AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ધારાસભ્યની હાજરીમાં જ ભાજપના મહામંત્રી પર ઘાતકી હુમલો, ખાતમૂહ્રત દરિમયાન થઈ ભાગમભાગી - જુઓ Video

ધારાસભ્યની હાજરીમાં જ ભાજપના મહામંત્રી પર ઘાતકી હુમલો, ખાતમૂહ્રત દરિમયાન થઈ ભાગમભાગી – જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 08, 2026 | 6:19 PM
Share

અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના દામનગરમાં એક સરકારી કાર્યક્રમ દરમિયાન ભાજપના મહામંત્રી પ્રકાશ તજા પર ઘાતકી હુમલો થયો છે. આ હુમલો સ્થાનિક ધારાસભ્યની હાજરીમાં જ થયો હતો, જેના કારણે ત્યાં હાજર લોકોમાં નાસભાગ મચી ગઈ હતી.

અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના દામનગરમાં એક કાર્યક્રમ દરમિયાન ભાજપના મહામંત્રી પર જાનલેવા હુમલો થવાની ઘટના સામે આવી છે. દામનગરમાં ખાતમૂહ્રત વિધિ ચાલી રહી હતી, તે સમયે જ મહામંત્રી પ્રકાશ તજા પર ઘાતકી હથિયારો વડે હુમલો કરવામાં આવ્યો હતો.

આ હુમલાનો આક્ષેપ અમરેલી જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકના ડિરેક્ટર હીરાભાઈ નવાપરા પર લગાવવામાં આવ્યો છે. મહત્વની વાત એ છે કે, આ હુમલો સ્થાનિક ધારાસભ્ય (MLA) ની હાજરીમાં જ થયો હોવાનું સામે આવ્યું છે. ઘાતકી હથિયારો સાથે થયેલા આ હુમલાને પગલે કાર્યક્રમમાં હાજર કાર્યકરોમાં ભારે નાસભાગ મચી ગઈ હતી.

હુમલામાં ઈજાગ્રસ્ત થયેલા પ્રકાશ તજાને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ સમગ્ર મામલે લાઠીના ધારાસભ્યનું નિવેદન પણ સામે આવ્યું છે. આમાં તેમણે જણાવ્યું છે કે, આ હુમલો જૂની અદાવતને કારણે કરવામાં આવ્યો છે. પોલીસે હાલમાં આ ઘટના અંગે વધુ તપાસ હાથ ધરી છે.

હવામાનને લઈ અંબાલાલ પટેલની મોટી આગાહી, ગુજરાતમાં કરા સાથે વરસાદ પડવાની શક્યતા

Published on: Mar 08, 2026 06:19 PM
g clip-path="url(#clip0_868_265)">