ભાજપ પ્રદેશ પ્રમુખ પદ પર પાટીલના 5 વર્ષ પૂર્ણ, BJPની ભવ્ય જીત માટે કારગર રહી પાટીલની ફોર્મુલા
ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની ચૂંટણી જીતાડવા માટે માઈક્રો પ્લાનિંગ કરતા હોય છે. જેમાં તેમને સફળતા પણ મળતી હોય છે. તેમને આજે ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ બન્યાના 5 વર્ષ પૂર્ણ થયા છે. પાલિકા હોય કે નગરપાલિકા, વિધાનસભા ચૂંટણી હોય કે લોકસભાની ચૂંટણી તેમનું અજય રહેવું તે તેમની આગવી ઓળખ છે.

ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની ચૂંટણી જીતાડવા માટે માઈક્રો પ્લાનિંગ કરતા હોય છે. જેમાં તેમને સફળતા પણ મળતી હોય છે. તેમને આજે ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ બન્યાના 5 વર્ષ પૂર્ણ થયા છે. પાલિકા હોય કે નગરપાલિકા, વિધાનસભા ચૂંટણી હોય કે લોકસભાની ચૂંટણી તેમનું અજય રહેવું તે તેમની આગવી ઓળખ છે. સી.આર.પાટીલે ગજરાતમાં સૌ પ્રથમ વખત પેજ કમિટીની રચના કરી.ગુજરાતમાં અંદાજે 74લાખ પેજ સમિતિનાં સભ્યો બનાવ્યા. ભાજપની ભવ્ય જીત માટે પાટીલની આ ફોર્મુલા કારાગર રહી છે.
જો વર્ષ 2021થી અત્યાર સુધીની વાત કરીએ તો ગાંધીનગર મહાનગર પાલિકાની ચૂંટણીમાં 44 બેઠકોમાંથી 41 બેઠકો પર ભાજપની જીતનાં વાવટા લહેરાયા હતા. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પણ સી.આર.પાટીલ ભાજપની જીતનાં ઘડવૈયા સાબિત થયા.
ચૂંટણીની જીત માટે માઇક્રો પ્લાનિંગ
વર્ષ 2021માં તાલુકા જીલ્લા પંચાયતની ચૂંટણીમાં 31 જિલ્લા પંચાયતમાંથી 31માં જીત મેળવી ભાજપે ક્લીન સ્વીપ કરી. 214 તાલુકા પંચાયતમાંથી 196 તાલુકા પંચાયત ભાજપે પોતાને નામ કરી. 75 નગરપાલિકામાંથી 74 નગરપાલિકામાં પણ ભાજપની જીત થઇ. રાજ્યની તમામ 6 મહાનગર પાલિકા પણ ભાજપે જીતી. રાજ્યની 6 મહાનગરપાલિકાની કુલ 576 બેઠકોમાંથી 483 બેઠકો પર ભાજપનાં ઉમેદવારો જીત્યા.
વર્ષ 2022માં યોજાયેલી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે ઐતિહાસિક જીત મેળવી. વિધાનસભાની 182માંથી 156 બેઠકો પર ભાજપનાં વાવટા લહેરાયા. સ્થિતિ એ હતી કે આમ આદમી પાર્ટીનાં 136 અને કોંગ્રેસનાં 41 ઉમેદવારોની તો ડિપોઝીટ પણ જપ્ત થઇ. ગુજરાતનાં ઇતિહાસમાં કોંગ્રેસની આ સૌથી મોટી હાર હતી.
પ્રદેશ ભાજપ પ્રમુખ પદે પાટીલનાં 5 વર્ષ પૂર્ણ, BJPની ભવ્ય જીત માટે કારગર રહી પાટીલની ફોર્મુલા #GujaratBJP #BJP #CRPatil #Gujarat #TV9Gujarati pic.twitter.com/MYqMe2KPFC
— Tv9 Gujarati (@tv9gujarati) July 20, 2025
214 માંથી 196 તાલુકા પંચાયત ભાજપને નામ
વર્ષ 2024માં યોજાયેલી લોકસભા ચૂંટણીમાં પણ ભાજપે ગુજરાતની 26માંથી 25 બેઠક પર જીત મેળવી. તાજેતરમાં જ યોજાયેલી નગરપાલિકાની ચૂંટણીમાં 68માંથી 57 નગરપાલિકામાં ભાજપે જીત મેળવી તો 2 તાલુકા પંચાયત અને એક જિલ્લા પંચાયત પણ ભાજપે પોતાના નામે કરી.
પોતાના પ્રતિસ્પર્ધીઓને ક્યારેય હળવાશથી ન લેતા, જીત થાય પછી માર્જીન વધારવા પર ભાર આપતા સી.આર.પાટીલ ક્યારેય પગવાળીને બેસતા નથી. વિજયસભા કે વિજય સરઘસમાં પણ ઉન્માદમાં આવવાને બદલે. હજુ વધુ સારૂ થઇ શક્યુ હોત તેવી ટકોર કરનાર સી.આર.પાટીલનાં ભાજપ પ્રદેશ પ્રમુખ પદે 5 વર્ષ પુરા થઇ રહ્યા છે.
પાટીલે કુદરતી આફત સમયે ભાજપ કાર્યકર્તાઓને સેવા હિ સંગઠનનો મંત્ર આપી જનસેવામાં જોડ્યા. સી.આર.પાટીલ ભાજપ પ્રદેશ પ્રમુખ પદે આવ્યા બાદ સહકાર ક્ષેત્રમાં પણ ભાજપનો દબદબો બરકરાર રહ્યો. સહકારી ક્ષેત્રની 219 જેટલી સંસ્થાઓમાં ભાજપે વિજય મેળવ્યો. જેમાં રાષ્ટ્રીય કક્ષાની 4 અને રાજકીય કક્ષાની 7 સંસ્થાઓનો સમાવેશ થાય છે.
પોતાના પર સાંસદ અને કેન્દ્રિય પ્રધાન તરીકેની જવાબદારી હોવા છતાં પ્રદેશ ભાજપ પ્રમુખ પદે પાટીલ સક્રિય છે. ત્યારે ભાજપ માટે પણ ભવિષ્યમાં પાટીલનાં વારસદારને જાળવી શકે તેવા પ્રદેશ પ્રમુખ શોધવા અઘરુ કામ છે.