દેશમાં સતત ત્રીજીવાર ચૂંટાયેલા 110 સંસદ સભ્યની આવકમાં અઘધઘધ વધારો, મિલક્તમા સૌથી વધુ વધારામાં મહારાષ્ટ્રના ઉદયનરાજે ભોંસલે પહેલા, તો જામનગરના પુનમ માડમ બીજા નંબરે
ભારતમાં 2014માં યોજાયેલ લોકસભાની ચૂંટણીમાં જીતેલા અને 2024ની લોકસભાની ચૂંટણીમાં જીતીને ત્રીજીવાર સાંસદ બનનારા સંસદસભ્યોની મિલકતમાં અધધધ વધારો થવા પામ્યો છે. સૌથી વઘુ વધારો મહારાષ્ટ્રના સાંસદ ઉદયનરાજ ભોંસલેની મિલકતમાં થવા પામ્યો છે. જેઓ દેશભરમાં પહેલા નંબરે છે, તો જામનગરના ભાજપના સાંસદ પુનમ માડમ મિલકત વધારાના ક્ષેત્રે બીજા નંબરે છે.

ભારતમાં 2014માં યોજાયેલ લોકસભાની ચૂંટણીમાં જીતેલા અને 2024ની લોકસભાની ચૂંટણીમાં જીતીને ત્રીજીવાર સાંસદ બનનારા સંસદસભ્યોની મિલકતમાં અધધધ વધારો થવા પામ્યો છે. ખાસ કરીને ગુજરાતના જામનગરના મહિલા સંસદસભ્ય પુનમ માડમની મિલકત 2014ની સરખામણીએ 2024માં 747 ટકા વધી હોવાનો એડીઆર એ દાવો કર્યો છે.
સામાન્ય નાગરિકોમાં એવી માન્યતા છે કે, રાજકારણમાં આવનાર સૌ કોઈ પૈસા જ બનાવે છે. આવી માન્યતાને સાચી ઠેરવે તેઓ એક રિપોર્ટ એડીઆર સંસ્થાએ બહાર પાડ્યો છે. આ એડીઆર સંસ્થાના અહેવાલમાં અવો ચોકાવનારો ઉલ્લેખ કરાયો છે કે, 2014ની લોકસભાની ચૂંટણી જીતીને 2024ની ચૂંટણીમાં પણ જીતીને ત્રીજીવાર સાંસદ બનનારા 102 સંસદસભ્યોની મિલકતોમાં 110 ટકાનો તોતીગ વધારો થવા પામ્યો છે. જેમાં સૌથી વઘુ વધારો ઉદયનરાજ ભોંસલેની મિલકતમાં થવા પામ્યો છે. ઉદયનરાજે ભોંસલેની મિલકત 2014માં 60 કરોડની હતી. જે વધીને 2024માં 162 કરોડની થઈ છે.
સંસદસભ્યોની મિલકતના વધારામાં ગુજરાતમાંથી ચૂંટાયેલા સાંસદો પણ કઈ પાછળ રહે તેવા નથી. ગુજરાતના જામનગરના સંસદસભ્ય પુનમ માડમની મિલકતમાં 747 ટકાનો વધારો થયો છે. એડીઆર સંસ્થાએ જાહેર કરેલા આંકડા અનુસાર, જામનગરના મહિલા સંસદસભ્ય પુનમ માડમની મિલકતમાં 10 વર્ષમાં 130 કરોડનો વધારો થયો છે. 2014ની વર્ષમાં પુનમ માડમની મિલકત 17 કરોડ હતી, જે 2024માં વધીને 147 કરોડની થવા પામી છે.
એડીઆર સંસ્થાના રિપોર્ટમાં સૌથી આશ્ચયની વાત નવસારીના સાંસદ અને હાલમાં કેન્દ્રીય પ્રધાન ચંદ્રકાત રધુનાથ પાટીલની મિલકત બાબતના ઉલ્લેખ અંગે છે. એડીઆરના આ અહેવાલમાં નવસારીના સંસદસભ્ય સી આર પાટીલે 2014ના વર્ષમાં જે મિલકત જાહેર કરી હતી, તેમાં 34 કરોડની ઓછી મિલકત 2024ના વર્ષમાં દર્શાવી છે.
એડીઆર સંસ્થાના અહેવાલમાં એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, 2014-24 દરમિયાન રિપિટ થયેલા સાંસદોની મિલકતમાં ભારે વધારો થયો છે. રિપિટ થયેલા સંસદસભ્યોની સરેરાશ મિલકતની ગણતરી કરીએ તો, 2014 માં સાંસદોની સરેરાશ મિલકત 15.76 કરોડ હતી. જે 2024 માં વધીને 33.13 કરોડ થવા પામી છે. મિલકતમાં ભારે ભરખમ વધારો, મહારાષ્ટ્રમાંથી ચૂંટાયેલા સાંસદ ઉદયનરાજે ભોંસલેની મિલકતમાં થઈ છે. જે દેશભરના 2014થી 2024માં રિપિટ થયેલા તમામ સંસદસભ્યોમાં સૌથી વઘુ છે. ઉદયનરાજે ભોંસલેની મિલકત 60 કરોડથી વધીને 162 કરોડ થઈ છે. જ્યારે દેશમાં બીજા નંબરના સાંસદ પુનમ માડમ છે. પુનમ માડમની આવક 17 કરોડથી વધીને 147 કરોડની થઈ છે. આમ 10 વર્ષમાં માડમની મિલકતોમાં 130 કરોડનો વધારો નોંધાયો છે.