Japan Earthquake : જાપાનમાં આવ્યો ભૂકંપ, રિકટર સ્કેલ પર નોંધાઈ 6.7 ની તીવ્રતા, સુનામીની ચેતવણી
શુક્રવારે જાપાનમાં ફરી એક શક્તિશાળી ભૂકંપનો આંચકો અનુભવાયો હતો, જેના કારણે લોકોમાં ગભરાટ ફેલાયો હતો. ભૂકંપની તીવ્રતા રિકટર સ્કેલ પર 6.7 માપવામાં આવી હતી. અહેવાલો અનુસાર, આઓમોરીના હાચિનોહેમાં ભૂકંપ આંચકા અનુભવાયા.

જાપાનમાં આજે શુક્રવારે ફરીથી એક શક્તિશાળી ભૂકંપનો આંચકો અનુભવાયો હતો, જેના કારણે લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. અહેવાલો અનુસાર, જાપાનના આઓમોરીના હાચિનોહેમાં ભૂકંપના તીવ્ર આંચકા અનુભવાયા. ભૂકંપની તીવ્રતા રિકટર સ્કેલ પર 6.7ની નોંધાઈ હતી. ઊંડાઈ 10.7 કિલોમીટર હતી. ભૂકંપથી લોકોમાં ગભરાટ ફેલાયો છે. ભૂકંપ પછી તરત જ સુનામીની ચેતવણી પણ જાહેર કરવામાં આવી છે.
જાપાન હવામાન એજન્સીએ માહિતી આપી છે કે, આજે 12 ડિસેમ્બરની સવારે આઓમોરી પ્રીફેક્ચરના પૂર્વ કિનારા પાસે આવેલા ભૂકંપને કારણે સંભવિત સુનામી અંગે આજે પ્રેસ કોન્ફરન્સના આયોજન થકી વિસ્તૃત માહિતી આપવામાં આવી શકે છે.
સુનામી ચેતવણી
ભૂકંપને પગલે, સમગ્ર જાપાનમાં સુનામીની ચેતવણી જાહેર કરવામાં આવી છે. હોક્કાઇડો અને આઓમોરીના પેસિફિક દરિયાકાંઠાના વિસ્તારો તેમજ ઇવાતે અને મિયાગી પ્રીફેક્ચર્સ માટે સુનામી ચેતવણી જાહેર કરવામાં આવી છે. જાપાનમાં આ અગાઉ 7.5 ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો હતો, જેના કારણે સુનામીની ચેતવણી પણ આપવામાં આવી હતી.
કેટલું નુકસાન થયું છે?
5 થી વધુની તીવ્રતાના ભૂકંપને મજબૂત માનવામાં આવે છે અને ઘણીવાર નુકસાન પહોંચાડે છે. જોકે, ભૂકંપથી થયેલા નુકસાનનું હજુ પણ મૂલ્યાંકન કરવામાં આવી રહ્યું છે. કોઈ જાનહાનિ કે મિલકતની પુષ્ટિ થઈ નથી. દરિયાકાંઠાના વિસ્તારોમાં રહેતા રહેવાસીઓને સત્તાવાર સૂચનાઓનું પાલન કરવા વિનંતી કરવામાં આવી છે.
令和7年12月12日11時44分頃に青森県東方沖で発生した地震による津波について、本日(12日)12時50分から記者会見を行います。以下URLから中継します。https://t.co/fsTlylMxYB
— 気象庁 (@JMA_kishou) December 12, 2025
અગાઉના ભૂકંપ
જાપાનમાં ગયા અઠવાડિયે 7.5 ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવ્યો હતો, જેના કારણે સમગ્ર દેશમાં વિનાશ થયો હતો. ત્રીસ લોકો ઘાયલ થયા હતા, અને આશરે 90,000 રહેવાસીઓને તેમના ઘર ખાલી કરવાની ફરજ પડી હતી.
8 ડિસેમ્બરને સોમવારના રોજ જાપાનમાં ભૂકંપ આવ્યો હતો. આ ભૂકંપને લઈને જાપાન હવામાન એજન્સીએ જણાવ્યું હતું કે દેશના ઉત્તરપૂર્વીય કિનારા પર 3 મીટર (10 ફૂટ) ઊંચા સુનામી આવી શકે છે. હોક્કાઇડો, આઓમોરી અને ઇવાતે પ્રીફેક્ચર માટે ચેતવણી જાહેર કરવામાં આવી હતી. જોકે, તે જ વિસ્તારમાં ફરીથી ભૂકંપના આંચકા અનુભવાયા હતા. પરંતુ 8 ડિસેમ્બરે સુનામી આવી નહોતી.
ભૂકંપનું કેન્દ્ર આઓમોરી પ્રીફેક્ચરના દરિયાકાંઠે 80 કિમી (50 માઇલ) દૂર અને 54 કિમીની ઊંડાઈએ હતું. ભૂકંપને કારણે, પૂર્વ જાપાન રેલવે એ આ વિસ્તારમાં કેટલીક ટ્રેન સેવાઓ અસ્થાયી રૂપે સ્થગિત કરી દીધી હતી.
જાપાનમાં ગત સપ્તાહે આવેલ ભૂકંપના આંચકાના સમાચાર જાણવા માટે અહીં ક્લિક કરો : Earthquake Breaking News : જાપાનમાં 7.6 ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી