AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

તમને મળેલી ‘GST નોટિસ’ અસલી છે કે નકલી? સ્ટેપ-બાય-સ્ટેપ આ પ્રોસેસને ફોલો કરો, 30 સેકન્ડમાં ખબર પડી જશે

હાલના સમયમાં એવા ઘણા કિસ્સાઓ સામે આવ્યા છે કે, જેમાં છેતરપિંડી કરનારાઓએ દુકાનદારો અને નાના વેપારીઓને નકલી GST નોટિસ મોકલીને લાખો રૂપિયાની છેતરપિંડી કરી છે. એવામાં ખબર કઈ રીતે પડે કે, આ GST નોટિસ અસલી છે કે નકલી?

તમને મળેલી 'GST નોટિસ' અસલી છે કે નકલી? સ્ટેપ-બાય-સ્ટેપ આ પ્રોસેસને ફોલો કરો, 30 સેકન્ડમાં ખબર પડી જશે
Image Credit source: AI Generated
| Updated on: Jan 11, 2026 | 4:43 PM
Share

આજકાલ સાયબર છેતરપિંડી ખૂબ જ વધી રહી છે. મોટાભાગના નાના વેપારીઓ ડિજિટલ છેતરપિંડીનો ભોગ બની રહ્યા છે. એવા ઘણા કિસ્સાઓ સામે આવ્યા છે કે, જેમાં છેતરપિંડી કરનારાઓએ દુકાનદારો અને નાના વેપારીઓને નકલી GST નોટિસ મોકલીને લાખો રૂપિયાની છેતરપિંડી કરી છે.

GST નોટિસ અસલી છે કે નકલી?

સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇન્ડાયરેક્ટ ટેક્સીસ એન્ડ કસ્ટમ્સે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી છે. આ પોસ્ટમાં સમજાવવામાં આવ્યું છે કે, તમને મળેલી GST નોટિસ નકલી છે કે અસલી? હવે આ તમે કેવી રીતે ચેક કરશો?

સ્કેમર્સ નકલી GST નોટિસ મોકલતા હોય છે. આ નકલી GST નોટિસ મોકલતાની સાથે સ્કેમર્સ વેપારીઓને ડરાવે, ધમકાવે અને ઠગાઈ કરે છે. જણાવી દઈએ કે, જે ફેક નોટિસ સ્કેમર્સ દ્વારા તમને મોકલવામાં આવે છે, તે GST વિભાગ જેવી જ બનાવવામાં આવે છે.

આટલું જ નહીં, સ્કેમર્સ નોટિસમાં નકલી DIN નંબરનો પણ ઉપયોગ કરે છે. આ એ નંબર છે, જેના ઉપયોગથી તમે જાણી શકો છો કે, તમને મોકલવામાં આવેલી નોટિસ અસલી છે કે નકલી?

GST નોટિસ નકલી છે કે નહીં તે નક્કી કરવા માટે, તમારે સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈને તેની ચકાસણી કરવી જોઈએ. સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇન્ડાયરેક્ટ ટેક્સીસ એન્ડ કસ્ટમ્સ (CBIC) ની વેબસાઇટ પર ડોક્યુમેન્ટ આઈડેન્ટિફિકેશન નંબર (DIN) તપાસો.

ડોક્યુમેન્ટ આઈડેન્ટિફિકેશન નંબર (DIN) ‘GST વિભાગ’ દ્વારા જારી કરવામાં આવતો એક ઓફિશિયલ કોમ્યુનિકેશન માટેનો યુનિક નંબર છે.

GST વિભાગ દ્વારા મોકલવામાં આવેલા કોઈ પણ કોમ્યુનિકેશન પર DIN યુટિલિટી દ્વારા તેની અસલીયત ચકાસવા માટે નીચેના પગલાં અનુસરો:

  1. સૌ પ્રથમ, દસ્તાવેજ પર DIN શોધો, જે સામાન્ય રીતે કોમ્યુનિકેશનમાં “CBIC-YYYY MM ZCDR NNNN” ફોર્મેટમાં સ્પષ્ટ રીતે બતાવવામાં આવે છે.
  2. DIN મળ્યા બાદ ઓફિશિયલ CBIC પોર્ટલ પર જાઓ. ‘ઓનલાઈન સર્વિસેસ’ ટેબ હેઠળ ‘Verify CBIC DIN GST’ વિકલ્પ પર ક્લિક કરો.
  3. હવે DIN ફીલ્ડમાં તમને મળેલ ‘DIN નંબર’ દાખલ કરો.
  4. ત્યારબાદ ‘સબમિટ’ બટન દબાવો. આ સુવિધા દસ્તાવેજ ‘અસલી છે કે નકલી’? તેનો એક કન્ફર્મેશન મેસેજ બતાવશે.
  5. જો તમને કન્ફર્મેશન મેસેજ ન દેખાય, તો તેને તરત સાઇબર સેલમાં રિપોર્ટ કરો. આ સિવાય તમે ડાયરેક્ટ 1030 પર કોલ કરીને તરત રિપોર્ટ કરી શકો છો.

આ પણ વાંચો: શું ક્રેડિટ કાર્ડ બંધ કરવાથી તમારા CIBIL સ્કોરને નુકસાન પહોંચે છે? જાણો અહીં

રાજસ્થાનના કાશ્મીર માઉન્ટ આબુમાં કાતિલ ઠંડી, જુઓ Video
રાજસ્થાનના કાશ્મીર માઉન્ટ આબુમાં કાતિલ ઠંડી, જુઓ Video
પતંગરસિકો આનંદો! ઉત્તરાયણના દિવસે પવન રહેશે સાનુકૂળ
પતંગરસિકો આનંદો! ઉત્તરાયણના દિવસે પવન રહેશે સાનુકૂળ
શૌર્ય યાત્રામાં ભાગ લીધા બાદ સોમનાથ મંદિરમાં પીએમ મોદી પૂજા કરી
શૌર્ય યાત્રામાં ભાગ લીધા બાદ સોમનાથ મંદિરમાં પીએમ મોદી પૂજા કરી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સોમનાથમાં ભવ્ય સ્વાગત કરાયું,જુઓ વીડિયો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સોમનાથમાં ભવ્ય સ્વાગત કરાયું,જુઓ વીડિયો
ખર્ચાઓ પર નિયંત્રણ રાખવાનો પ્રયાસ કરો, જીવનસાથી તરફથી વધુ ટેકો મળશે
ખર્ચાઓ પર નિયંત્રણ રાખવાનો પ્રયાસ કરો, જીવનસાથી તરફથી વધુ ટેકો મળશે
GAPM 2026માં પ્રેસિડેન્ટનો ચોંકાવનારો ખુલાસો - જુઓ Video
GAPM 2026માં પ્રેસિડેન્ટનો ચોંકાવનારો ખુલાસો - જુઓ Video
કઠલાલ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં સ્ટાફની બેદરકારી સામે આવી - જુઓ Video
કઠલાલ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં સ્ટાફની બેદરકારી સામે આવી - જુઓ Video
સોનાની દુકાનમાં મહિલાએ કરી ચોરી, ઘટના CCTVમાં કેદ
સોનાની દુકાનમાં મહિલાએ કરી ચોરી, ઘટના CCTVમાં કેદ
પાટીદાર સમાજમાં સામાજિક બંધારણ ઘડવા મથુર સવાણીએ જનમત માંગ્યો
પાટીદાર સમાજમાં સામાજિક બંધારણ ઘડવા મથુર સવાણીએ જનમત માંગ્યો
દ્વારકાના મકનપુર ગામે દરિયામાં નાહવા પડેલા 4 મિત્રો ડૂબ્યા, જુઓ-Video
દ્વારકાના મકનપુર ગામે દરિયામાં નાહવા પડેલા 4 મિત્રો ડૂબ્યા, જુઓ-Video
g clip-path="url(#clip0_868_265)">