AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Earthquake Breaking News : જાપાનમાં 7.6 ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી

જાપાનના ઉત્તરપૂર્વીય કિનારે 7.6 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો. સુનામી ચેતવણી જાહેર કરવામાં આવી છે. જાપાન હવામાન એજન્સીએ જણાવ્યું છે કે, જાપાનના ઉત્તરપૂર્વીય કિનારે ત્રણ મીટર (10 ફૂટ) ઊંચા મોજા ઉછળી શકે છે સાથોસાથ સુનામી પણ આવી શકે છે.

Earthquake Breaking News : જાપાનમાં 7.6 ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 08, 2025 | 9:22 PM
Share

જાપાનના ઉત્તરપૂર્વીય કિનારે 7.6 ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપનો આંચકો આવ્યો છે. ભૂકંપનું કેન્દ્ર આઓમોરી પ્રીફેક્ચરના દરિયાકાંઠેથી 80 કિમી દૂર, 50 કિમીની ઊંડાઈએ નોંધાયું હતું. ભૂકંપ બાદ સુનામીની ચેતવણી જાહેર કરવામાં આવી છે. જાપાન હવામાન એજન્સીએ જણાવ્યું છે કે ભૂકંપ આઓમોરી અને હોક્કાઇડોના દરિયાકાંઠે આવ્યો હતો, અને ત્રણ મીટર (10 ફૂટ) ઊંચા મોજા ઉત્તરપૂર્વીય કિનારે આવી શકે છે. હજુ સુધી કોઈ જાનહાનિના અહેવાલ નથી.

પેસિફિક સુનામી ચેતવણી કેન્દ્ર (PTWC) એ ચેતવણી જાહેર કરી છે કે ભૂકંપથી ઉત્પન્ન થયેલા ખતરનાક સુનામી મોજા જાપાન અને રશિયાના દરિયાકાંઠે અસર કરી શકે છે. આ ઉપરાંત, ભૂકંપના કેન્દ્રથી 1,000 કિમી ત્રિજ્યામાં કોઈપણ વિસ્તારમાં વિનાશક મોજાઓનો ભય તોળાઈ રહેલો છે.

જાપાનમાં કેમ આવે છે ભૂકંપ ?

જાપાન વિશ્વના સૌથી વધુ ભૂકંપગ્રસ્ત દેશોમાંનો એક છે. તે પેસિફિક મહાસાગરના રિંગ ઓફ ફાયર પર આવેલ છે. આ એક એવો પ્રદેશ છે, જ્યાં પૃથ્વીની ટેક્ટોનિક પ્લેટો એકબીજા સાથે અથડાય છે, જેના કારણે વારંવાર ભૂકંપ આવે છે.

આ જ પ્રદેશમાં માર્ચ 2011 માં વિનાશક ભૂકંપ આવ્યા બાદ, ભયાનક સુનામીનો અનુભવ થયો હતો, જેમાં હજારો લોકો માર્યા ગયા હતા. આજે આવેલા ભૂકંપમાં કોઈ મોટું નુકસાન થયું હોવાના હજૂ સુધી અહેવાલ નથી, પરંતુ અધિકારીઓ પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છે અને લોકોને સતર્ક રહેવા વિનંતી કરી રહ્યા છે.

ભૂકંપને લગતા તમામ મહત્વના સમાચાર જાણવા માટે આપ અહીં ક્લિક કરો. 

Follow Us
હળવદના ચરાડવા પાસે કાર અકસ્માત, 7માંથી 5ના મોત અને 2 લોકોને ગંભીર ઈજા!
હળવદના ચરાડવા પાસે કાર અકસ્માત, 7માંથી 5ના મોત અને 2 લોકોને ગંભીર ઈજા!
એક તરફ વાયરસનો કહેર, બીજી તરફ બેદરકારીથી ગર્ભવતી સિંહણનું મોત !
એક તરફ વાયરસનો કહેર, બીજી તરફ બેદરકારીથી ગર્ભવતી સિંહણનું મોત !
આસારામ આશ્રમની આસપાસની જગ્યામાં ડિમોલિશન શરૂ, જુઓ Video
આસારામ આશ્રમની આસપાસની જગ્યામાં ડિમોલિશન શરૂ, જુઓ Video
ઠગ બંટી-બબલીએ 15 લોકો પાસેથી 20 કરોડથી વધુની છેતરપિંડી કરી
ઠગ બંટી-બબલીએ 15 લોકો પાસેથી 20 કરોડથી વધુની છેતરપિંડી કરી
પરિવારમાં બધાની વાતોને ધ્યાનથી સાંભળો, મિત્રોને સહયોગી બનતા જોશો
પરિવારમાં બધાની વાતોને ધ્યાનથી સાંભળો, મિત્રોને સહયોગી બનતા જોશો
જામનગરના વોટર પાર્કમાં 7 વર્ષના બાળકનું ડૂબી જવાથી મોત
જામનગરના વોટર પાર્કમાં 7 વર્ષના બાળકનું ડૂબી જવાથી મોત
રાજકોટમાં પગ મુક્તા જ બાબા બાગેશ્વરે વિરોધ કરનારાઓને આપી આ ચેલેન્જ
રાજકોટમાં પગ મુક્તા જ બાબા બાગેશ્વરે વિરોધ કરનારાઓને આપી આ ચેલેન્જ
અમદાવાદમાં વેજ બર્ગરના ઓર્ડરમાં ગ્રાહકને નોનવેજ બર્ગર મળ્યું
અમદાવાદમાં વેજ બર્ગરના ઓર્ડરમાં ગ્રાહકને નોનવેજ બર્ગર મળ્યું
ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબાર પહેલા હાઇવોલ્ટેજ ડ્રામા !
ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબાર પહેલા હાઇવોલ્ટેજ ડ્રામા !
Gir Breaking News : ગીરના 11 સિંહો સ્વસ્થ થતા ફરી જંગલમાં મુક્ત!
Gir Breaking News : ગીરના 11 સિંહો સ્વસ્થ થતા ફરી જંગલમાં મુક્ત!
g clip-path="url(#clip0_868_265)">