AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : 3 ભાઈઓએ ક્રિકેટમાં ઇતિહાસ રચ્યો, U19 વર્લ્ડ કપ ટીમમાં સ્થાન મેળવ્યું, 51 વર્ષ પછી આવું બનશે

2026 U19 World Cup : આગામી વર્ષે નામીબિયા અને ઝિમ્બાબ્વેમાં અંડર-19 વર્લ્ડ કપ રમાવાનો છે, અને ટીમની જાહેરાત શરૂ થઈ ગઈ છે. ઓસ્ટ્રેલિયા પછી, જાપાનની ટીમ સામે આવી છે, જ્યાં ત્રણ ભાઈઓએ ઇતિહાસ રચ્યો છે.

Breaking News : 3 ભાઈઓએ ક્રિકેટમાં ઇતિહાસ રચ્યો, U19 વર્લ્ડ કપ ટીમમાં સ્થાન મેળવ્યું, 51 વર્ષ પછી આવું બનશે
| Updated on: Dec 15, 2025 | 9:42 AM
Share

U19 World Cup માટે દેશો પોતાની ટીમની જાહેરાત કરી રહ્યા છે. આગામી વર્ષે અંડર-19 વર્લ્ડકપ નામીબિયા અને ઝિમ્બાબ્વેમાં રમાનારો છે. જેના માટે ભારત પણ અંડર 19 એશિયા કપ બાદ પોતાની ટીમની જાહેરાત કરી શકે છે. ઓસ્ટ્રેલિયા અને જાપાન જેવા દેશે પોતાની ટીમ પસંદ કરી લીધી છે. જાપાનની અંડર 19 ટીમની જાહેરાત બાદ એક નવો ઈતિહાસ રચાયો છે. જાપાનની વર્લ્ડ કપની ટીમમાં 3 ભાઈઓને સ્થાન મળ્યું છે. એટલે કે, 3 ભાઈ એક સાથે પોતાના દેશ માટે અંડર 19 વર્લ્ડકપ રમતા જોવા મળશે.

51 વર્ષ પછી આવું બનશે

ક્રિકેટમાં ઈતિહાસમાં કોઈ પણ લેવલ પર 3 ભાઈ વર્લ્ડકપની ટીમમાં સ્થાન બનાવવાની આ બીજી ઘટના છે. અંડર 19 ક્રિકેટ વર્લ્ડકપના ઈતિહાસમાં તો આવું પહેલી વખત થયું છે. છેલ્લી વખત 1975ના વનડે વર્લ્ડકપ માટે 3 ભાઈઓને ન્યુઝીલેન્ડની ટીમમાં સ્થાન મળ્યું હતુ. ત્યારે રિચર્ડ હેડલી,બેરી હેડલુ અને ડેલ હેડલીને ન્યુઝીલેન્ડની સાથે વર્લ્ડકપ રમવાની તક મળી હતી. હવે 51 વર્ષ બાદ 2026માં સીનિયર લેવલ પર તો નહી પરંતુ અંડર 19 લેવલ પર રમાનાર વર્લ્ડકપમાં જાપાનના 3 ક્રિકેટર ભાઈઓ એક સાથે એક જ ટીમમાં સાથે રમતા જોવા મળશે.

આ 3 ભાઈઓએ રચ્યો ઈતિહાસ

જાપાનના અંડર 19 વર્લ્ડ કપ 2026 માટે પોતાની 15 સભ્યોની ટીમની જાહેરાત કરવામાં આવી છે. જાપાનની ટીમમાં જે 3 ક્રિકેટર ભાઈઓની પસંદગી થઈ છે. તેના નામ મોન્ટગોમેરી હારા હીન્ઝ, ગૈબ્રિયલ હારા હીન્ઝ અને ચાર્લ્સ હારા હીન્ઝ છે. આ 3 ભાઈઓમાં ચાર્લ્સ સૌથી મોટો ભાઈ છે.

અંડર 19 વર્લ્ડકપ 2026ના ગ્રુપ એમાં જાપાન

જાપાનની ટીમ અંડર 19 વર્લ્ડકપ 2026ના ગ્રુપ એમાં રાખવામાં આવી છે. આ ગ્રુપમાં જાપાન સિવાય બાકીની 3 ટીમ ઓસ્ટ્રેલિયા,શ્રીલંકા અને આયરલેન્ડ છે. જાપાનની ટીમ 5જાન્યુઆરીથી આફ્રિકા માટે રવાના થશે. જ્યાં તાંઝાનિયા વિરુદ્ધ 10 જાન્યુઆરીના રોજ વોર્મઅપ મેચ રમશે. તેમજ 12 જાન્યુઆરીના રોજ બીજી વોર્મઅપ મેચમાં તેનો સામનો વેસ્ટઈન્ડિઝ સામે થશે.

જાપાન તેની ટેક્નોલોજીના કારણે દુનિયાભરમાં જાણીતુ છે. તેની રાજધાની ટોક્યો છે. જાપાનમાં મુખ્યત્વે જાપાનીઝ ભાષા બોલાય છે.  અહી ક્લિક કરો

આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
g clip-path="url(#clip0_868_265)">