામીએ ઘણા શહેરોને તબાહ કરી દીધા હતા. જાપાનમાં છેલ્લા કેટલાક દિવસોથી સતત તીવ્ર ભૂકંપ આવી રહ્યા છે. જાપાન ભૂકંપની દ્રષ્ટિએ ખૂબ જ સંવેદનશીલ દેશ છે. અહીં સૌથી વધુ તોફાની ટેક્ટોનિક પ્લેટો એક કેન્દ્રિત સીમા બનાવે છે. અહીં પેસિફિક પ્લેટ ફિલિપાઈન્સ પ્લેટ અને અમેરિકન પ્લેટની નીચે જઈ રહી છે, જેના કારણે અહીં દરરોજ ભૂકંપના આંચકા અનુભવાય છે. જાપાનમાં ધરતીકંપ પર નજર રાખવાની સિસ્ટમ છે. અહીંની મેટ્રોલોજિકલ એજન્સી દરેક સમયે નજર રાખે છે.