Knowledge : 1,2,5 અને 10 રુપિયાનો સિક્કો હંમેશા ગોળ કેમ હોય છે? જાણો કારણ
દરેક વ્યક્તિના પોકેટમાં 1,2,5 અને 10 રુપિયાના સિક્કા હોય જ છે. જેનો આકાર ગોળ કેમ હોય છે પરંતુ શું તમે જાણો છો કે, ક્યારેય વિચાર કર્યો કે, સિક્કો ગોળ હોવાનું કારણ શું છે. ચાલો વિસ્તારથી જાણીએ.

દુનિયાભરના અલગ-અલગ સ્થળોએ અનેક પ્રકારના સિક્કા ચલણમાં છે. વેટ અને વેલ્યુના આધારે અલગ પાડવામાં આવે છે. આકારની દ્રષ્ટિએ, શરૂઆતના દાયકાઓમાં ચોરસ, લંબચોરસ અને મધ્ય-છિદ્ર સિક્કા ચલણમાં હતા. ધીમે ધીમે, ચોરસ, લંબચોરસ અને વિવિધ ડિઝાઇનવાળા સિક્કા ચલણમાંથી અદૃશ્ય થવા લાગ્યા હતા.

પરંતુ હવે સિક્કાનો આકાર ગોળ થયો છે. શું તમે ક્યારેય વિચાર્યું છે કે, સિક્કાનો આકાર ગોળ કેમ થયો છે. આ આર્ટિકલમાં આજે અમે તમને જણાવીશું કે, સિક્કા ગોળ કેમ હોય છે.

દરેક વ્યક્તિના પોકેટમાં 1,2,5 અને 10 રુપિયાના સિક્કા હોય જ છે. તમને જણાવી દઈએ કે, 1950માં ભારતમાં એક રુપિયાનો પહેલો સિક્કો જાહેર કરવામાં આવ્યો હતો.

ત્યારબાદ વર્ષ 2010માં થયેલા કોમનવેલ્થ ગેમ્સ દરમિયાન 2 અને 5 રુપિયાનો સિક્કો જાહેર કરવામાં આવ્યો હતો. તમારી જાણકારી માટે જણાવી દઈએ કે, આ દરમિયાન જાહેર કરાયેલા સિક્કાની એક બાજુ કોમનવેલ્થ ગેમ્સનો લોગો અને બીજી બાજુ અશોક સ્તંભનું ચિહ્ન હતુ.

ગોળ સિક્કા બનાવવા પાછળનું કારણ એ છે કે તેમને કાપવા અને તેમનો આકાર બદલવો મુશ્કેલ છે. બીજી બાજુ, ચોરસ અને અન્ય આકારના સિક્કાઓની ડિઝાઇનમાં ફેરફાર કરવો ખૂબ જ સરળ હતો, જેનાથી તેમનું મૂલ્ય ઘટશે. ગોળ સિક્કાઓમાં ફેરફાર કરીને તેમની કિંમત ઘટાડી શકાતી નથી.

બીજી વાત એરપોર્ટ, ઓફિસ, રેલવે સ્ટેશન અને વેટ ચેકને લઈ દરેક પ્રકારની વેંડિંગ મશીનમાં સિક્કાનો ઉપયોગ કરવામાં આવે છે. અન્ય આકારના સિક્કાઓ કરતાં ગોળ સિક્કા વેન્ડિંગ મશીનમાં નાખવા સરળ છે. એવું પણ કહેવાય છે કે, ગોળ સિક્કા ગણવા અને એકઠા કરવા સરળ છે. (all photo : canva)
