છેલ્લા 11 વર્ષથી સુરત સહીત દક્ષિણ ગુજરાતમાં વિવિધ વિષયો પર પત્રકારત્વનો અનુભવ ધરાવે છે. રાજકારણ, સમાજકારણ ઉપરાંત ક્રાઈમ રીપોર્ટીંગ રસનો વિષય રહ્યો છે. દક્ષિણ ગુજરાત કુદરતી આપદાઓ સમયે તેમજ મોટી ઘટના-દુર્ધટનાઓ સમયે સ્થળ પર પહોંચી રીપોર્ટીંગ કરવાની અનોખી ક્ષમતા તેમણે વિકસાવી છે.
Breaking News : સુરતની જાણીતી રેસ્ટોરેન્ટના મહિલાઓના વોશરુમમાં હતો છુપો મોબાઇલ કેમેરા, મહિલાનું ધ્યાન પડતાં કર્યો હોબાળો
સુરતના પીપલોદમાં આવેલી એક જાણીતી રેસ્ટોરેન્ટના મહિલાઓના વોશરુમમાં એક છુપો મોબાઇલ કેમેરા મુકાયો હોવાની ઘટના સામે આવી છે. એક મહિલાએ આ મોબાઇલ જોઇ જતા રેસ્ટોરેન્ટ મેનેજમેન્ટનું આ તરફ ધ્યાન દોર્યુ હતુ અને જે પછી આ ઘટનાને અંજામ આપનારા આરોપીને પકડી લેવામાં આવ્યો છે.
- Baldev Suthar
- Updated on: Aug 18, 2025
- 11:41 am
બાયલાની જેમ શું રડો છો, એમ કહી લગ્નેતર સંબંધોનો અંત લાવવાનું પત્નીએ કહેતા પતિએ બે બાળકોને ઝેરી દવા પીવડાવી ખુદ પણ કરી લીધી આત્મહત્યા
બાયલાની જેમ શું રડો છો, એમ કહી લગ્નેતર સંબંધોનો અંત લાવવાનું કહેતા પતિને ફાલ્ગુની ઠપકારતી હતી 'તમારે મરી જવું હોય તો મરી જાઓ, મને મારી લાઇફ જીવવા દો' પત્નીના આ ટોણાંથી દુભાયેલા શિક્ષકે બે બાળકો સાથે જીવન ટૂંકાવ્યું. આત્મહત્યા કરતાં પહેલા અલ્પેશ સોલંકીએ આઠ પાનાની સ્યૂસાઇડ નોટ લખી પોતાની સ્કુલ બેગમાં મૂકી દીધી હતી અને શાળાએ મૂકી આવ્યો હતો એ બેગ લઇ આવવા અલ્પેશે બમરોલી રહેતા નાના ભાઈ જીગ્નેશને કહ્યું હતું, બાળકોને સોસિયોમાં ઉંદર મારવાની દવા પીવડાવી, બંનેના મૃતદેહ બેડ પર મૂક્યા બાદ ફાંસો ખાધો
- Baldev Suthar
- Updated on: Aug 2, 2025
- 2:10 pm
Surat : શહેરના જાણીતા બિલ્ડર અને તેના પરિવાર વિરુદ્ધ જમાઈએ જ નોંધાવી છેતરપિંડીની ફરિયાદ, જાણો આખી ઘટના
સુરત શહેરના ભરથાણા-વેસુ વિસ્તારની કરોડોની કિંમત ધરાવતી જમીનના વિવાદમાં શહેરના જાણીતા બિલ્ડર લોકનાથ ગંભીર અને તેમના પરિવાર સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાતા ચકચાર મચી ગઈ છે.
- Baldev Suthar
- Updated on: Aug 1, 2025
- 10:12 pm
સુરતની વિર નર્મદ યુનિવર્સિટીએ શૈક્ષણિક હેતુ માટેની જમીન ગરબા માટે ભાડે આપતા સર્જાયો વિવાદ- જુઓ Video
સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી (VNSGU) એ નવરાત્રિ કાર્યક્રમ માટે યશસ્વી ફાઉન્ડેશનને 1.80 લાખ ચોરસ મીટર જમીન ભાડે આપી છે. આ નિર્ણય ટેન્ડર વિના લેવાયો હોવાથી વિવાદ ઉભો થયો છે. આ જમીન ગર્લ્સ હોસ્ટેલની નજીક હોવાથી વિદ્યાર્થીઓના અભ્યાસ પર અસર પડવાની શક્યતા છે. કુલપતિએ યુનિવર્સિટીની પોલિસીનો ઉલ્લેખ કરી જવાબદારી આયોજક પર નાખી છે.
- Baldev Suthar
- Updated on: Jul 15, 2025
- 9:08 pm
સુરતનો સૌથી ભયાનક બ્રિજ, અહીં જતાં પહેલા ચેતજો, ચોંકાવનારા દ્રશ્યો આવ્યા સામે, જુઓ Video
સુરતના કામરેજ બ્રિજની ગંભીર સ્થિતિને કારણે વાહનચાલકોના જીવ જોખમમાં છે. બ્રિજ પર 2 ફૂટથી વધુનો ખાડો પડ્યો છે, જેને ઢાંકવા માટે મુકાયેલી લોખંડની પ્લેટ વારંવાર ખસી જાય છે.
- Baldev Suthar
- Updated on: Jul 9, 2025
- 6:03 pm
સુરતમાં પૂરની સ્થિતિનો તાગ મેળવવા મનપા કમિશનરે અસરગ્રસ્ત વિસ્તારોની લીધી મુલાકાત, tv9 સાથે કરી ખાસ વાતચીત- Video
સુરત શહેરમાં ભારે વરસાદને કારણે પુરની સ્થિતિ ઉદ્ભવી હતી. સુરત મહાનગરપાલિકાના કમિશનર શાલિની અગ્રવાલે અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈને સ્થિતિનું મૂલ્યાંકન કર્યું હતું.
- Baldev Suthar
- Updated on: Jun 24, 2025
- 7:04 pm
સુરતમાં આવેલા પૂરને કારણે અનેક લોકો સ્થળાંતર કરવા બન્યા મજબૂર, પોલીસ પણ ટ્રેક્ટર લઈ રેસક્યૂ માટે ઉતરી- Video
સુરત પોલીસનો માનવીય ચહેરો સામે આવ્યો છે. હાલ ડ્રીમ સિટી ગણાતી સુરત નગરી જળમગ્ન બની છે ત્યારે પૂરના પાણીમાં ફસાયેલા લોકોની મદદે સુરત પોલીસ આવી છે. ટ્રેક્ટર સાથે ઉતરેલી પોલીસ દ્વારા ફસાયેલા લોકોના રેસ્ક્યૂની કામગીરી હાથ ધરવામાં આવી છે.
- Baldev Suthar
- Updated on: Jun 24, 2025
- 5:35 pm
Rain News : સુરતમાં વીજળીના કડાકા ભડાકા સાથે ખાબક્યો ધોધમાર વરસાદ, અનેક વિસ્તારો જળમગ્ન, જુઓ Video
હવામાન વિભાગની આગાહી વચ્ચે ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. સુરત શહેર અને જિલ્લામાં પણ ભારે વરસાદ વરસી રહ્યો છે. સુરતના કેટલાક વિસ્તારોમાં મોડી રાતથી વરસાદ વરસી રહ્યો છે.
- Baldev Suthar
- Updated on: May 27, 2025
- 11:22 am
“બાંગ્લાદેશીઓ ભારતના નાગરિક બની જાય તેના માટે બંગાળ સરકાર જવાબદાર”- હર્ષ સંઘવી
ગુજરાતમાં ઘૂસણખોરો સામે કાર્યવાહી મુદ્દે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ બંગાળ સરકાર પર નિશાન સાધ્યુ. હર્ષ સંઘવીએ કહ્યુ બાંગ્લાદેશીઓ આવીને ભારતના નાગરિક બની જાય તેના માટે બંગાળ સરકાર જવાબદાર છે.
- Baldev Suthar
- Updated on: May 4, 2025
- 3:41 pm
ટેસ્લાની સાયબર ટ્રકની સૌપ્રથમ સુરતમાં થઈ એન્ટ્રી, જાણીતા કારપ્રેમી ઉદ્યોગપતિએ ખાસ દુબઈથી મગાવી આ ફાઉન્ટેન મોડલ કાર- જાણો વિશેષતા
સુરતના જાણીતા ઉદ્યોગપતિ લવજી બાદશાહે દુબઈથી ટેસ્લાની સાયબરટ્રક મંગાવી છે, જે ભારતમાં હજુ લોન્ચ નથી થઈ. આ ફ્યુચરિસ્ટિક કારની ડિઝાઇન અને વિશેષતાઓએ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી છે. કારની બોડી સ્ટીલની છે અને 6 કલાક ચાર્જિંગથી 550 કિમી ચાલે છે. આ ઘટના ભારતીય ઓટોમોબાઈલ ઉદ્યોગમાં ચર્ચાનો વિષય બની છે.
- Baldev Suthar
- Updated on: Apr 26, 2025
- 4:57 pm
Breaking News : ગુજરાતના ગૃહપ્રધાન હર્ષ સંઘવીની સોસાયટીમાં લાગી આગ, 18 લોકો ફસાયા, જુઓ Video
ગુજરાતમાં અવારનવાર આગ લાગવાની ઘટના બનતી હોય છે. ત્યારે સુરતના વેસુ વિસ્તારમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. વેસુ વિસ્તારમાં આવેલા લક્ઝુરિયસ ફ્લેટમાં આગ લાગી છે. મળતી માહિતી અનુસાર ગુજરાતના ગૃહ પ્રધાન હર્ષ સંઘવી રહે છે તે જ સોસાયટીમાં આગ લાગી છે. ઘટનાની જાણ થતા જ તાત્કાલિક ધોરણે હર્ષ સંઘવી ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરવાના આદેશ આપ્યા છે.
- Baldev Suthar
- Updated on: Apr 11, 2025
- 1:42 pm
વાળ પકડ્યા, ઢસડીને લાતો મારી, સુરતના સરદાર માર્કેટમાં શાકભાજી ચોરીના આરોપ બાદ મહિલાઓ પર હુમલો, જુઓ Video
સુરતના સરદાર માર્કેટમાં શાકભાજીની ચોરીના શંકાસ્પદ બનાવમાં બે મહિલાઓને સિક્યુરિટી ગાર્ડ દ્વારા માર મારવામાં આવ્યો હતો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.
- Baldev Suthar
- Updated on: Apr 10, 2025
- 7:21 pm