Jamnagar : સતત બીજા દિવસે 25 પેઢી પર GST વિભાગનું મેગા સર્ચ ઓપરેશન, 100 કરોડથી વધુનો નાણાકીય વ્યવહારોની ચકાસણી, જુઓ Video
જામનગરમાં GST ડિવિઝનની એન્ફોર્સમેન્ટ ટીમોનું મેગા સર્ચ ઑપરેશન હાથ ધરવામાં આવ્યું છે. જામનગરમાં સતત બીજા દિવસે પણ મેગા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. એક સાથે શહેરની 25 જેટલી પેઢીઓમાં તપાસનો ધમધમાટ શરુ કરવામાં આવ્યો છે.

CA અલ્કેશ પેઢડીયાના નિવાસસ્થાને GST ટીમે દરોડા પાડ્યા છે. તો CA દ્વારા અનેક પેઢીઓમાં બેનામી હિસાબો ચાલતા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. તો BRAHM એસોસિએટ સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અંદાજે 100 કરોડથી વધુના નાણાકીય વ્યવહારોની ચકાસણી કરવામાં આવી છે. કાર્યવાહી શરુ થતાં જ અનેક પેઢીના સંચાલકો તાળા મારી ભૂગર્ભમાં ઉતરી ગયા છે. કેટલીક બોગસ પેઢીઓ પણ ચાલી રહી હોવાની આશંકા કરવામાં આવી છે. કરોડો રૂપિયાનું કૌભાંડ બહાર આવે તેવી આશંકા છે.
સતત બીજા દિવસે 25 પેઢી પર GST વિભાગનું મેગા સર્ચ ઓપરેશન
મળતી વિગતો અનુસાર અમદાવાદની ટીમો 21 સ્થળોએ, જૂનાગઢની ટીમો ત્રણ સ્થળોએ તેમજ રાજકોટની ટીમ દ્વારા ચાર સ્થળોએ કાર્યવાહી કરી રહી છે. તો બીજી તરફ કાર્યવાહીને પગલે જામનગર શહેરમાં વેપારીઓને ત્યાં સન્નાટાનો માહોલ છે. તપાસ દરમિયાન કેટલીક પેઢીના માલિકોએ કબૂલ્યું છે કે તેઓને વિશ્વાસમાં લીધાં વગર જ CA અલ્કેશ પેઢડીયા દ્વારા વ્યવહારો કરાતા હતા. કેટલીક બોગસ પેઢીઓ ચાલતી હોવાની પણ આશંકા છે.