જીએસટી

જીએસટી

GSAT (ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ) ભારત સરકાર દ્વારા 1 જુલાઈ 2017 ના રોજ લાગુ કરવામાં આવ્યો હતો. આ કર એક મહત્વપૂર્ણ પરોક્ષ કર પ્રણાલી છે. જેને સરકાર અને ઘણા અર્થશાસ્ત્રીઓએ આઝાદી પછીનો સૌથી મોટો આર્થિક સુધારો ગણાવ્યો છે. તેના અમલીકરણ સાથે, કેન્દ્ર સરકાર અને વિવિધ રાજ્ય સરકારો દ્વારા વિવિધ દરે લાદવામાં આવતા વિવિધ કરને દૂર કરીને સમગ્ર દેશ માટે એક જ પરોક્ષ કર પ્રણાલી લાગુ કરવામાં આવી છે.

આ ટેક્સ સિસ્ટમ લાગુ કરવા માટે ભારતીય બંધારણમાં સુધારો કરવામાં આવ્યો હતો. GST કાઉન્સિલના અધ્યક્ષ ભારતના નાણા મંત્રી છે. GST હેઠળ, માલ અને સેવાઓ પર 0%, 5%, 12%, 18% અને 28% ટેક્સ લાગે છે. GSTના 4 પ્રકાર છે. CGST, SGST, UTGST અને IGST. કોઈપણ વેપારી સરકારી પોર્ટલ દ્વારા GST માટે ઑનલાઇન નોંધણી કરાવી શકે છે. તેનું રજીસ્ટ્રેશન GST સેવા કેન્દ્ર પર જઈને પણ કરી શકાય છે.

Read More

GST કલેક્શનમાં તમામ રેકોર્ડ તુટ્યાં, પહેલીવાર ₹2 લાખ કરોડને વટાવ્યો આંક

ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ રેવન્યુ કલેક્શન : ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST)ક્ષેત્રે એક નવો વિક્રમ રચાયો છે. ગત મહિને એટલે કે, એપ્રિલ 2024માં અત્યાર સુધીનું સૌથી વધુ GST રેવન્યુ કલેક્શન પ્રાપ્ત થવા પામ્યું છે.

વેદાંતા પર ₹ 27.97 કરોડનો GST દંડ, આદેશ સામે અપીલ દાખલ કરશે કંપની

Vedanta Share Price: વેદાંતા લિમિટેડે મંગળવારે, 16 એપ્રિલે જણાવ્યું હતું કે તેને નાણાકીય વર્ષ 2018-19 થી નાણાકીય વર્ષ 2020-21ના સમયગાળા માટે ₹27.97 કરોડનો GST પેનલ્ટી ઓર્ડર મળ્યો છે. આ દંડ નાણાકીય વર્ષ 2018-19 થી 2020-21 માટે ઇનપુટ ટેક્સ ક્રેડિટ સમાધાન સંબંધિત વિવાદ સાથે સંબંધિત છે.

GSTની વિક્રમી આવક, માર્ચમાં 1.78 લાખ કરોડ મળ્યાં, નાણાકીય વર્ષમાં GSTથી 20.14 લાખ કરોડની થઈ આવક

માર્ચમાં વાર્ષિક ધોરણે કુલ ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ કલેક્શન 11.5 ટકા વધીને રૂ. 1.78 લાખ કરોડ થયું છે. આ અત્યાર સુધીનું બીજું સૌથી વધુ માસિક કલેક્શન છે. આના કારણે સરકારની કુલ આવકમાં 11.7%નો ઉછાળો આવ્યો છે, જેના કારણે સમગ્ર નાણાકીય વર્ષ માટે કલેક્શન વધીને 20.14 લાખ કરોડ રૂપિયા થઈ ગયું છે.

31 March Last Date : 10 દિવસમાં નિપટાવીલો આ 5 કામ નહીંતર મુશ્કેલીમાં મુકાઈ જશો

31 માર્ચ પહેલા તમારે ફાસ્ટેગ કેવાયસી, અપડેટેડ આઈટીઆર, ટીડીએસ ફાઇલિંગ, જીએસટી કમ્પોઝિશન માટે અરજી કરવા જેવી મહત્વપૂર્ણ બાબતો કરવી પડશે. જો તમે આવું ન કરો તો તમારે નુકસાન સહન કરવું પડી શકે છે.

ભરૂચ : કરોડો રૂપિયાની GST ઇનપુટ ક્રેડિટ કૌભાંડમાં અંકલેશ્વરના બે કારોબારીની ધરપકડ કરાઈ, જુઓ વીડિયો

ભરૂચ : કરોડો રૂપિયાની GST ઇનપુટ ક્રેડિટ ના કૌભાંડમાં અંકલેશ્વરના બે કારોબારીની ધરપકડ કરાઈ છે. બોગસ ચલણના આધારે આખા કૌભાંડને અંજામ આપવામાં આવ્યું હતું. આ મામલે 2 કારોબારીઓની ધરપકડ કરવામાં આવી છે જયારે 1 ફરાર વ્યક્તિની શોધખોળ કરવામાં આવી રહી છે.

ભારતમાં થઈ રહ્યા છે ધનના ઢગલા, દરરોજ 3,516 કરોડનો વિદેશી મુદ્રા ભંડારમાં થઈ રહ્યો છે વધારો, જાણો કઈ રીતે

અત્યારે ભારત માટે બંને હાથમાં લાડુ હોય તેવી સ્થિતિ છે. એક તરફ જીડીપીથી જીએસટી સુધીના આંકડા પોઝિટિવ આવ્યા છે. હવે દેશના વિદેશી મુદ્રા ભંડારમાં દરરોજ 3,516 કરોડ રૂપિયાનો વધારો થયો છે. છેવટે, દેશની વિદેશી હૂંડિયામણની અનામત કેટલી થઈ ગઈ છે?

કથાકાર રાજુગીરી બાપુએ વાણી વિલાસ બાદ રડતા રડતા માગી કોળી સમાજની માફી
કથાકાર રાજુગીરી બાપુએ વાણી વિલાસ બાદ રડતા રડતા માગી કોળી સમાજની માફી
સુરતમાં 12 વર્ષથી ફરાર વાહનચોર છત્તીસગઢથી ઝડપાયો
સુરતમાં 12 વર્ષથી ફરાર વાહનચોર છત્તીસગઢથી ઝડપાયો
આ ચાર રાશિના જાતકોનો આજનો દિવસ વિશેષ લાભ અને પ્રગતિનો રહેશે
આ ચાર રાશિના જાતકોનો આજનો દિવસ વિશેષ લાભ અને પ્રગતિનો રહેશે
ચોટિલામાં ભરઉનાળે પીવાના પાણીનાી તંગી, 40થી વધુ ગામોને નથી મળતુ પાણી
ચોટિલામાં ભરઉનાળે પીવાના પાણીનાી તંગી, 40થી વધુ ગામોને નથી મળતુ પાણી
ISISના આતંકવાદીઓની પૂછપરછમાં મોટો ખૂલાસો, સુસાઈડ બોમ્બર બનવા હતા તૈયાર
ISISના આતંકવાદીઓની પૂછપરછમાં મોટો ખૂલાસો, સુસાઈડ બોમ્બર બનવા હતા તૈયાર
પાણીની કિંમત તંત્રને નથી સમજાતી? મોડાસા નજીક પાઈપલાઈન મહિનાઓથી લીકેજ
પાણીની કિંમત તંત્રને નથી સમજાતી? મોડાસા નજીક પાઈપલાઈન મહિનાઓથી લીકેજ
500 રૂપિયા આપવાની ના પાડતા નરાધમ પુત્રએ પોતાના જ ઘરને લગાવી દીધી આગ
500 રૂપિયા આપવાની ના પાડતા નરાધમ પુત્રએ પોતાના જ ઘરને લગાવી દીધી આગ
ચાકુની અણીએ હિંમતનગરમાં વેપારી લૂંટાયો, રુપિયા 6.15 લાખની લૂંટ
ચાકુની અણીએ હિંમતનગરમાં વેપારી લૂંટાયો, રુપિયા 6.15 લાખની લૂંટ
આકરા ઉનાળા વચ્ચે પાણીકાપ ! 40 હજારથી વધુ લોકોને નહીં મળે પાણી
આકરા ઉનાળા વચ્ચે પાણીકાપ ! 40 હજારથી વધુ લોકોને નહીં મળે પાણી
અમદાવાદમાં આગામી પાંચ દિવસ જાહેર કરાયુ ગરમીનું રેડ એલર્ટ- Video
અમદાવાદમાં આગામી પાંચ દિવસ જાહેર કરાયુ ગરમીનું રેડ એલર્ટ- Video
g clip-path="url(#clip0_868_265)">