ઓપરેશન સિંદૂર બાદ કેન્દ્રીય જળશક્તિમંત્રીનું એલાન, ‘એક ટીપું પણ પાણી પાકિસ્તાન નહીં જવા દઈએ’ – જુઓ Video
સુરતના લસકાણા વિસ્તારમાં આયોજિત કાર્યક્રમ દરમિયાન ભાજપના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે ‘ઓપરેશન સિંદૂર’ મુદ્દે પાકિસ્તાન સામે નિવેદન આપ્યું હતું.
સુરતના લસકાણા વિસ્તારમાં આયોજિત કાર્યક્રમ દરમિયાન ભાજપના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે ‘ઓપરેશન સિંદૂર’ મુદ્દે પાકિસ્તાન સામે નિવેદન આપ્યું હતું.
સી.આર. પાટીલે કહ્યું કે, “આ નવું ભારત છે, હવે કોઈ ઈંટ ફેંકશે તો આપણે સામે પથ્થર ફેંકીને જવાબ આપીશું. જો આતંકવાદીઓ ભારત તરફ નજર ઉઠાવશે તો આપણે ઘરમાં ઘૂસીને જવાબ આપીશું.” પાટીલે દેશની સુરક્ષાને લઈને વધુમાં કહ્યું હતું કે, “એક પણ ટીપું પાણી પાકિસ્તાનને જવા નહીં દઈએ.”
લસકાણાની આહિર સમાજની નવી વાડીના લોકાર્પણ પ્રસંગે પાટીલ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે આહિર સમાજના યુવાનો અને વડીલો પરંપરાગત પોશાકમાં શોભા પામતા જોવા મળ્યા હતા. કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા, સાંસદ પૂનમબેન માંડમ, વન અને પર્યાવરણ મંત્રી મુકેશ પટેલ અને શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરીયાએ પણ ખાસ હાજરી આપી હતી.
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
