AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

20 વર્ષમાં અમેરિકાની જંગ: અફઘાનિસ્તાનથી લઈ લિબિયા સુધી 5 દેશો કેવી રીતે બની ગયા ખંડેર?

અમેરિકાએ ઈરાન સાથે છેડેલા યુદ્ધમાં ઈરાન તો સળગી જ રહ્યુ છે સાથોસાથ સમગ્ર મીડલ ઈસ્ટ ત્રાહિમામ છે. આ યુદ્ધની આગ હવે માત્ર ઈરાન-ઈઝરાયેલ સુધી સિમિત નથી રહી પરંતુ કતાર, કુવૈત, બહેરીન, સાઉદી અરબ સહિતના દેશોમાં ફેલાઈ છે. હવે સૌથી મોટો સવાલ એ છે કે ઈરાનનું શું થશે? શું ઈરાનની દશા પણ ઈરાક, સિરિયા, લિબિયા, યમન અને અફઘાનિસ્તાન જેવી થશે? જે હવે ખંડરોમાં ફેરવાઈ ગયા છે. જેને અમેરિકાએ બર્બાદ કરીને મુકી દીધા છે.

20 વર્ષમાં અમેરિકાની જંગ: અફઘાનિસ્તાનથી લઈ લિબિયા સુધી 5 દેશો કેવી રીતે બની ગયા ખંડેર?
| Updated on: Mar 06, 2026 | 3:18 PM
Share

છેલ્લા કેટલાક દાયકામાં અમેરિકાએ જે પણ દેશની સત્તાને લોકશાહીની દુશ્મન ગણાવીને ત્યાં એન્ટ્રી મારી છે, ત્યાંની હાલત બિલકુલ સારી નથી. જે પણ શાસન હતુ તે તો ખતમ થઈ જ જાય છે. નવુ શાસન પણ દેશને સંભાળી નથી શક્તુ. હવે આ જ હાલ ઈરાનનો થવા જઈ રહ્યો છે. તો આજે આ આર્ટિકલમાં જાણીશુ કે ઈરાન સાથે શું થવા જઈ રહ્યુ છે? અને તેના પહેલા જ્યાં જયાં અમેરિકા ગયુ ત્યાં ત્યાં અમેરિકી સેનાના હટ્યા બાદ શું શું થયુ છે?

સદ્દામ હુસૈનનું યુરોમાં તેલ વેચવાનું હોય કે મુઅમ્મર ગદ્દાફી આફ્રિકન ગોલ્ડ દિનારનું સપનું હોય.. આ તમામને બર્બાદ કરવાનું કામ અમેરિકાએ કર્યુ છે. ઈરાક, લિબિયા, અફઘાનિસ્તાન,સિરિયા અને યમન આ પાંચ દેશોની કહાની ભલે અલગ હોય પરંતુ દરેકનો અંત એકસરખો થયો છે.

11 સપ્ટેમ્બર 2001

આ વર્ષે અમેરિકામાં ટ્વીન ટાવરને તોડી પાડવામાં આવ્યા. જેમા 2977 લોકો સામેલ હતા. અમેરિકાએ તેને માત્ર આતંકી હુમલો ન માન્યો પરંતુ તેને એક યુદ્ધની શરૂઆત તરીકે ગણ્યો. તત્કાલિન યુએસ પ્રેસિડેન્ટ જ્યોર્જ ડબલ્યુ બુશે એ જ રાત્રે દુનિયાને સ્પષ્ટ સંદેશ આપ્યો કે જો તમે અમારી સાથે નથી તો અમારી ખિલાફ છો. ( You are either with us or against us) આ દિવસથી જ આતંકવાદ એક વૈશ્વિક મુદ્દો બની ગયો. આ પહેલા ભારત ગળુ ફાડી-ફાડીને આ જ વાતો દુનિયાના તમામ મંચો પર કહી રહ્યુ હતુ પરંતુ ત્યારે કોઈ સમજવા તૈયાર ન હતુ. વર્ષ 2001ના અમેરિકા પરના આતંકવાદી હુમલાએ પુરી દુનિયાને જાણે એક કરી દીધી. આ એક ઘટના બાદ અમેરિકાએ જે પણ નિર્ણયો કર્યા તે ડર, ગુસ્સો, અને સુપર પાવરનો ઈગો હર્ટ થતા લેવાયેલા હતા. આ એક ઘટનાએ આવનારા 20 વર્ષોની જિયોપોલિટિક્સને બદલીને રાખી દીધી.

અમેરિકાનો પહેલો શિકાર હતુ અફઘાનિસ્તાન. અહીંથી જ ‘વોર ઓન ટેરર’ ની શરૂઆત થઈ. અહીંથી જ આ વોર ઓન ટેરર ઈરાક પહોંચી, લિબિયા સુધી ગઈ, સિરિયા અને યમનમાં પણ તે જોવા મળી. આ તમામ દેશોમાં એક જ પેટર્ન જોવા મળી. એન્ટ્રી તો આસાન હતી પરંતુ એક્ઝિટ કરવી મુશ્કેલ હતી.

જો કે આ પાંચેય દેશો પરના હુમલા બાદ સૌથી મોટો સવાલ જે સામે આવ્યો તે એ કે શું આ તમામ દેશોમાં અમેરિકાએ માત્ર આતંકવાદ સામે લડાઈ લડી કે તેની પાછળ અમેરિકાનો ઉદ્દેશ્ય કંઈક બીજો હતો?

7 ઓક્ટોબર 2001 અફઘાનિસ્તાન

અમેરિકાએ અફઘાનિસ્તાન પર હુમલો કર્યો કારણ કે ત્યાં અલકાયદાનો બેઝ હતો. તાલિબાન સરકારે ઓસામા બિન લાદેનને અમેરિકાના હવાલે કરવાનો ઈનકાર કરી દીધો. અમેરિકાના અફઘાનિસ્તાન પરના હુમલાને દુનિયાના અનેક દેશોએ યોગ્ય ગણ્યો. ત્યાં સુધી કે યુએન સિક્યોરિટી કાઉન્સિલે પણ તેનુ સમર્થન કર્યુ. અમેરિકાએ અફઘાનિસ્તાનમાં ઓપરેશન એન્ડ્યોરિંગ ફ્રીડમ ચલાવ્યુ અને તાલિબાન સહિત આતંકી સંગઠન અલકાયદાના ઠેકાણાઓ પર હુમલો કર્યો. તાલિબાને મુલ્લા ઉમરની સરકારનું પતન કર્યુ. પરંતુ વર્ષ 2021માં તાલિબાની સરકારને ઉખાડી ફેંકી. જો કે ઓસામાને શોધીને તેનો ખાત્મો કરવામાં અમેરિકાને 10 વર્ષ લાગ્યા અને ત્યાં સુધીમાં અફઘાનિસ્તાન સેંકડો વર્ષો પાછળ ધકેલાઈ ગયુ. અમેરિકાના ઇતિહાસનું સૌથી લાંબું અને મોંઘું યુદ્ધ એટલે અફઘાનિસ્તાન. 11 સપ્ટેમ્બરના હુમલા બાદ શરૂ થયેલો ‘વોર ઓન ટેરર’નો ઉદ્દેશ્ય અલ-કાયદાને ખતમ કરવાનો હતો, પરંતુ સમય જતાં તે અફઘાનિસ્તાનને પશ્ચિમી ઢબની લોકશાહી બનાવવાની જીદમાં ફેરવાઈ ગયો. અમેરિકાએ વિચાર્યુ કે તે અફઘાનિસ્તાનને મોડર્ન ડેમોક્રેસી બનાવી દેશે. 20 વર્ષથી વધુ સમયની અંદર અમેરિકાએ અફઘાનિસ્તાનમાં 2 ટ્રિલિયન ડૉલરથી વધુનો ખર્ચ કર્યો. પરંતુ વ્યર્થ. 15 ઓગસ્ટ 1921માં તાલિબાને જ્યારે અફઘાનિસ્તાન પર ફરી હુમલો કર્યો તો એ તમામ ખર્ચ ધૂળ-ધાણી થઈ ગયો.

અમેરિકાના અફઘાનિસ્તાન સામેના યુદ્ધમાં 1,76,000 થી 2,12000 લોકોના મોત થયા. જેમા 46 હજારથી વધુ તો સિવિલિયન હતા. 20 વર્ષથી અમેરિકા અફઘાન ફોર્સને ટ્રેન કરી રહ્યુ હતુ તેમણે તાલિબાન સામે લડ્યા વિના જ હથિયારો છોડી દીધા.

20 માર્ય 2003- ઈરાક

5 ફેબ્રુઆરી 2003 આ એ તારીખ છે જ્યારે યુનોમાં એક અત્યંત નાટકીય સીન ભજવાયો. યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ કોલિન પોવેલે ઈરાકના સર્વેસર્વા સદ્દામ હુસૈન પાસે વેપન્સ ઓફ માસ ડિસ્ટ્રક્શન’ (WMD) હોવાનો દાવો કર્યો. કેમિકલ વેપન્સ, બાયોલોજિકલ એજન્ટ્સ અને ન્યુ ક્લિયર પ્રોગ્રામ. અમેરિકન રાષ્ટ્રપતિ જ્યોર્જ ડબલ્યુ બુશ અને બ્રિટનના પીએમ ટોની બ્લેરે વિશ્વને વિશ્વાસમાં લીધુ કે જો સદ્દામ હુસૈનને રોકવામાં ન આવ્યો તો સમગ્ર વિશ્વ ભયાનક જોખમમાં મુકાઈ જશે. 20 માર્ચ 2003ના દિવસે અમેરિકા અને બ્રિટનનું સંયુક્ત સૈન્ય ઈરાકમાં ઘુસ્યુ અને 9 એપ્રિલ 2003 સુધીમાં બગદાદને ધ્વસ્ત કરી દેવામાં આવ્યુ. સદ્દામ હુસૈનની મશહુર મૂર્તિ તોડી પાડવામાં આવી. જ્યોર્જ બુશે ઍરક્રાફ્ટ કેરિયર પર ઉભા રહીને મિશન અકમ્પલિશ્ડની ઘોષણા કરતુ બેનર લગાવ્યુ.

અહીં સવાલ એ છે કે શું ઈરાક માંથી વેપન્સ ઓફ માસ ડિસ્ટ્રક્શન મળ્યુ. જેનો દાવો જોરશોરથી કરાયો હતો. જવાબ છે ‘ના’… ઈતિહાસનું સૌથી મોટુ ઈન્ટેલિજન્સ ફેયલ્યોર એ હતુ. જો કે નિષ્ણાતો કહે છે કે જાણીજોઈને ફેલાવવામાં આવેલુ નેરેટિવ હતુ. વર્ષ 2016માં જ્યારે યુકેમાં ચિલકોટ ઈન્કવાયરી રિપોર્ટ આવી તો તેમા સ્પષ્ટ થયુ કે સદ્દામ હુસૈન ખતરનાક હતો પરંતુ એટલો નહીં જેટલો તેને ચિતરવામાં આવ્યો હતો. જંગના બદલી શાંતિના વિકલ્પો પર વિચાર જ ન કરાયો.

પેટ્રો-ડોલર થીયરી

જો કે પાછળથી એવુ કહેવાયુ કે ઈરાકના તખ્તાપલટ પાછળ વેપન્સ ઓફ માસ ડિસ્ટ્રક્શન’ (WMD) ન હતુ પરંતુ સદ્દામનો ડૉલરના બદલે યુરોમાં તેલ વેચવાનો નિર્ણય હતો. જે અમેરિકી અર્થતંત્ર માટે જોખમી હતો. ઈરાક પર હુમલો WMD માટે નહીં પરંતુ પેટ્રો ડોલરને બચાવવા માટે કરાયો હતો. કારણ કે ઈરાક વિશ્વનું બીજુ સૌથી મોટુ ઓઈલ રિઝર્વ છે. હુમલાનું અસલી પોસ્ટ 9/11નો એ ખૌફ પણ હતો જેનાથી અમેરિકાને લાગતુ હતુ કે વિશ્વનો કોઈપણ સરમુખત્યાર આતંકીઓને હથિયારો આપી શકે છે. સદ્દામનો ઈતિહાસ લોકોના લોહીથી રંગાયેલો હતો. તેમણે કુર્દ અને શિયા મુસલમાનો પર અમાનવીય રીતે યાતનાઓ આપી. જેનાથી અમેરિકાને યુદ્ધ માટેનું એક મોરલ ગ્રાઉન્ડ ઉભુ કર્યુ.

વર્ષ 2011 લિબિયા

2011 માં, યુનાઇટેડ સ્ટેટ્સે નાટો સાથે મળીને લિબિયામાં લશ્કરી કાર્યવાહી શરૂ કરી, જેમાં સરમુખત્યાર મુઅમ્મર ગદ્દાફીને મારી નાખવામાં આવ્યો અને શાસન ઉથલાવી દેવામાં આવ્યું. લિબિયા આફ્રિકાના સૌથી મોટા તેલ ભંડાર ધરાવે છે. ગદ્દાફીના પતન પછી, સમગ્ર લિબિયામાં અસ્થિરતા અને અરાજકતા ફેલાઈ ગઈ, જેના કારણે દેશ ગૃહયુદ્ધમાં ડૂબી ગયો. ગદ્દાફીના પતન બાદ હિલેરી ક્લિન્ટને ગર્વથી કહ્યું હતું, “We came, we saw, he died.” પરંતુ આ જીત ક્ષણિક હતી. ગદ્દાફીના મૃત્યુ બાદ કોઈ મજબૂત પોસ્ટ-ઇન્ટરવેન્શન પ્લાન ન હોવાથી લીબિયા માનવ તસ્કરી અને આંતરવિગ્રહનું કેન્દ્ર બની ગયું. બરાક ઓબામાએ પોતે સ્વીકાર્યું હતું કે લીબિયામાં હસ્તક્ષેપ પછીના આયોજનનો અભાવ તેમની પ્રેસિડેન્સીની સૌથી મોટી ભૂલ હતી. ઘણા નિષ્ણાતો ગદ્દાફીના ‘ગોલ્ડ દિનાર’ લાવવાના પ્રસ્તાવને પણ આ વિનાશનું કારણ માને છે.

શું હતી ગોલ્ડ દિનાર થિયરી?

ગદ્દાફી સમગ્ર આફ્રિકામાં ગોલ્ડ બેઝ નવી કરન્સી લાવવાના આયોજનમાં હતો. જેનાથી પશ્ચિમી દેશોની ઈકોનોમીને જોખમ હતુ. ઓબામાં એડમિનિસ્ટ્રેશનલ પબ્લિક રેશનલ ડી ક્લાસિફાઈડ મિનિટ્સ જણાવે છે કે મુખ્ય કારણ આર્થિક નહીં પરંતુ માનવીય સંકટને ટાળવાનો દબાવ હતો. તેમને ડર હતો કે જો ગદ્દાફીએ બેંગહાઝીમાં કત્લેઆમ કર્યુ તો બીજુ રવાન્ડા નરસંહાર બનતા કોઈ રોકી નહીં શકે.

સીરિયા અને યમન, સત્તાની લાલસા અને પ્રોક્સી વોર

વર્ષ 2011માં જ સિરિયામાં બશર અલ અસદ વિરુદ્ધ શાંતિપૂર્ણ વિરોધ શરૂ થયા પરંતુ બશરે ક્રુરતાથી પોતાના જ લોકો પર બેરલ બોમ્બ કેમિકલ હથિયારોનો ઉપયોગ કર્યો. જો કે કેટલાક નેરેટિવ કહે છે કે સિરિયા યુદ્ધનું અસલી કારણ એક ગેસ પાઈપલાઈન હતી. કતર ઈચ્છતુ હતુ કે તે સિરિયાના માર્ગે યુરોપ સુધી પાઈપલાઈન બિછાવે. આ પ્રસ્તાવને અસદે ઈરાન અને રશિયાના દબાવમાં ફગાવી દીધી. આ જિયોપોલિટિકલ એંગલ એકમાત્ર સિરિયાની બર્બાદીનું કારણ ન હતુ. સિરિયાની અસલી આગ ત્યાની શિયા સુન્ની વચ્ચેની લડાઈ અને અસદની સરમુખત્યારશાહી નીતિને કારણે ભડકી.

‘ટિમ્બર સાયકમોન’ નામના સિક્રેટ પ્રોગ્રામ હેઠળ અમેરિકાએ સિરિયાના વિદ્રોહીને હથિયારો અને તાલીમ આપી. બીજી તરફ સંપૂર્ણ તાકાત સાથે ઈરાન અને રશિયા અસદને બચાવવા કૂદી પડ્યા. પરિણામ એ આવ્યુ કે સિરિયા સંપૂર્ણ રીતે બર્બાદ થઈ ગયુ. 65 લાખથી વધુ લોકો શરણાર્થી બનવા મજબુર બન્યા. 6.5 લાખથી વધુ લોકોના મોત થયા. જેમા 3 લાખ લોકો તો સિવિલિયન હતા.

સિરિયા એક એવુ મહોરુ બન્યુ કે જેને તમામ મોટી શક્તિઓએ પોતાના ફાયદા માટે ઉપયોગ કર્યુ. આગળ જતા 2024માં સિરિયામાં પણ તખ્તાપલટ થયો. ઈરાન અને રશિયાના સહારે ખુરશી બચાવી રાખનાર બસર અલ અસદનું આખરે પતન થયુ. હયાત તૈહરીર અલ શામના નેતૃત્વ વાળા વિદ્રોહીઓએ સિરિયાની રાજધાની દમિશ્ક પર કબજો કરી લીધો. અસદ જીવ બચાવીને રશિયા ભાગી ગયો અને અહેમદ અલ શરહા સિરિયાનો નવો નેતા બન્યો.

યમનની માનવીય હોનારત

યમન સાઉદી અરેબિયા અને ઇરાન વચ્ચેનું યુદ્ધનું મેદાન બન્યું, જેમાં અમેરિકાએ સાઉદી ગઠબંધનને સમર્થન આપ્યું. સંયુક્ત રાષ્ટ્રના આંકડા મુજબ 3,77,000 લોકોના મોત થયા છે, પણ સૌથી હૃદયદ્રાવક હકીકત એ છે કે 85,000 થી વધુ બાળકો ભૂખમરાને કારણે તડપીને મૃત્યુ પામ્યા છે.

શું અમેરિકાએ ઈઝરાયેલને બચાવવા જેમને સુરક્ષાની ખાતરી આપી હતી… એ જ ખાડી દેશોને આજે મરવા માટે છોડી દીધા?

Follow Us
દક્ષિણ ગુજરાત: ડીઝલની અછત અને 45 લિટરની મર્યાદાથી ખેડૂતો ચિંતિત
દક્ષિણ ગુજરાત: ડીઝલની અછત અને 45 લિટરની મર્યાદાથી ખેડૂતો ચિંતિત
આશિષ જોષીના રિમાન્ડ મંજૂર: મધુ શ્રીવાસ્તવની ભાજપને ખુલ્લી ચેતવણી
આશિષ જોષીના રિમાન્ડ મંજૂર: મધુ શ્રીવાસ્તવની ભાજપને ખુલ્લી ચેતવણી
સુરત પોલીસે લાઈવ ડેમો આપી લોકોને કર્યા જાગૃત, જુઓ Video
સુરત પોલીસે લાઈવ ડેમો આપી લોકોને કર્યા જાગૃત, જુઓ Video
અમદાવાદ: સરકારી આવાસના નામે મોટી છેતરપિંડી, ઠગ અંકિત પટેલ ઝડપાયો
અમદાવાદ: સરકારી આવાસના નામે મોટી છેતરપિંડી, ઠગ અંકિત પટેલ ઝડપાયો
અમદાવાદમાં દારૂ ઢોળાયો: વટવા GIDCમાં દારૂબંધીના લીરે લીરા ઉડ્યા
અમદાવાદમાં દારૂ ઢોળાયો: વટવા GIDCમાં દારૂબંધીના લીરે લીરા ઉડ્યા
મહીસાગર અને ભરૂચના હાંસોટમાં પેટ્રોલ-ડીઝલની અછતથી વાહનચાલકો પરેશાન
મહીસાગર અને ભરૂચના હાંસોટમાં પેટ્રોલ-ડીઝલની અછતથી વાહનચાલકો પરેશાન
વડોદરાની ફેમસ બેકરીના કેક કાઉન્ટર પર મરેલો ઉંદર જોવા મળ્યો, જુઓ Video
વડોદરાની ફેમસ બેકરીના કેક કાઉન્ટર પર મરેલો ઉંદર જોવા મળ્યો, જુઓ Video
કેરલમાં રૂપિયા 5000 નું જ ખરીદી શકાશે પેટ્રોલ, 200 લિટર ડીઝલ લઈ શકાશે
કેરલમાં રૂપિયા 5000 નું જ ખરીદી શકાશે પેટ્રોલ, 200 લિટર ડીઝલ લઈ શકાશે
Rajkot: ઉપલેટામાં ડુંગળી અને ખાતર માટે વિરોધ પ્રદર્શન
Rajkot: ઉપલેટામાં ડુંગળી અને ખાતર માટે વિરોધ પ્રદર્શન
Breaking News: ઉનાળામાં ફરવા આવતા લોકો માટે SOUમાં ખાસ તૈયારી
Breaking News: ઉનાળામાં ફરવા આવતા લોકો માટે SOUમાં ખાસ તૈયારી
g clip-path="url(#clip0_868_265)">