AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

હવે લેપટોપ અને PC પરથી કરી શકાશે વીડિયો કોલ, WhatsApp Web પર લોન્ચ થયા અનેક શાનદાર ફીચર્સ

વ્હોટ્સએપ વેબ પર હવે ઓડિયો અને વીડિયો કોલિંગની સુવિધા મળશે. નવા અપડેટમાં ગ્રુપ કોલ કંટ્રોલ, ઉત્તમ વીડિયો ક્વોલિટી અને નોઈઝ સપ્રેશન જેવા અનેક ફીચર્સ ઉમેરાયા છે.

| Updated on: Jul 29, 2026 | 4:25 PM
Share
વ્હોટ્સએપે પોતાના વેબ વર્ઝન માટે અનેક નવા ઓડિયો અને વીડિયો કોલિંગ ફીચર્સ રજૂ કર્યા છે. હવે યુઝર્સ ડેસ્કટોપ એપ ડાઉનલોડ કર્યા વિના સીધા વ્હોટ્સએપ વેબ પરથી વન-ટુ-વન અને ગ્રુપ કોલ કરી શકશે. કંપનીએ કોલ ટ્રાન્સફર, વેઇટિંગ રૂમ, ક્વિક એચડી (QuickHD) અને નોઇઝ સપ્રેશન (Noise Suppression) જેવા નવા ફીચર્સ પણ સામેલ કર્યા છે. ચાલો જાણીએ આ ફીચર્સ અને તેના ઉપયોગ વિશે…

1 / 5
WhatsApp Web પર કરી શકાશે વીડિયો કોલ: વ્હોટ્સએપે જણાવ્યું છે કે હવે તેના વેબ વર્ઝન પર યુઝર ઓડિયો અને વીડિયો કોલ કરી શકશે. તેમાં વન-ટુ-વન કોલની સાથે ગ્રુપ કોલની સુવિધા પણ સામેલ છે. કંપનીના જણાવ્યા મુજબ, વ્હોટ્સએપ વેબ પરથી કરવામાં આવેલા કોલ એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્ટેડ રહેશે અને તેના પર કોઈ સમય મર્યાદા રહેશે નહીં. યુઝરે આના માટે અલગથી કોઈ વધારાનો ચાર્જ પણ ચૂકવવો પડશે નહીં. વેબ વર્ઝનમાં સ્ક્રીન શેરિંગ અને કોલ દરમિયાન રિએક્શન જેવા ફીચર્સ પણ મળશે.

2 / 5
Call Transfer અને Waiting Room થી મળશે વધુ કંટ્રોલ: નવા અપડેટમાં કોલ ટ્રાન્સફર ફીચર ઉમેરવામાં આવ્યું છે, જેની મદદથી યુઝર ચાલુ ગ્રુપ કોલને ડિસ્કનેક્ટ કર્યા વિના બીજા ડિવાઇસ પર શિફ્ટ કરી શકશે. ઉદાહરણ તરીકે, મુસાફરી દરમિયાન શરૂ કરેલા કોલને ઘરે પહોંચ્યા પછી વ્હોટ્સએપ વેબ અથવા ડેસ્કટોપ એપ પર ટ્રાન્સફર કરી શકાશે. આ સિવાય વેઇટિંગ રૂમ ફીચર પણ આપવામાં આવ્યું છે, જેમાં કોલ લિંકથી જોડાનારા લોકોને પહેલા વર્ચ્યુઅલ વેઇટિંગ રૂમમાં રાખવામાં આવશે અને એડમિન/મેનેજરની પરવાનગી પછી જ તેઓ કોલમાં જોડાઈ શકશે.

3 / 5
QuickHD અને Noise Suppression થી બહેતર બનશે કોલ ક્વોલિટી: વ્હોટ્સએપે વીડિયો કોલની ક્વોલિટી સુધારવા માટે QuickHD ફીચર રજૂ કર્યું છે. કંપનીનું કહેવું છે કે આનાથી વીડિયો કોલ શરૂ થવાના શરુઆતી સેકન્ડોમાં જ એચડી વીડિયો ક્વોલિટી મળી શકશે, જ્યારે પહેલા ક્વોલિટી ધીમે-ધીમે સુધરતી હતી. આની સાથે નોઇઝ સપ્રેશન ફીચર પણ આપવામાં આવ્યું છે, જે આસપાસના બિનજરૂરી અવાજને ઓછો કરીને યુઝરના અવાજને વધુ સ્પષ્ટ બનાવવામાં મદદ કરશે.

4 / 5
વ્હોટ્સએપના જણાવ્યા અનુસાર, આ તમામ નવા કોલિંગ ફીચર્સ ધીમે-ધીમે તમામ યુઝર્સ માટે ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યા છે.

5 / 5

Phone Storage Tips: WhatsAppના ફોટા-વીડિયોથી ફોનની ગેલેરી ભરાઈ જાય છે? આ એક સેટિંગ બદલતા જ મળશે રાહત

Follow Us
રેલવે સ્ટેશન પર મોટી દુર્ઘટના ટળી, ચાલુ ટ્રેને ચઢતા લટક્યો મુસાફર

ભાવનગર લઠ્ઠાકાંડમાં પોલીસકર્મચારીની સંડોવણી ખૂલી, કરાઈ ધરપકડ

પાકિસ્તાને હોશિયારી મારવાના ચક્કરમાં પોલીસની ગાડી જ ઠોકી દીધી

AMCના આદેશનું પાલન, ફરસાણની દુકાનો-રેસ્ટોરન્ટમાં TPC કીટ- CCTV લગાવાયા

જન્માષ્ટમી પહેલાં પોરબંદરમાં નકલી ઘીનો પર્દાફાશ

AMC ના ભ્રષ્ટાચારનો ભૂવો કે રોડ બનાવવાની નબળી ગુણવત્તા ? Video

આંગણવાડીમાં બાળકોને નાસ્તામાં આપેલા ઢોકળામાં નીકળી ઈયળો!

ઉમરગામ GIDCમાં રેડ પાડીને હિંગનો જથ્થો જપ્ત કરાયો, જુઓ Video

આજનું રાશિફળ : રોકાણ, વેપાર અને નોકરીમાં 12 રાશિનું ભાગ્ય શું કહે છે?

તહેવારો ટાણે ખાંડની અછત વચ્ચે રાજ્ય સરકારે વિતરણની મુદ્દત લંબાવી

g clip-path="url(#clip0_868_265)">