AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : BCCIની મોટી જાહેરાત, આ ટીમ સામે પહેલી વખત ODI સીરિઝ રમશે ભારત, જુઓ શેડ્યુલ

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે એક મહત્વની જાહેરાત કરી છે. જૂન મહિનામાં ભારતીય ટીમ પોતાના ઘર આંગણે 1 ટેસ્ટ અને 3 વનડે મેચ રમશે. આ સીરિઝનું શેડ્યુલ પણ સામે આવ્યું છે. જેની શરુઆત 6 જૂનથી શરુ થશે.

Breaking News : BCCIની મોટી જાહેરાત, આ ટીમ સામે પહેલી વખત ODI સીરિઝ રમશે ભારત, જુઓ શેડ્યુલ
| Updated on: Mar 02, 2026 | 12:51 PM
Share

ટી20 વર્લ્ડકપ 2026 વચ્ચે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે એક મોટી જાહેરાત કરી છે. આઈપીએલ 2026 બાદ ભારતીય ટીમ પોતાના ઘર આંગણે એક ટેસ્ટ અને 3 મેચની વનડે સીરિઝ રમશે. આ મેચ જૂન મહિનામાં રમાશે. તેમજ બીસીસીઆઈએ શેડ્યુલની જાહેરાત કરી દીધી છે. આ પ્રવાસમાં એક એવી ટીમ ભારત આવી રહી છે જેના વિરુદ્ધ ટીમ ઈન્ડિયાએ અત્યારસુધી એક પણ વનડે સીરિઝ રમી નથી. એટલા માટે આ સીરિઝ ચાહકો માટે ખુબ રોમાંચક રહેશે.

આ ટીમ સામે ભારત પહેલી વખત ઓડીઆઈ સીરિઝ રમશે

બીસીસીઆઈએ અફઘાનિસ્તાનના ભારત પ્રવાસ 2026ના શેડ્યુલની જાહેરાત કરી દીધી છે. આ પ્રવાસ જૂન 2026માં થશે. જેમાં ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે એક ટેસ્ટ મેચની સાથે 3 વનડે ઈન્ટરનેશનલ મેચ પણ રમાશે. પ્રવાસની શરુઆત ટેસ્ટ મેચથી થશે. જે 6 થી 10 જૂનના રોજ ચંદીગઢમાં રમાશે. આ બંન્ને દેશ વચ્ચે આ બીજી ટેસ્ટ મેચ હશે. આ પહેલા વર્ષ 2018માં આ બંન્ને ટીમો વચ્ચે ટેસ્ટ મેચ રમાઈ હતી. જે અફઘાનિસ્તાનની ટીમની પહેલી ટેસ્ટ મેચ હતી.

ત્યારબાદ વનડે સીરિઝની શરુઆત 14 જૂનથી થશે. આ બંન્ને ટીમો વચ્ચે આ પહેલી વનડે સીરિઝ હશે. આ પહેલા માત્ર આઈસીસી ઈવેન્ટ અને એશિયા કપમાં બંન્ને ટીમ આમને-સામને વનડે ફોર્મેટમાં રમી હતી. આ મેચ ધર્મશાળા,લખનૌ અને ચેન્નાઈમાં રમાશે. આ અફઘાનિસ્તાન ક્રિકેટ માટે એક મોટી તક છે કારણ કે, તેને વર્લ્ડની ટોપ ટીમ વિરુદ્ધ રમવાની તક મળશે. આ સીરિઝથી ટીમ ઈન્ડિયા પણ 2027 વનડે વર્લ્ડકપની તૈયારી શરુ કરશે.

રોહિત-વિરાટની થશે વાપસી

આ સીરિઝ ભારતીય ચાહકો માટે ખુબ ખાસ રહેવાની છે. રોહિત શર્મા અને વિરાટ કોહલી એક વખત ફરી એક્શનમાં જોવા મળશે. પરંતુ હાલમાં બીસીસીઆઈએ ટીમની જાહેરાત કરી નથી. ટીમનું સિલેક્શન આઈપીએલ 2026 બાદ કરવામાં આવશે.

ક્રિકેટ એ વિશ્વની સૌથી લોકપ્રિય રમતોમાંની એક છે. આ રમત ત્રણ ફોર્મેટમાં રમાય છે, જેમાંથી સૌથી લાંબુ ફોર્મેટ ટેસ્ટ ક્રિકેટ છે. જે પાંચ દિવસ સુધી ચાલે છે. અહી ક્લિક કરો

ચિંતામાં વધારો થવાની શક્યતા છે, તમારું સ્વાસ્થ્ય સારું રહેશે
ચિંતામાં વધારો થવાની શક્યતા છે, તમારું સ્વાસ્થ્ય સારું રહેશે
સિનેમાથી રિલ્સ સુધી: ગુજરાતી સ્ટાર્સનો ડિજિટલ અવતાર
સિનેમાથી રિલ્સ સુધી: ગુજરાતી સ્ટાર્સનો ડિજિટલ અવતાર
ગુમ બાળકોને લઈ વિમલ ચુડાસમાનો વિધાનસભામાં સરકાર પર પ્રહાર
ગુમ બાળકોને લઈ વિમલ ચુડાસમાનો વિધાનસભામાં સરકાર પર પ્રહાર
બ્રહ્મવિહારી સ્વામીએ નવા BAPS હિન્દુ મંદિરના લોકાર્પણની કરી જાહેરાત
બ્રહ્મવિહારી સ્વામીએ નવા BAPS હિન્દુ મંદિરના લોકાર્પણની કરી જાહેરાત
ગુજરાતમાં ગરમીનું ‘ટોર્ચર’ શરૂ, કાળઝાળ ગરમીમાં નાગરિકો બેહાલ
ગુજરાતમાં ગરમીનું ‘ટોર્ચર’ શરૂ, કાળઝાળ ગરમીમાં નાગરિકો બેહાલ
શરમજનક ! રસ્તા પર ડામર ઓગળતા લોકોના ચંપલ તૂટ્યા
શરમજનક ! રસ્તા પર ડામર ઓગળતા લોકોના ચંપલ તૂટ્યા
ફાઈનલ જીત્યા બાદ કેપ્ટન સૂર્યાએ અડાલજની વાવ ખાતે કરાવ્યુ ફોટોશૂટ
ફાઈનલ જીત્યા બાદ કેપ્ટન સૂર્યાએ અડાલજની વાવ ખાતે કરાવ્યુ ફોટોશૂટ
ગુજરાત સરકારે પ્લેન અને હેલિકોપ્ટર પાછળ કર્યો અધધધ ખર્ચ
ગુજરાત સરકારે પ્લેન અને હેલિકોપ્ટર પાછળ કર્યો અધધધ ખર્ચ
પાટીદાર સમાજને શિક્ષણનો લાભ ન મળતો હોવાનો અગ્રણીઓનો આક્ષેપ- Video
પાટીદાર સમાજને શિક્ષણનો લાભ ન મળતો હોવાનો અગ્રણીઓનો આક્ષેપ- Video
ગોંડલના ગુનેગારોમાં ફફડાટ, અસામાજિકોને ડામવા ગાંધીનગરનુ ગ્રીન સિગ્નલ!
ગોંડલના ગુનેગારોમાં ફફડાટ, અસામાજિકોને ડામવા ગાંધીનગરનુ ગ્રીન સિગ્નલ!
g clip-path="url(#clip0_868_265)">