AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

નિર્લિપ્ત રાયની નિમણૂકને પગલે ગોંડલના ગુનેગારોમાં ફફડાટ, દાદાના રાજમાં અસામાજિકોને ડામવા ગાંધીનગરથી ગ્રીન સિગ્નલ !

નિર્લિપ્ત રાયની રાજકોટ રેન્જ આઈજી પદે નિમણૂક થવાની સાથે જ કેટલાકના ભવા પણ ચડી ગયા હોવાના વાવડ વહેતા થયા હતા. જો કે, નાયબ મુખ્ય પ્રધાન હર્ષ સંઘવીએ દાદાના રાજમાં અસામાજીક તત્વોને ડામી દેવાની જે મનસા વ્યક્ત કરી છે તે પરીપૂર્ણ કરવાના ભાગરૂપે જ નિર્લિપ્ત રાયની વરણી રાજકોટ રેન્જમાં કરવામાં આવી છે. અગાઉ આ જ અધિકારીએ અમરેલીમાં કેટલાયના માન-મોભાને જમીન ઉપર ઉતારી લેવડાયા હતા.

નિર્લિપ્ત રાયની નિમણૂકને પગલે ગોંડલના ગુનેગારોમાં ફફડાટ, દાદાના રાજમાં અસામાજિકોને ડામવા ગાંધીનગરથી ગ્રીન સિગ્નલ !
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 09, 2026 | 2:55 PM
Share

રાજકોટના ગોંડલની ન્યાયપ્રિય જનતા રાજીની રેડ થઈ ઊઠી છે. ગુજરાત સરકારે ગુરુવારે મોડી રાત્રે આઈપીએસ અધિકારીઓની અરસપરસ બદલીના આદેશ કર્યાં. જેમાં એક એવા અધિકારીનું નામ હતું જે વાંચીને ગોંડલની ન્યાયપ્રિય જનતાએ ખૂશ થઈ ઉઠી. આ અધિકારી એટલે નિર્લિપ્ત રાય. ગુજરાતના પોલીસ બેડામાં અનેક અધિકારીઓ છે પરંતુ તેમાં નિર્લિપ્ત રાય માટે સૌ કોઈને આદર અને સન્માનની લાગણી છે. આ બાહોશ અધિકારીની રાજકોટ રેન્જ આઈજી તરીકેની નિમણૂંક થતા રાજકોટના અસામાજીક તત્વોના પગ નીચેની ઘરતી રીતસરની સરી ગઈ હશે. આ એવા પોલીસ અધિકારી છે જે કાયદાનું પાલન કરાવવા માટે સરકારમાં બેઠેલા હાકેમને પણ ગાંઠતા નથી.

રાજકોટ રેન્જનો વિસ્તાર ગોંડલને પણ આવરી લે છે. છેલ્લા કેટલાક સમયથી ગુનાખોરીના સમાચારને લઈને ગોંડલ અવારનવાર સમાચારોમાં ચમકતુ રહે છે. રાજકોટ રેન્જના આઈજી તરીકેનો હોદ્દો સંભાળતાની સાથે જ નિર્લિપ્ત રાયે ગોંડલનો ફેરો કરવાનું નક્કી કર્યું છે. આખા રાજકોટમાં એકમાત્ર ગોંડલ વિસ્તાર એવો છે કે જ્યાં ગુનાખોરીનું પ્રમાણ વધુ છે. પછી તે પોલીસ ચોપડે ચડેલું હોય કે ચોપડાની બહાર રહેતું હોય. આ વિસ્તારમાં અધિકારીક લટાર મારીને નિર્લિપ્ત રાય, ગોંડલના અસામાજીક તત્વો, ગુનેગારો, હિસ્ટ્રીશીટર, તેમજ રાજકારણીઓની ઓથે રહીને પોતાને ક્રાઈમની દુનિયાના બેતાજ બાદશાહ કહેવડાનારાને, કાયદાનું પાલન કરવા માટેનો સંદેશો આપવાનો પહેલો પ્રયાસ કરશે.

નિર્લિપ્ત રાયની રાજકોટ રેન્જ આઈજી પદે નિમણૂક થવાની સાથે જ કેટલાકના ભવા પણ ચડી ગયા હોવાના વાવડ વહેતા થયા હતા. જો કે, નાયબ મુખ્ય પ્રધાન હર્ષ સંઘવીએ દાદાના રાજમાં અસામાજીક તત્વોને ડામી દેવાની જે મનસા વ્યક્ત કરી છે તે પરીપૂર્ણ કરવાના ભાગરૂપે જ નિર્લિપ્ત રાયની વરણી રાજકોટ રેન્જમાં કરવામાં આવી છે. અગાઉ આ જ અધિકારીએ અમરેલીમાં કેટલાયના માન-મોભાને જમીન ઉપર ઉતારી લેવડાયા હતા. નિર્લિપ્ત રાય ચાર્ડ સંભાળતાની સાથે જ ગોંડલ પોલીસના પણ ક્લાસ લેશે. તેઓ ગોંડલ પોલીસ પાસેથી એ બાબત પણ જાણવા માગશે તે તેમને કાયદાનું પાલન કરાવવા સંબંધે કોઈનું દબાણ આવે છે કે નહીં જો દબાણ આવતુ હોય તો કોણ દબાણ કરે છે. દબાણ કરનારાઓ કોણ છે.

Breaking News: રાજકુમાર જાટ કેસમાં ગોંડલના ધારાસભ્યના પુત્ર ગણેશ ગોંડલને મળી ક્લિન ચીટ-સૂત્ર, જુઓ-Video

Follow Us
આજનું રાશિફળ: આજે ક્યાંથી મળશે પૈસા અને ક્યાં મળશે ખુશી?
આજનું રાશિફળ: આજે ક્યાંથી મળશે પૈસા અને ક્યાં મળશે ખુશી?
Trending Video: યુવકે બનાવી 6 પૈડાંવાળી અનોખી બાઇક
Trending Video: યુવકે બનાવી 6 પૈડાંવાળી અનોખી બાઇક
વડોદરા ખરીફ પાક સંકટ પર સંકટ, ખેડૂતોએ કેનાલમાંથી પાણી છોડવાની કરી માંગ
વડોદરા ખરીફ પાક સંકટ પર સંકટ, ખેડૂતોએ કેનાલમાંથી પાણી છોડવાની કરી માંગ
ભૂમાફિયાઓ અને ગેરકાયદે બાંધકામો સામે તંત્રની 'લાલ આંખ'
ભૂમાફિયાઓ અને ગેરકાયદે બાંધકામો સામે તંત્રની 'લાલ આંખ'
ગુજરાત વિધાનસભામાં ભાડા વિધેયક 2026 રજૂ - જુઓ Video
ગુજરાત વિધાનસભામાં ભાડા વિધેયક 2026 રજૂ - જુઓ Video
કીર્તિદાન ગઢવીના નોરતા નગરી ગરબામાં ₹10 કરોડની ઉચાપત, 4 સામે ફરિયાદ
કીર્તિદાન ગઢવીના નોરતા નગરી ગરબામાં ₹10 કરોડની ઉચાપત, 4 સામે ફરિયાદ
કચ્છના કંડલામાં કોલસા ભરેલું જહાજ એન્કર સાથે અથડાયું
કચ્છના કંડલામાં કોલસા ભરેલું જહાજ એન્કર સાથે અથડાયું
દરેક વોર્ડમાં શ્વાનની ‘ટેરિટરી’ નક્કી કરવા હાઈકોર્ટનો AMCને નિર્દેશ
દરેક વોર્ડમાં શ્વાનની ‘ટેરિટરી’ નક્કી કરવા હાઈકોર્ટનો AMCને નિર્દેશ
ફક્ત એક જ મેસેજ આપ્યો ને AI એ ટ્રેન ટિકિટ બુક કરી દીધી
ફક્ત એક જ મેસેજ આપ્યો ને AI એ ટ્રેન ટિકિટ બુક કરી દીધી
વરસાદ ખેંચાતા જામનગર જિલ્લાના ડેમોના દેખાયા તળિયા, પાણીની તંગીની ભીતિ
વરસાદ ખેંચાતા જામનગર જિલ્લાના ડેમોના દેખાયા તળિયા, પાણીની તંગીની ભીતિ
g clip-path="url(#clip0_868_265)">