GST Bachat Mahotsav : ઇલેક્ટ્રોનિક્સ અને ઓટો સેક્ટરમાં 23 ટકાના વધારા સાથે રેકોર્ડ વેચાણ
ધનતેરસ પર્વના શુભ પ્રસંગે, નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલ અને માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવ સાથે એક મહત્વપૂર્ણ સંયુક્ત પત્રકાર પરિષદ સંબોધી હતી. માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે, જીએસટીના દર ઘટાડ્યા બાદ, ટેલિવિઝન, રેફ્રિજરેટર અને એર કંડિશનર જેવી વસ્તુઓની માંગ એટલી વધી ગઈ છે કે ઘણી જગ્યાએ સ્ટોક ખતમ થઈ ગયો છે.

ધનતેરસના શુભ પ્રસંગે, નાણામંત્રી નિર્મલા સીતારમણ, વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલ તેમજ માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે GST 2.0 ના અમલીકરણના થોડા અઠવાડિયા પછી, આ સુધારાઓ કેવી રીતે અર્થતંત્રને વેગ આપી રહ્યા છે તે અંગે જણાવ્યું હતું. ઇલેક્ટ્રોનિક્સ અને ઓટોમોબાઇલ્સ જેવા ક્ષેત્રોને વેગ મળી રહ્યો છે. રેકોર્ડ વેચાણ અને વધતા રોકાણો સાથે, GST બચત મહોત્સવ 2025 દેશભરમાં ઉજવવામાં આવી રહ્યો છે.
ઇલેક્ટ્રોનિક્સ સામાનના વેચાણમાં 20 થી 23 ટકાનો વધારો
આ વર્ષે 22 સપ્ટેમ્બરને નવરાત્રિના પ્રારંભે GST ના દર ઘટાડ્યા બાદ, ઇલેક્ટ્રોનિક્સ સામાનના વેચાણમાં 20 થી 23 ટકાનો નોંધપાત્ર વધારો થયો છે. માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે એવો દાવો કર્યો હતો કે, ટીવી, રેફ્રિજરેટર અને એર કંડિશનર જેવી વસ્તુઓની માંગ એટલી બધી વધી ગઈ છે કે, ઘણી જગ્યાએ તો સ્ટોક પણ ખતમ થઈ ગયો છે.
વાણિજ્ય મંત્રી પિયુષ ગોયલે જણાવ્યું હતું કે GSTના દર ઘટાડાથી ઓટો વેચાણમાં પણ નોંધપાત્ર વધારો થયો છે. તેમણે એમ પણ કહ્યું હતું કે S&P એ 18 વર્ષ પછી ભારતનું ક્રેડિટ રેટિંગ અપગ્રેડ કર્યું છે, જે દેશના અર્થતંત્ર માટે એક મહત્વપૂર્ણ સિદ્ધિ છે. ગોયલે જણાવ્યું હતું કે GSTમાં ઘટાડાથી રોકાણ અને વેપારમાં વધારો થયો છે, જેનો લાભ દરેક ભારતીયને મળશે.
GST ઘટાડાનો સીધો લાભ ગ્રાહકોને – નિર્મલા સીતારમણ
નાણામંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું હતું કે GST ઘટાડાના ફાયદા સીધા ગ્રાહકો સુધી પહોંચે તે સુનિશ્ચિત કરવા માટે સરકાર 54 આવશ્યક ચીજવસ્તુઓના ભાવ પર નજર રાખી રહી છે. અશ્વિની વૈષ્ણવે એમ પણ કહ્યું હતું કે, માંગ વધવાથી આ વર્ષે રોકાણમાં વધારો થશે. વધુમાં, ભારતે સ્માર્ટફોન નિકાસમાં તેના પડોશી દેશને પાછળ છોડી દીધો છે, અને 20 % મુખ્ય બ્રાન્ડ્સ હવે ભારતમાં ઉત્પન્ન થાય છે. તેમણે કહ્યું કે આ ધનતેરસ પર કર રાહતથી દરેક ઘરમાં સમૃદ્ધિ આવી છે.
બીજો સેમિકન્ડક્ટર પ્લાન્ટ શરૂ થયો
ગયા અઠવાડિયે, ભારતનો બીજો સેમિકન્ડક્ટર પ્લાન્ટ કાર્યરત થયો, જેનાથી ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદનમાં વધુ વધારો થયો. આ ક્ષેત્ર 2.5 મિલિયન લોકોને સીધા રોજગારી આપે છે. GST સુધારાઓએ ખાદ્યપદાર્થોના ભાવમાં પણ ઘટાડો કર્યો છે, જેના કારણે ફુગાવામાં ઘટાડો થયો છે. આ ધનતેરસ પર, GST બચત ઉત્સવે બજારમાં ઉત્સાહ વધાર્યો છે.
LIVE NOW
Press Conference on #GSTBachatUtsav by Union Finance Minister @nsitharaman
National Media Centre, New Delhi
Watch on #PIB‘s ▶️ Facebook: https://t.co/ykJcYlMTtL ▶️ YouTube: https://t.co/PNrJZnNHxj https://t.co/mQFySuVukb
— PIB India (@PIB_India) October 18, 2025
આ પણ વાંચોઃ GST Collection : દેશમા GST દર ઘટ્યા, પણ સરકારની તિજોરી રૂપિયા 1.89 લાખ કરોડની આવકથી છલકાઈ ગઈ