કેમ 100% ચાર્જ ના કરવો જોઈએ મોબાઈલ ફોન? 90% લોકો નથી જાણતા કારણ
બેટરી જલદી ખતમ થઈ જશે અને તમારે ફોન વારંવાર ચાર્જમાં લગાવવો પડશે પણ ધ્યાન રાખો ફોનને 100 % એટલે સંપૂર્ણ ચાર્જ ના કરવો જોઈએ, જો તમે પણ આમ કરો છો તો પહેલા જાણી લેજો કે ફોન કેમ 100% ચાર્જ ના કરવો જોઈએ?

મોબાઈલ ફોન જીવનની એક મોટી જરૂરિયાત બની ગયો છે તેના વગર કોઈ કામ થઈ શકતા નથી. ત્યારે ફોન પાસેથી બધા જ કામ યોગ્ય રીતે કરવા માટે, તેની બેટરી સારી હોવી જરુરી છે. જો તમે દિવસભર ફોનનો ઉપયોગ કરો છો, તો તેની બેટરી જલદી ખતમ થઈ જશે અને તમારે ફોન વારંવાર ચાર્જમાં લગાવવો પડશે પણ ધ્યાન રાખો ફોનને 100 % એટલે સંપૂર્ણ ચાર્જ ના કરવો જોઈએ, જો તમે પણ આમ કરો છો તો પહેલા જાણી લેજો કે ફોન કેમ 100% ચાર્જ ના કરવો જોઈએ?

ફોનની બેટરી એક ચક્ર પર કામ કરે છે. જો તમે ફોનને 0 થી 100 સુધી સંપૂર્ણપણે ચાર્જ કરો છો, તો તે બેટરી લાઈફ ઘટે છે. આવી સ્થિતિમાં, બેટરી ખૂબ જ ઝડપથી ખરાબ થઈ શકે છે, આથી ફોનને 100% ચાર્જ કરવાનું ટાળવું જોઈએ.

મોબાઇલ બેટરીને સંપૂર્ણપણે ચાર્જ કરવાથી ડિવાઇસ ઓવરહિટીંગ થઈ શકે છે. જો ફોન ગરમ થાય છે, તો તેની બેટરી પર ખરાબ અસર પડશે અને બેટરી ઝડપથી ખરાબ થઈ જશે.

જો તમે દરરોજ ફોનની બેટરી 100 ટકા ચાર્જ કરો છો, તો બેટરીની ક્ષમતા ધીમે ધીમે ઓછી થશે. મતલબ કે, થોડા સમય પછી ફોનની બેટરી પહેલા કરતા ઓછી ચાલશે.

ફોનની બેટરીની ક્ષમતા સારી રાખવા માટે, જ્યારે બેટરી 20 ટકા બાકી રહે ત્યારે જ ફોનને ચાર્જ કરો અને જ્યારે તે 80 ટકા હોય ત્યારે ફોનને ચાર્જિંગમાંથી દૂર કરો.

જો ફોન ફાસ્ટ ચાર્જિંગથી ચાર્જ કરવામાં આવે છે, તો તેને ટાળવું જોઈએ, કારણ કે તે બેટરી ઝડપથી ગરમ કરે છે અને બેટરીની ક્ષમતા ઓછી થાય છે.

ઘણા લોકો રાત્રે બેટરી ખતમ થઈ જાય ત્યારે ફોનને ચાર્જિંગ પર રાખીને સૂઈ જાય છે. આવી સ્થિતિમાં, બેટરી ઓવરચાર્જ થાય છે. આના કારણે, ફોન ગરમ પણ થઈ શકે છે અને ક્યારેક ફોન બ્લાસ્ટ પણ થઈ શકે છે. આવી સ્થિતિમાં, આ ભૂલ ન કરો.

કંપની દ્વારા મોકલવામાં આવેલ નવું સોફ્ટવેર અપડેટ હંમેશા ફોનમાં રાખો. આનાથી બેટરી લાઇફ અને બેટરી મેનેજમેન્ટ બરાબર રહે છે.
અઠવાડિયામાં એક વાર Phone બંધ કેમ કરવો જોઈએ? 99% લોકો નથી જાણતા કારણ, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો
