AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સી આર પાટીલ

સી આર પાટીલ

ભાજપના ગુજરાત પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલનો જન્મ 16 માર્ચ 1955ના રોજ મહારાષ્ટ્રના જલગાંવમાં થયો હતો. સી.આર. પાટીલનું પુરુ નામ ચંદ્રકાંત રઘુનાથ પાટીલ છે. તેમણે પોસ્ટ-સ્કૂલ ટેકનિકલનો અભ્યાસ સુરત ખાતે કરેલો છે. તેમની પત્નીનુ નામ ગંગા છે. તેમજ તેમણે 1 પુત્ર અને 3 પુત્રીઓ છે. જેઓ અત્યારે સુરત અને નવી દિલ્હી રહે છે.

સી.આર.પાટીલ 17મી લોકસભામાં નવસારીમાંથી ચૂંટાયેલા સભ્ય હતા. જેઓ 20 જુલાઈ 2020ના રોજ ગુજરાતના નવા અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. જેઓ વર્તમાન સમયમાં પણ ગુજરાતના પ્રદેશ પ્રમુખનું પદ સંભાળે છે.સી.આર. પાટીલ 2019માં 6,89,668 મત મેળવીને જીત પ્રાપ્ત કરી હતી.

Read More
Follow On:

Breaking News : નવસારીમાં પૂરનો હાહાકાર, સંઘવી અને પાટીલની તંત્ર સાથે બેઠક, જુઓ Video

નવસારી જિલ્લામાં ભારે વરસાદ અને પૂરે ભારે વિનાશ વેર્યો છે, જેમાં 50,000થી વધુ લોકો પ્રભાવિત થયા છે અને 15થી વધુના મોત થયા છે. નાયબ મુખ્યપ્રધાન હર્ષ સંઘવી અને કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલે નવસારીની મુલાકાત લીધી હતી.

Breaking News : ટિકિટ ન મળે તો… ભાજપ કાર્યકર્તાઓને ટિકિટની માંગણી પર C.R. પાટીલનો કડક સંદેશ, સાંભળો શું કહ્યું

નવસારીમાં ભાજપની જીત બાદ સી.આર. પાટીલે કાર્યકર્તાઓને ટિકિટની માંગણીઓ પર ટકોર કરી હતી.

CR Patil on Surat Election Result : સુરતમાં ભાજપની પ્રચંડ જીત બાદ સી.આર. પાટીલનું પહેલું નિવેદન આવ્યું સામે, જુઓ Video

સી.આર. પાટીલે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપની ભવ્ય જીત બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, વિવિધ નેતાઓ અને કાર્યકર્તાઓને અભિનંદન પાઠવ્યા.

Breaking News : સુરતમાં કેન્દ્રીય મંત્રી સી.આર.પાટીલે પરિવાર સાથે કર્યુ મતદાન, જુઓ-Video

મળતી માહિતી મુજબ, સી.આર. પાટીલ સુરતના વોર્ડ નંબર 20 વિસ્તારમાં પોતાના પરિવાર સાથે મતદાન કરવા પહોંચ્યા હતા. તેમણે પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને લોકશાહી પ્રત્યેની જવાબદારી નિભાવી હતી.

What Gujarat Thinks Today : વિધાનસભામાં 156 બેઠકો જીત્યા બાદ પણ પાટીલને હજૂ ખુંચે છે કઇ વાત ? જુઓ વીડિયો

TV9નાં સૌથી મોટા થિંક ફેસ્ટમાં સી. આર. પાટીલે અનેક રાઝ ખોલ્યા હતા.પ્રધાનમંત્રીના નેતૃત્વમાં અંદાજે 16 કરોડ દરેક ઘરે પાણી પહોંચાડવાનું સપનું પૂર્ણ થયું છે.મોદીના ભગીરથ પાટીલ, પાણી, અને પડકારની અન્ય વાતો પણ જાણો.

ગુજરાતના અમીર સાંસદ કોણ ? 10 વર્ષમાં વધી ગઈ કરોડોની મિલકત, નામ જાણી ચોંકી જશો

ADRના રિપોર્ટ મુજબ 2014-2024માં રિપીટ સાંસદોની મિલકતમાં નોંધપાત્ર વધઘટ થઈ છે. કુલ 102 સાંસદોની સરેરાશ મિલકત 110% વધીને રૂ. 33.13 કરોડ થઈ છે. ત્યારે ગુજરાતમાં કયા ધારાસભ્ય અમીર બન્યા તેની વિગત અહીં આપવામાં આવી છે.

દેશમાં સતત ત્રીજીવાર ચૂંટાયેલા 110 સંસદ સભ્યની આવકમાં અઘધઘધ વધારો, મિલક્તમા સૌથી વધુ વધારામાં મહારાષ્ટ્રના ઉદયનરાજે ભોંસલે પહેલા, તો જામનગરના પુનમ માડમ બીજા નંબરે

ભારતમાં 2014માં યોજાયેલ લોકસભાની ચૂંટણીમાં જીતેલા અને 2024ની લોકસભાની ચૂંટણીમાં જીતીને ત્રીજીવાર સાંસદ બનનારા સંસદસભ્યોની મિલકતમાં અધધધ વધારો થવા પામ્યો છે. સૌથી વઘુ વધારો મહારાષ્ટ્રના સાંસદ ઉદયનરાજ ભોંસલેની મિલકતમાં થવા પામ્યો છે. જેઓ દેશભરમાં પહેલા નંબરે છે, તો જામનગરના ભાજપના સાંસદ પુનમ માડમ મિલકત વધારાના ક્ષેત્રે બીજા નંબરે છે.

Year Ender 2025 : આ વર્ષે ગુજરાતના રાજકરણમાં થયા મોટા ફેરફાર, અનેક રાજકીય ઘટનાઓ ઘટી

ગુજરાતમાં વર્ષ 2025માં રાજકીય ક્ષેત્રમાં પણ વિવિધ બદલાવ થયા છે. કેટલા રાજનેતાઓએ રાજકીય પાર્ટીમાંથી રાજીનામું આપ્યું છે. તો ગુજરાતને ભાજપના નવા પ્રદેશ પ્રમુખ બન્યા છે. તો ભૂપેન્દ્ર પટેલ સરકારના મંત્રી મંડળનું પણ પુનર્ગઠન કરવામાં આવ્યું છે.

ભૂપેન્દ્ર પટેલ સરકારના 5-6 પ્રધાન પડતા મુકાશે, સપ્ટેમ્બરમાં મંત્રીમંડળનું વિસ્તરણ

ગુજરાતના રાજકારણમાં ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીમાં જે રીતે એક પછી એક ઘટના આકાર પામી રહી છે તે જોતા સ્પષ્ટ થઈ રહ્યું છે કે, આગામી સપ્ટેમ્બર મહિનામાં ગુજરાતની ભૂપેન્દ્ર પટેલ સરકારનું વિસ્તણ થશે. વર્તમાન મંત્રીમંડળમાંથી 5-6 પ્રધાનોને પડતા મૂકાશે.

Breaking News : ગુજરાત ભાજપમાં નવાજૂનીના એંધાણ, સી.આર. પાટીલના સંકેતોથી ચર્ચા, જુઓ Video

ગુજરાતની રાજનીતિમાં મોટા બદલાવના સંકેતો જોવા મળી રહ્યા છે. ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે સંકેત આપ્યા છે કે જલ્દી સંગઠન અને સરકાર, બન્નેમાં વિસ્તરણ થઈ શકે છે.

g clip-path="url(#clip0_868_265)">